બુરહાન પઠાણ/આણંદ: આણંદનાં ચિખોદરા ગામમાં ચાલી રહેલી ક્રિકેટ મેચની ફાઈનલ મેચ જોવા ગયેલા આણંદનાં યુવાનો સાથે ઝઘડો કરી એક યુવકને છરીનાં ઘા ઝીંકી તેમજ માથામાં બેટ અને વાંસનો દંડો મારી ગંભીર ઈજાઓ કરી હત્યા કરવાની ધટનાને લઈને પોલીસ તાત્કાલીક ઘટના સ્થળે દોડી ગઈ હતી. મૃતક યુવાનનાં મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે કરમસદની હોસ્પીટલમાં ખસેડયો હતો. આ બનાવ અંગે પાંચ આરોપીઓ અને ત્રણ ચાર અન્ય મળતીયા વિરૂદ્ધ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ભારે બફારા બાદ વડોદરામાં ધોધમાર વરસાદ, પહેલા જ વરસાદમાં પ્રિ-મોન્સુન કામગીરીનો છેદ..


ચિખોદરા ગામનાં બુલેટ ટ્રેન બ્રીજ પાસે ક્રિકેટનાં મેદાનમાં ચાલી રહેલી ક્રિકેટ મેચની ફાઈનલ મેચ ગત રાત્રીનાં સુમારે રમાતી હોઈ આણંદ શહેરમાં પોલસન ડેરી કંપાઉન્ડમાં રહેતા 22 વર્ષિય સલમાનભાઈ હનિફભાઈ વ્હોરા તેનાં મિત્રો ઈમરોસ અબ્દુલરહીમ વ્હોરા, સોએબ વ્હોરા અને અર્શ વ્હોરા મેચ જોવા ગયા હતા, ત્યારે રાત્રીનાં સાડા અગીયાર વાગ્યાનાં સુમારે મેચ જોવા ઉભેલા દર્શકોની વચ્ચેથી ધેટો અને હોલો નામનાં યુવકો બાઈક લઈને પસાર થતા ત્યારે ધેટો અને હોલોએ મેચ જોવા ઉભેલા સોએબ વ્હોરા અને અર્શ વ્હોરા સાથે ગાળા ગાળી કરી ઝધડો કર્યો હતો. દરમિયાન ધેટો અને હોલોનાં સાગરીતો શકિત વિશાલ અને ફુલીયો અને અન્ય ત્રણ ચાર જણાએ છરી અને વાંસનો દંડો તેમજ બેટ લઈને હુમલો કર્યો હતો.


આ મારામારીમાં સોએબ અને અર્શને ફેંટ પકડી માર મારી તેમજ સોએબને ચપ્પુનાં ઉપરા છાપરી ત્રણ ધા મારી ગંભીર ઈજાઓ કરતા સલમાન વચ્ચે છોડાવવા પડતા સલમાનને વાંસનાં દંડાથી માર મારી ઈજાઓ કરી તેમજ ધેટો અને હોલો નામનાં યુવકોએ સલમાનને પકડી રાખી વિશાલએ સલમાન પર ચપ્પુનાં ઉપરા છાપરી ધા ઝિંકતા તેમજ માથામાં બેટનો ફટકો મારતા સલમાનને ગંભીર ઈજાઓ થતા તે લોહી લુહાણ થઈ ફસડાઈ પડયો હતો. આ ધટનાને લઈને ક્રિકેટ મેચ જોવા આવેલા લોકોનું મોટું ટોળુ એકત્ર થઈ ગયું હતું અને હુમલાખોરો માર મારી ફરાર થઈ ગયા હતા.


ગુજરાતના પ્રગતિશીલ ખેડૂતે ખેતીમા કાઠું કાઢ્યું! આ રીતે વાર્ષિક 12 લાખની કરે છે કમાણી


આ ઘટના બાદ ગંભીરપણે ધાયલ સલમાન અને અર્સને ત્વરીત સારવાર માટે હોસ્પીટલમાં ખસેડવામાં આવ્યા હતા, જયાં સલમાનનું આણંદની ખાનગી હોસ્પિટલમાં સારવાર મળે તે પહેલા જ મોત નિપજયું હતું. ધટનાની જાણ થતા આણંદ ગ્રામ્ય પોલીસ ધટના સ્થળે દોડી ગઈ હતી અને તપાસ હાથ ધર્યા બાદ મૃતક સલમાનનાં મૃતદેહને પોષ્ટમોર્ટમ માટે કરમસદની શ્રીકૃષ્ણ હોસ્પિટલમાં ખસેડવામાં આવતા જયાં પેનલ ડોકટરોની ટીમ દ્વારા મૃતદેહનું પોષ્ટમોર્ટમ કરવામાં આવ્યું હતું.


મુસ્લિમ યુવકની હત્યાની ધટનાને લઈને અમદાવાદ રેન્જનાં આઈજીપી અને પોલીસ અધિક્ષક ગૌરવ જસાણીએ આજે ધટના સ્થળે જઈ ધટનાની માહિતી મેળવી હતી અને હત્યારાઓને ઝડપથી ઝડપી પાડવા માટે પોલીસને સુચના આપી હતી. આ બનાવ અંગે આણંદ ગ્રામ્ય પોલીસે ઈમરોસ અબ્દુલરહીમ વ્હોરાની ફરીયાદનાં આધારે ચિખોદરા ગામનાં ધેટો, હોલો, શકિત, વિશાલ, ફુલીયો સહીત પાંચ આરોપીઓ અને ત્રણથી ચાર તેમના મળતીયાઓ વિરૂદ્ધ રાયોટીંગ અને હત્યા હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. અને આરોપીઓને ઝડપી પાડવાનાં ચક્રો ગતિમાન કર્યા છે.


દમણના દરિયા કિનારે જાહેરમાં સેક્સ કરતો કપલના VIDEO વાયરલ! ચારેય તરફ થઈ રહી છે ચર્ચા


આ ઘટનાની જાણ સલમાન વ્હોરાનાં પરિવારજનોને થતા તેઓનાં સગા સબંધીઓ અને વિસ્તારનાં લોકોનાં ટોળેટોળા હોસ્પીટલમા ઉમટી પડયા હતા અને આજે બપોરનાં સુમારે પોલીસ બંદોબસ્ત હેઠળ મૃતક સલમાનનો જનાજો નિકળતા લોકો મોટી સંખ્યામાં ઉમટી પડયા હતા. મૃતક સલમાનનાં લગ્ન ગત 27 એપ્રીલનાં રોજ ઈસ્માઈલનગર વિસ્તારની યુવતી સાથે થયા હતા અને જેને હજુ બે માસ પણ પૂર્ણ થયા નથી, ત્યાં સલમાનની હત્યાની ધટના બનતા સમગ્ર વિસ્તારમાં અરેરાટી પ્રસરી જવા પામી છે, અને લગ્ન જીવનનાં બે માસ પણ પૂર્ણ થયા નથી ત્યાં સલમાનની પત્ની યુવા વયે વિધવા બનતા અરેરાટી પ્રસરી જવા પામી છે.