જયેશ ભોજાણી/ગોંડલ :ગોંડલના રામજી મંદિરે રમેશભાઈ ઓઝાની વ્યાસપીઠમાં શ્રીમદ ભાગવત સપ્તાહનું આયોજન કરવામાં આવ્યું છે. સપ્તાહના પાંચમાં દિવસે મેઘાવી માહોલ વચ્ચે પૂજ્ય હરિચરણદાસજી મહારાજની હાજરીમાં શ્રી કૃષ્ણ જન્મોત્સવ ઉજવાયો હતો. જેમાં ભારતીય ક્રિકેટર ચેતેશ્વર પુજારા વાસુદેવ બન્યા હતાં. પીચ પર સ્પોર્ટી લુકમાં જોવા મળતા ચેતેશ્વર પૂજારા શ્રીકૃષ્ણના પિતા વાસુદેવના પહેરવેશમાં સોહામણા લાગતા હતા. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING


ગોંડલમાં શ્રીમદ ભાગવત સપ્તાહનું આયોજન કરવામાં આવ્યું હતું. શ્રીમદ ભાગવત સપ્તાહના પાંચમા દિવસે દેશ-વિદેશમાંથી મોટી સંખ્યામાં પૂજ્ય હરિચરણદાસ મહારાજના દર્શન માટે હરિભક્તો ઊમટ્યા હતાં. બપોર બાદ દબદબાભેર કૃષ્ણ જન્મ મહોત્સવ ઉજવાયો હતો. જેમાં મુખ્ય યજમાન ભારતીય ક્રિકેટર ચેતેશ્વર પૂજારા વાસુદેવ બન્યા હતાં. આ સાથે જ કથામાં ‘નંદ ઘેરા આનંદ ભયો...જય કનૈયા લાલ કી’નો નાદ ગુંજી ઉઠ્યો હતો. ત્યારે આ કૃષ્ણ મહોત્સવમાં કુદરત પણ જોડાયું હોય તેમ સમયે મેઘાવી માહોલ બંધાયો હતો. ચેતેશ્વર પૂજારા પણ આ ધાર્મિક માહોલમાં રંગાઈ ગયા હોય તેવુ લાગ્યું હતું. શ્રીમદ ભાગવત સપ્તાહમાં તેમણે પોતાના પરિવાર સાથે હાજરી આપી હતી. 


સમગ્ર ગુજરાતના લેટેસ્ટ સમાચાર, જુઓ LIVE TV :