ગૌરવ દવે, રાજકોટ: ભારતીય બેટ્સમેન મયંક અગ્રવાલને માથા પર બોલ વાગ્યા બાદ રવિવારે તેમને હોસ્પિટલમાં લઇ જવાયા હતા. આ ઘટના રાજકોટમાં સૌરાષ્ટ્ર વિરૂદ્ધ ચાલી રહેલી ઇરાની ટ્રોફી મેચના બીજા દિવસની છે. ઇરાની કપ રણજી ટ્રોફી વિજેતાઓ અને રેસ્ટ ઓફ ઈન્ડિયા વચ્ચે રમાય છે. રાજકોટમાં રેસ્ટ ઓફ ઈન્ડિયા અને 2019-20 રણજી ટ્રોફી ચેમ્પિયન સૌરાષ્ટ્ર વચ્ચે એકતરફી મેચ ચાલી રહી છે. તમને જણાવી દઇએ કે સૌરાષ્ટ્ર અને રેસ્ટ ઓફ ઈન્ડિયા વચ્ચે મેચ 2020 માં કોવિડ 19ના કારણે ઇરાની કપ સ્થગિત કરવામાં આવ્યો હતો. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

સ્પોર્ટ્સ્ટારના અહેવાલ અનુસાર સૌરાષ્ટ્રની બીજી ઇનિંગની શરૂઆતના ઠીક પહેલાં મયંકના માથા પર થ્રો વાગ્યા બાદ તેમને સાવધાનીના ભાગરૂપે સિટી સ્કેન માટે હોસ્પિટલ લઇ જવામાં આવ્યા હતા. સરફરાજે પોતાની બેટીંગનું પ્રદર્શન કરતાં પહેલાં 31 વર્ષીય મયંકને શનિવારે 14 બોલમાં રન બનાવ્યા હતા. 


રેસ્ટ ઓફ ઈન્ડિયાએ ટોસ જીતીને પહેલાં બેટીંગ કરવાનો નિર્ણય કર્યો હતો. રેસ્ટ ઓફ ઈન્ડિયાના ફાસ્ટ બોલર મુકેશ કુમાર, ઉમરાન મલિક અને કુલદીપ સેને સૌરાષ્ટ્રની બેટીંગ એકમને ફક્ત 98 રન પર સમેટી દીધી. મુકેશે પહેલી ઇનિંગમાં 4 વિકેટ પ્રાપ્ત કરી, જ્યારે ઉમરાન મલિક અને કુલદીપે ત્રણ-ત્રણ વિકેટ પ્રાપ્ત કરી છે. 


પોતાની પહેલી ઇનિંગમાં રેસ્ટ ઓફ ઈન્ડિયાએ ઘરેલૂ ક્રિકેટમાં આ ફોર્મ સરફાજ ખાનની વધુ એક સદી અને કેપ્ટન હનુમા વિહારી 82 રનોની ભાગીદારી ઇનિંગની મદદથી 374 રન બનાવ્યા. બીજા દિવસે રમત પુરી થયા બાદ સૌરાષ્ટ્રનો સ્કોર 49/2 હતો. 


સરફરાજે 178 બોલમાં 77.52 ના સ્ટ્રાઇક રેટ સથે 20 ચોગ્ગા અને 2 સિક્સરની મદદથી 178 રનની ઇનિંગ રમી. રેસ્ટ ઓફ ઈન્ડિયાએ પહેલી ઇનિંગમાં 276 રનની લીડ લીધી છે. તો બીજી તરફ સૌરાષ્ટ્રની શરૂઆત ખરાબ રહી. જયદેવ ઉનડકટની ટીમના ઓપનર બેટ્સમેઅન હાર્વિક દેસાઇ 20 અને સ્નેહલ પટેલ 16 રન બનાવીને 15 ઓવરની અંદર જ પેવેલિયન પરત ફર્યા હતા. બીજા દિવસની રમત પુરી થાય ત્યાં સુધી સૌરાષ્ટ્ર 227 રનની ઇનિંગથી પાછળ રહી.