Gujarat Election Result 2022 : ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં ઘણા મોટા ચહેરાઓ ઐતહાસિક જીત મેળવી છે. જેમાં ટીમ ઈન્ડિયાના સ્ટાર ક્રિકેટર રવિન્દ્ર જાડેજાના પત્ની રીવાબા જાડેજાનું નામ પણ સામેલ છે. પહેલીવાર ચૂંટણી જંગમાં મેદાનમાં ઉતરનાર રીવાબા જાડેજા જામનગર ઉત્તર બેઠક પરથી જીત્યા છે. રીવાબાની જીત બાદ રવિન્દ્ર જાડેજાએ પણ રીવાબાને અભિનંદન આપતા ટ્વીટ કરી છે. તેમજ જામનગરની જનતાનો આભાર વ્યક્ત કર્યો હતો. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

રવિન્દ્ર જાડેજાએ ટ્વીટમાં શુ લખ્યું 
રવિન્દ્ર જજાડેજાએ ટ્વીટ કર્યું, Hello MLA you truly deserve it. જામનગર ની જનતા નો વિજય થયો છે. તમામ જનતા નો ખુબ ખુબ દીલથી આભાર માનુ છુ. જામનગર ના કામો ખુબ સારા થાય એવી માં આશાપુરા ને વિનંતી. જય માતાજી.



ઉલ્લેખનીય છે કે, પત્નીને જીતાડવા માટે રવિન્દ્ર જાડેજાએ એડીચોટીનું જોર લગાવ્યુ હતું. ખુદ રવિન્દ્ર જાડેજાએ જામનગરમાં રેલીઓ કરી હતી અને પત્ની માટે લોકો પાસેથી મત માંગ્યા હતા. ત્યારે આખરે રવિન્દ્ર જાડેજાની મહેનત રંગ લાવી છે. રિવાબા જાડેજા 50 હજાર 456 મતની લીડથી અહીં જીત મેળવી છે. કૉંગ્રેસના ઉમેદવારને અહીં 22,822 મત મળ્યા છ. તેના કરતા વધુ આપના ઉમેદવાર કરશન કરમુરને 33 હજાર 880 મત મળ્યા છે.



ગુજરાત વિધાનસભાની 2022ની ચૂંટણીમાં મહિલાઓનો દબદબો જોવા મળ્યો છે. ત્યારે કયા પક્ષની કેટલી મહિલાઓ જીતી તેની વાત કરીએ તો ભાજપની 14 મહિલા ઉમેદવાર અને કોંગ્રેસની માત્ર એક ગેનીબેન ઠાકોર મહિલા ઉમેદવાર જીતી છે. ભાજપની જીતેલી મહિલા ઉમેદવારની વાતી કરીએ તો કચ્છની ગાંધીધામ બેઠક પર ભાજપની માલતી મહેશ્વરીની જીત થઈ,ગાંધીનગર ઉત્તરમાં રીટા પટેલની જીત, નરોડામાં પાયલ કુકરાણી, ઠક્કરબાપાનગરમાં કંચન રાદડિયા,અસારવામાં દર્શના વાઘેલા, રાજકોટ પશ્ચિમમાં દર્શિતા શાહ, રાજકોટ ગ્રામ્યમાં ભાનુ બાબરિયા, ગોંડલમાં ગીતાબા જાડેજા, જામનગર ઉત્તરમાં રિવાબા જાડેજા, ભાવનગર પૂર્વમાં સેજલ પંડ્યા,મોરવાહડફમાં નિમિષા સુથાર, વડોદરા સિટીમાં મનીષા વકીલ, નાંદોદમાં દર્શના વસાવા, લિંબાયતમાં સંગીતા પાટીલની જીત થઈ છે..જ્યારે વાવ બેઠક પરથી કોંગ્રેસના ગેનીબેન ઠાકોરની જીત થઈ છે.