ક્રિકેટર રવિન્દ્ર જાડેજાના પરિવારમાં મોટું રાજકારણ - પત્ની ભાજપમાં, તો બહેન કોંગ્રેસમાં જોડાયા
ક્રિકેટર રવિન્દ્ર જાડેજાનાં બહેન નયનાબા જાડેજા કૉંગ્રેસમાં જોડાયાં છે. ઉલ્લેખનીય છે કે, હજી ગયા મહિને જ રવિન્દ્ર 0 જાડેજાનાં પત્ની રિવાબાએ ભાજપનો ખેસ પહેર્યો હતો, ત્યારે હવે તેમની બહેને કોંગ્રેસનો હાથ પકડતા એક જ પરિવારમાં રાજકારણ જોવા મળ્યું છે.
મુસ્તાક દલ/જામનગર :ગુજરાતમાં લોકસભા ચૂંટણીના મતદાનના 8 દિવસ પહેલાં જામનગરના રાજકારણમાં મોટી ઉથલપાથલ જોવા મળી છે. ક્રિકેટર રવિન્દ્ર જાડેજાનાં બહેન નયનાબા જાડેજા કૉંગ્રેસમાં જોડાયાં છે. ઉલ્લેખનીય છે કે, હજી ગયા મહિને જ રવિન્દ્ર 0 જાડેજાનાં પત્ની રિવાબાએ ભાજપનો ખેસ પહેર્યો હતો, ત્યારે હવે તેમની બહેન અને પિતાએ કોંગ્રેસનો હાથ પકડતા એક જ પરિવારમાં રાજકારણ જોવા મળ્યું છે.
ભારતીય ક્રિકેટર રવિન્દ્ર જાડેજાના બહેન નયના બા અને પિતા અનિરુદ્ઘસિંહ આજે વિધિવત રીતે કોંગ્રેસમાં જોડાયાં છે. નયના બા રવિન્દ્ર જાડેજાના પિતા સાથે કોંગ્રેસની સભામાં પહોંચ્યા હતા, જ્યાં તેમણે વિધિવત રીતે કોંગ્રેસનો ખેસ ધારણ કર્યો છે. નયના બા જાડેજાના કોંગ્રેસમાં જોડાવાથી જામનગરના રાજકારણમાં ગરમાવો આવી ગયો છે. ગુજરાતમાં લોકસભાની ચૂંટણીના મતદાન હવે માત્ર ગણતરીના દિવસો છે, ત્યારે રવિન્દ્ર જાડેજાના પત્ની રીવાબા ભાજપમાં, તો બહેન કોંગ્રેસમાં જોડાયાંના સમાચારથી રાજકારણમાં ગરમાવો આવી ગયો છે.
મત માટે ધમકી આપતો મોહન કુંડારીયાનો ઓડિયો વાઈરલ, કહ્યું-75% મત નહીં મળે તો...
કાલાવાડ ખાતે હાર્દિક પટેલની જાહેર સભા યોજાઈ હતી, જેમાં નયના બાએ હાર્દિક પટેલની હાજરીમાં કોંગ્રેસનો ખેસ પહેર્યો હતો. આમ, એક જ પરિવારના બે સદસ્યો રાજકારણમાં વિરોધી બની ગયા છે. એક તરફ ભાભી છે, જે ભાજપના છે, તો નણંદ નયનાબા કોંગ્રેસી બની ગયા છે. ત્યારે જાડેજા પરિવાર દૂધ અને દહી બંનેમાં પગ મૂકતુ જોવા મળ્યું છે.
ઉલ્લેખનીય છે કે, રવિન્દ્ર જાડેજાની પત્ની રીવાબા ભાજપમાંથી જામનગરની બેઠક પરથી ચૂંટણી લડશે તેવી વાત સામે આવી હતી, જેના બાદ ભાજપે પૂનમ માડમને આ બેઠક પરથી રિપીટ કર્યા હતા. તો બીજી તરફ, હાર્દિક પટેલે જ્યારથી પાટીદાર આંદોલન શરૂ કર્યું હતું, ત્યારથી જ તેણે સૌરાષ્ટ્ર અને ખાસ કરીને કાલાવાડ પર વધુ ભાર મૂક્યો હતો. તેમજ હાર્દિક પોતે પણ કોંગ્રેસ તરફથી જામનગર બેઠક પરથી ચૂંટણી લડવાનો હતો. તેથી તેની અસર પણ હાલ જોવા મળી રહી છે તેવું કહી શકાય.
ભાજપની તોડજોડની રાજનીતિ પર હાર્દિકનો આક્ષેપ, ડરના માર્યે આમ ખરીદી કરે છે
ગત મહિને રીવાબા ભાજપમાં જોડાયા
ટીમ ઇન્ડિયાના ઑલ રાઉન્ડર રવિન્દ્ર જાડેજાના પત્ની રીવાબા રવિવારે કૃષિ મંત્રી આર. સી ફળદુની ઉપસ્થિતીમાં ભાજપમાં જોડાયા હતા. અગાઉ રીવા બા અને રવિન્દ્ર જાડેજાએ વડાપ્રધાન મોદીને નવેમ્બર મહિનામાં સૌજન્ય મુલાકાત કરી હતી અને ત્યારથી જ જામનગર બેઠક પર કંઈક રંધાઈ રહ્યું હોવાના એંધાણ હતા.