ક્રિકેટર રવિન્દ્ર જાડેજાના પત્ની રિવાબાએ કરી PM નરેન્દ્રમોદીના જન્મદિનની અનોખી ઉજવણી, જાણો કેવી રીતે?
જામનગર શહેરના બેડેશ્વર વિસ્તારમાં સરકારી પોલિટેક્નિક પાસે રિવાબા જાડેજાએ હાથમાં સાવરણા લઈ સફાઈ અભિયાન હાથ ધર્યું હતું.
મુસ્તાક દલ/જામનગર: ભારતીય ક્રિકેટર રવિન્દ્ર જાડેજાના પત્ની અને ભાજપના યુવા મહિલા નેતા રિવાબા જાડેજા દ્વારા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના જન્મદિવસની અનોખી ઉજવણી કરવામાં આવી હતી.
રિવાબા જાડેજા દ્વારા સ્વચ્છતા અભિયાન અને સર્વરોગ નિદાન કેમ્પ યોજવામાં આવ્યા. જામનગર શહેરના બેડેશ્વર વિસ્તારમાં સરકારી પોલિટેક્નિક પાસે રિવાબા જાડેજાએ હાથમાં સાવરણા લઈ સફાઈ અભિયાન હાથ ધર્યું હતું.
રિવાબા જાડેજા સાથે મનપાના કમિશનર વિજય ખરાડી, આગેવાન અનિલભાઈ બાબરીયા અને SSBના અધિકારીઓ અને જવાનો તેમજ સફાઈ કર્મીઓ અભિયાનમાં સાથે જોડાયા હતા. રિવાબા જાડેજા દ્વારા સ્વચ્છતાના સેનાની એવા સફાઈ કર્મીઓનું સન્માન કરાયું હતું. ગ્રામ્ય વિસ્તારોમાં સર્વરોગ નિદાન કેમ્પનું ભવ્ય આયોજન કરાયું હતું.
રિવાબા જાડેજાના શ્રી માતૃશકિત ચેરીટેબલ ટ્રસ્ટના નેજા હેઠળ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube