જેને કાકા કાકા કહેતી તેણે જ બાળકી સાથે આચર્યુ કુકર્મ, વાપી રેપ કેસમાં આરોપીને આજીવન કેદની સજા
વલસાડ જિલ્લાના વાપીની 8 વર્ષની બાળકી પર વર્ષ 2017 માં પિતાના મિત્રને ક્રૂરતાપૂર્વક દુષ્કર્મ (rape case) ગુજારવા બદલ કોર્ટે આજીવન કેદ (life imprisonment) ની સજા ફટકારી છે. વલસાડ પોસ્કો કોર્ટ દ્વારા પહેલાવીર વીડિયો કોન્ફરન્સના માધ્યમથી આરોપીને સજા ફટકારી હતી હતી. બાળકીની જુબાની અને મેડિકલ પુરાવાના આધારે આરોપીને આજીવન કેદની સજા ફટાકારાઈ છે.
ઉમેશ પટેલ/અમદાવાદ :વલસાડ જિલ્લાના વાપીની 8 વર્ષની બાળકી પર વર્ષ 2017 માં પિતાના મિત્રને ક્રૂરતાપૂર્વક દુષ્કર્મ (rape case) ગુજારવા બદલ કોર્ટે આજીવન કેદ (life imprisonment) ની સજા ફટકારી છે. વલસાડ પોસ્કો કોર્ટ દ્વારા પહેલાવીર વીડિયો કોન્ફરન્સના માધ્યમથી આરોપીને સજા ફટકારી હતી હતી. બાળકીની જુબાની અને મેડિકલ પુરાવાના આધારે આરોપીને આજીવન કેદની સજા ફટાકારાઈ છે.
વલસાડ જિલ્લાના વાપી ખાતે બનેલો આ બનાવ છે. 16 સપ્ટેમ્બર 2017 ના રોજ 8 વર્ષની બાળકી પોતાના ઘરની બહાર રમતી હતી. ત્યારે તેના પિતાનો મિત્ર શત્રુઘ્ન લલન દેવાસી ત્યાં આવ્યા હતા. પિતાના મિત્રએ તેને ચોકલેટની લાલચ આપી હતી, અને ‘તારા પિતા પાસે લઈ જઉ’ એમ કહીને ત્યાંથી ઉપાડી ગયો હતો. શત્રુઘ્ન બાળકીને નજીકમાં આવેલા મંદિર પાસે અવાવરું જગ્યામાં લઈ ગયો હતો. જ્યાં તેણે દીકરી સમાન 8 વર્ષની બાળકી પર ક્રૂરતાપૂર્વક દુષ્કર્મ આચર્યુ હતું અને તેને રઝળતી છોડી દીઘી હતી.
આ પણ વાંચો : ઉત્તર ગુજરાતના ગામેગામ ચર્ચાયો આ કિસ્સો, ચૂંટણી હારીને પણ બાઝીગર બન્યો એક ઉમેદવાર
જેના બાદ બાળકી લોહીલુહાણ હાલતમાં ઘરે પહોંચી હતી. ત્યારે લોહીલુહાણ હાલતમાં ઘરે પહોંચતા બાળકીને દમણની સરકારી હોસ્પિટલમાં સારવાર માટે ખસેડાઈ હતી. જે બાદ બાળકી સાથે દુષ્કર્મ થયુ હોવાનુ સામે આવ્યુ હતું. વાપી ટાઉન પોલીસ મથકે બાળકી સાથે દુષ્કર્મ આચરનાર શત્રુઘ્ન લલન દેવાસી સામે પરિવારે FIR નોંધાવી હતી. વાપી ટાઉન પોલીસે આરોપી શત્રુઘ્નની ધરપકડ કરી હતી. આ કેસ વલસાડની પોક્સો એક્ટ હેઠળની સ્પેશ્યલ કોર્ટમાં ચલાવવામા આવ્યો હતો. જેમાં બાળકીની જુબાની અને મેડિકલ પુરાવાના આધારે આરોપીને કસૂરવાર ઠેરવ્યો હતો.
આ પણ વાંચો : વાઘાણી સાહેબ હવે શું પગલા લેશો? પ્રિન્સીપાલે જ સૌરાષ્ટ્ર યુનિ.નું બી.કોમનું પેપર ફોડ્યું
આજે વલસાડ DGP અનિલ ત્રિપાઠીની દલીલોને ગ્રાહ્ય રાખીને સ્પેશ્યલ કોર્ટના જજ એમઆર શાહે આરોપીને આજીવન સખત કેદની સજા ફટકારી છે. તેમજ બાળકીને 7 લાખ રૂપિયાનું વળતર ચૂકવવા આદેશ કર્યો છે. ઉલ્લેખનીય છે કે, વલસાડ જિલ્લા કોર્ટમાં પ્રથમ વખત વીડિયો કોન્ફરન્સના માધ્યમથી આરોપીને સજા ફટકારાઈ હતી અને સજા વિશે આરોપીને સાંભળવામાં આવ્યો હતો. આ કેસમાં બાળકીની સચોટ જુબાની અને મેડિકલ પુરાવાને ધ્યાને રાખીને તેમજ વલસાડ પોક્સો એક્ટ હેઠળની સ્પેશ્યલ કોર્ટના જજ એમઆર શાહે સખત સજા ફટકારતો હુકમ કર્યો છે.