આશ્કા જાની/અમદાવાદ :આપણા સમાજમાં આજે પણ મહિલાઓ પર એસિડની ઘટના બની રહી છે. આ પણ મહિલાઓ આજે પણ કહેવાતા સભ્ય અને શિક્ષિત સમાજમાં આ રીતે મહિલાની સતામણી કરવામાં આવી છે. ત્યારે ગુજરાત હાઈકોર્ટે (gujarat highcourt) આવી ઘટનાઓની ગંભીરતાથી નોંધ લીધો છે. હાઈકોર્ટે કહ્યું કે, એસિડ એટેક (acid attack) ના દોષિતને જામીન મુક્ત કરવો યોગ્ય નથી.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

અમદાવાદમાં એસિડ એટેકના કેસમાં દસ વર્ષની સજા પામેલા આરોપીએ હાઇકોર્ટમાં સજા મોફૂકીની માગણી હાઇકોર્ટે ફગાવી છે. ત્યારે આ કેસ અંગે ગુજરાત હાઈકોર્ટે મહત્વનું અવલોકન કર્યું છે. જસ્ટિસ પરેશ ઉપાધ્યાયે સુનાવણી દરમિયાન કહ્યુ કે, એસિડ એટેકના દોષિતને રાહત આપવી યોગ્ય નથી. એસિડ એટેકના દોષિતને જામીન મુક્ત કરવો યોગ્ય નથી. સમાજમાં દીકરીઓનું ઘણી બધી રીતે શોષણ થતું હોય છે. આપણે સમાજમાં દીકરીઓને સુરક્ષિત જોવા માંગીએ છીએ. એસિડ એટેક મામલે હાઈકોર્ટમાં અપીલ પેન્ડિંગ છે અને સજાના 50 ટકા જેટલો સમય આરોપી જેલમાં રહ્યો છે તે આધાર પર તેને જામની ન આપી શકાય નહિ. આરોપી પક્ષની દલીલો અસ્વીકાર્ય છે. 


હાઈકોર્ટે વધુમાં કહ્યું કે, પ્રેમમાં ના પાડે તો દીકરી પર એસિડ ફેંકવાની હિંમત કરનારા વ્યક્તિને સજા થયા બાદ જમીનમાં હાલ રાહત આપવી યોગ્ય ગણાય નહિ. આપણે સમાજમાં દીકરીઓને સુરક્ષિત જોવા માંગીએ છીએ, ડર કે પીડામાં જીવાડવા નથી માંગતા. એસિડ એટેક કરવાનો વિચાર જ કેવી રીતે આવી શકે.


શું ઘટના બની હતી.... 
14 ડિસેમ્બર, 2015 ની આ ઘટના છે. અમદાવાદના અમરાઈવાડી વિસ્તારમાં જયેશ ઝાલા નામનો એક શખ્સ એક પરિણીતા સાથે પ્રેમ સંબંધ બાંધવા ઈચ્છતો હતો. પરંતુ પરિણીતાએ ના પાડી હતી. જેથી ગુસ્સે થયેલા જયેશ ઝાલાએ રાતના સમયમાં મહિલા પર એસિડ એટેક કર્યો હતો. તેના ઘરમાં ઘૂસીને તેના અને તેની દીકરી પર એસિડ ફેંક્યુ હતું. જેથી માતા અને દીકરી બંને ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા હતા. આ કેસમાં સેશન્સ કોર્ટે જયેશ ઝાલાને દસ વર્ષની સજા ફટકારી હતી. જેની સામે હાઇકોર્ટમાં અપીલ કરવામાં આવી છે.