મૌલિક ધામેચા/અમદાવાદ: અમદાવાદ પોલીટેકનિક પાસેથી ક્રાઈમ બ્રાંચે દારુનું કટિંગ કરતા બુટલેગરની ધરપકડ કરી છે. રાણીપનો બુટલેગર રાજસ્થાનથી પાયલોટીંગ સાથે દારૂ અમદાવાદમાં લાવવા ઓર્ગેનીક વસ્તુનાં ડબ્બામાં દારુની હેરાફેરી કરતો. ક્રાઈમ બ્રાંચે એક બુટલેગરની ધરપકડ કરી 1400 બોટલ દારૂ કબ્જે કરી છે. અને ફરાર અન્ય 7 આરોપીની શોધખોળ હાથ ધરી છે. પકડાયેલ મુદ્દામાલ 38 લાખની કિમંતનો કબ્જે કર્યો હોવાનું સામે આવ્યું છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ભાવનગરઃ લગ્નના માંડવે દીકરીને આવ્યો હાર્ટ એટેક, પછી જે થયું તે જાણીને હૃદય ફાટી જશે!


અમદાવાદ ક્રાઈમ બ્રાંચની કસ્ટડીમાં રહેલા આરોપીનુ નામ જીતેન્દ્ર ઉર્ફે જીતુ જયઅંબે રાવળ છે. જેની પોલીસે દારુના કટીંગ સમયે રેડ કરી ઝડપી પાડ્યો છે સાથે જ પોલીસે 1400 બોટલ દારુ કે જે ઓર્ગેનીક વસ્તુના ડબ્બામાં ભરેલો હતો. તે ઝડપી પાડ્યો છે. ક્રાઈમ બ્રાંચે રેડ કરતા 7 બુટલેગર ભાગી છુટ્યા છે. પોલીસે બે કાર,રિક્ષા સહિતનો મુદ્દામાલ કબ્જે કર્યો છે. આરોપીની પુછપરછમાં સામે આવ્યુ કે બુટલેગરો રાજ્સ્થાનથી દારુ અમદાવાદ સુધી લાવવા માટે પાયલોટીંગનો સહારો લેતા હતા. એટલે કે દારુની આગળ એક ગાડી બુટલેગરોને પોલીસની માહિતી આપતી હતી.


ગુજરાત પરીક્ષા અધિનિયમ વિધેયક કાયદો બની જશે, આ છે નિયમો અને દંડની જોગવાઈઓ


પકડાયેલ આરોપી જિતેન્દ્ર ઉર્ફે જીતુ જયઅંબેની પુછપરછ કરતા આ ગુનામાં બાદલસિંહ વાઘેલા, ગુલાબસિંહ વાઘેલા, લક્ષ્મણરાવ દેવાસી . આનંદપાલસિંહ દેવડા. ચેતન માળી, બબલુ ક્રિશ્વિયન ફરાર છે જેમની પોલીસે શોધખોળ હાથ ધરી છે. સાથે જ જે ડબ્બામાં દારુની બોટલો આવતી હતી. તે ડબ્બા ક્યાઁથી અને કેવી રીતે બુટલેગરોને મળ્યા તે અંગે પુછપરછ કરવામાં આવી રહી છે. 


ગુજરાતના આ ગામડામાં પહેલું AC શૌચાલય ખૂલ્યું, સુવિધા જોઈ ફાઈવસ્ટાર હોટલની આવશે યાદ


મહત્વનુ છે પોલીટેકનિક કંમ્પાઉન્ડમાં દારુ નુ કટીંગ કરવા પાછળ કોનો હાથ છે અને આ અગાઉ કેટલી વખત દારુ અમદાવાદ આવ્યો છે. તે અંગે તપાસ હાથ ધરી છે.પોલીટેકનિકની સાથે ક્રાઈમ બ્રાંચે ઓઢવ માથી પણ દારુ નો જથ્થો ઝડપ્યો છે. એટલે કે શહેરમા દારુ ઘુસાડવા માટે બુટલેગરો નિત નવા રસ્તા અપનાવે છે. અને તેવી જ બે મોડસ ઓપરેન્ડી થી શહેરમાં આવતો દારુનો જથ્થો મળી આવ્યો છે. જેને લઈ વધુ તપાસ હાથ ધરી છે.