અમદાવાદમાં 15 દિવસ અગાઉ થયેલી લૂંટમાં 3ની ધરપકડ; જ્વેલર્સની દુકાન લૂંટવા રચ્યું આ રીતે કાવતરૂ
મણિનગર વિસ્તારમાં આવેલ ભવાની જ્વેલર્સમાં થયેલ લૂંટના ગુનામાં ક્રાઈમ બ્રાન્ચે ત્રણ આરોપીઓની ધરપકડ કરી છે. પોલીસે રાજસ્થાનના પાલી જિલ્લાના બલવીર સિંગ રાવત, સુમેર સિંગર રાવત અને કુંદન રાવત નામના ત્રણ આરોપીઓની ધરપકડ કરીને સોના ચાંદીના દાગીના, પિસ્ટલ અને ગુનામાં ઉપયોગ લીધેલ વાહન કબ્જે કર્યું છે.
ઝી બ્યુરો/અમદાવાદ: 10 દિવસ અગાઉ શહેરના મણિનગર વિસ્તારમાં આવેલ ભવાની જ્વેલર્સમાં થયેલ લૂંટના ગુનામાં ક્રાઈમ બ્રાન્ચે ત્રણ આરોપીઓની ધરપકડ કરી છે. પોલીસે રાજસ્થાનના પાલી જિલ્લાના બલવીર સિંગ રાવત, સુમેર સિંગર રાવત અને કુંદન રાવત નામના ત્રણ આરોપીઓની ધરપકડ કરીને સોના ચાંદીના દાગીના, પિસ્ટલ અને ગુનામાં ઉપયોગ લીધેલ વાહન કબ્જે કર્યું છે.
કોંગ્રેસે જાહેર કરી 39 ઉમેદવારો જાહેર કરી યાદી,જાણો કોણ ક્યાંથી લડશે લોકસભાની ચૂંટણી
પોલીસ તપાસમાં જાણવા મળ્યું છે કે આ ગેંગનો મુખ્ય આરોપી ગિરધારીસિંગ રાવત જે મૂળ રાજસ્થાનનો છે અને અમદાવાદના રામોલ ખાતે ભાડે મકાન રાખીને તેની પત્ની સાથે રહે છે. જેણે આ લૂંટ નો પ્લાન બનાવ્યો હતો. આરોપી જે વ્યક્તિઓને લૂંટ કરવા માટે બહારથી બોલાવતો હતો. તેમને રહેવા માટે તેના ઘરની નજીક અન્ય રૂમો પણ ભાડે રાખતો હતો.
અપરાધીઓ શાનમા સમજી જજો! ગુજરાતમાં કયા ગુનેગારના દ્વારે ફરી પહોંચ્યુ દાદાનું બુલડોઝર?
આ ઉપરાંત કન્સ્ટ્રક્શન સાઇટ પર કામ કરતા રાજસ્થાનના રહેવાસીઓનો સંપર્ક કરી તેને પોતાની ગેંગમાં સામેલ કરતો હતો. આરોપીએ તેની પત્ની પૂજા દેવી સાથે સતત પાંચ દિવસ જવેલર્સ ની બહાર રેકી કરીને લૂંટ નો પ્લાન કર્યો હતો. લૂંટ કરવા માટે પીસ્ટલ અને કારતુસની વ્યવસ્થા પણ તેણે જ કરી હતી.
સરકારી હોસ્પિટલમા જન્મેલી દીકરીને સોનાની ચૂંક, રૂ.100, ગુલાબનુ ફૂલ આપી વધામણા કરાયા
જ્યારે નિકોલ વિસ્તારમાંથી અને અમરાઈવાડીમાંથી બે વાહનોની પણ ચોરી કરી હતી. કુલ આઠ આરોપીઓએ આ લૂંટના બનાવને અંજામ આપ્યો હતો. જેમાં ગિરધારીસિંગની પત્ની પણ સામેલ હતી. હાલમાં પોલીસે ત્રણ આરોપીઓની ધરપકડ કરીને અન્ય આરોપીઓને પકડવા માટેના ચક્રો ગતિમાન કર્યા છે.
આખરે જેનો ડર હતો એ જ થશે! હવે વધશે ગુજરાતીઓની મુશ્કેલી, આ આગાહીથી છૂટી જશે પરસેવો