સુરતમાં હિન્દુવાદી નેતાઓની હત્યાના ષડયંત્રમાં થઈ શકે છે મોટો ઘટસ્ફોટ! વધુ બે આરોપીઓની ધરપકડ
સુરત ક્રાઈમ બ્રાન્ચના જણાવ્યા પ્રમાણે આ કેસમાં હમણાં સુધી સાત લોકોની પૂછપરછ કરવામાં આવી છે. જ્યારે મહારાષ્ટ્રના નાંદેડ ખાતેથી વધુ એક શખ્સને અટકાયત માં લઇ ક્રાઈમ બ્રાન્ચ ની ટીમ સુરત આવવા રવાના થઈ છે.
પ્રશાંત ઢીવરે/સુરત: હિન્દુવાદી નેતાઓની હત્યાના ષડયંત્રમાં વધુ એક આરોપીની બિહારના મુઝફરપુર ખાતેથી ત્રણ દિવસના ત્રાંજીસ્ટ રિમાન્ડ મેળવી ધરપકડ કરી છે. જે આરોપીને સુરત કોર્ટમાં રજૂ કરી ક્રાઈમ બ્રાન્ચ દ્વારા બાર દિવસના રિમાન્ડ મેળવવામાં આવ્યા છે. સુરત ક્રાઈમ બ્રાન્ચના જણાવ્યા પ્રમાણે આ કેસમાં હમણાં સુધી સાત લોકોની પૂછપરછ કરવામાં આવી છે. જ્યારે મહારાષ્ટ્રના નાંદેડ ખાતેથી વધુ એક શખ્સને અટકાયત માં લઇ ક્રાઈમ બ્રાન્ચ ની ટીમ સુરત આવવા રવાના થઈ છે.
એવું શું થયું કે મહાકાય મચ્છુ 2 ડેમ ખાલી કરાશે? 34 ગામને તાત્કાલિક કરાયા એલર્ટ
ચાર હિન્દુવાદી નેતાઓની હત્યા માટે સુરતના મૌલવી સહિત પાકિસ્તાનના ડોગર અને નેપાળના શહેનાઝ ઉર્ફે મોહમ્મદ અલી મોહમ્મદ સાબીર દ્વારા હત્યાનું ષડયંત્ર રચવામાં આવ્યું હતું. જે પૈકી સુરતના હિન્દુ નેતા ની હત્યા કરવા માટે રેકી કરી તેની જાણકારી મૌલવીએ અન્ય આરોપીઓને આપી હતી. હિન્દુવાદી નેતાઓની હત્યાના ષડયંત્રના આરોપસર ધરપકડ કરાયેલા કામરેજ કઠોળના મોલવી મોહમ્મદ સોહેલ અબુબકર ટીમોલની પૂછપરછમાં એક બાદ એક આરોપીઓના નામો સામે આવી રહ્યા છે. આ કેસમાં સુરત ક્રાઈમ બ્રાન્ચ દ્વારા હમણાં સુધી બે આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે. જેમાં બિહારના મુઝફરપુર ખાતેથી ટ્રાન્ઝિસ્ટ રિમાન્ડ મેળવી ધરપકડ કરવામાં આવેલા આરોપી શહેનાઝ ઉર્ફે મોહમ્મદ અલી મોહમ્મદ સાબીરને સુરત કોર્ટમાં રજૂ કરી ક્રાઈમ બ્રાન્ચ દ્વારા બાર દિવસના રિમાન્ડ મેળવવામાં આવ્યા છે.
દીકરા-વહુની ખુશી માટે માતાએ ઘર છોડી લીધો વૃદ્ધાશ્રમનો સહારો, આ કહાની સાંભળી રડી જશો
ક્રાઈમ બ્રાન્ચના ડીસીપી ભાવેશ રોઝીયા એ આપેલી માહિતી મુજબ, ચાર મેના રોજ ક્રાઈમ બ્રાન્ચ દ્વારા કામરેજ કઠોળના રહેવાસી અને મોલવી મોહમ્મદ સોહેલ અબુબકર ટીમોલની સુરતના ચોક બજાર ખાતેથી ધરપકડ કરવામાં આવી હતી. સુરતના ગોડાદરા વિસ્તારમાં રહેતા હિન્દુવાદી નેતા ઉપદેશ રાણા સહિત અન્ય ત્રણ લોકોની હત્યાનું ષડયંત્ર રચ્યું હતું. ઉપદેશ રાણા દ્વારા આપવામાં આવેલી ફરિયાદના અનુસંધાને ક્રાઈમ બ્રાન્ચ દ્વારા આ મામલે તપાસ શરૂ કરવામાં આવી હતી.મૌલવી ની ધરપકડ બસ સુરત કોર્ટમાંથી અગિયાર દિવસના રિમાન્ડ મેળવી તપાસ શરૂ કરવામાં આવી હતી.
અફઘાનિસ્તાનમાં વરસાદ અને પૂરથી 315 લોકોના મોત, 1600થી વધુ ઈજાગ્રસ્ત, અનેક મકાનો તબાહ
ક્રાઈમ બ્રાન્ચ ની તપાસમાં પાકિસ્તાનના ડોગર અને નેપાળના શહેનાઝ નામના શખ્સોના નામ સામે આવ્યા હતા. આતંકી કનેક્શન ધરાવતા આ બંને ઈસમોએ મોલવીને રૂપિયા એક કરોડની ઓફર હિન્દુવાદી નેતાઓની હત્યા માટે આપી હતી. મૌલવીની પૂછપરછ માં મળી આવેલી ચેટ અને મોબાઈલ નંબર ડેટાના આધારે ક્રાઈમ બ્રાન્ચની ટીમ દ્વારા ઉડાનપૂર્વક તપાસ હાથ ધરવામાં આવી હતી.
અંબાલાલ પટેલની આ વાત સાંભળી ચોંકી જશો! શું ચોમાસા પહેલા ગુજરાતનમા ત્રાટકશે વાવાઝોડું
ક્રાઈમ બ્રાન્ચ ની તપાસમાં નેપાળ બોર્ડર નજીક આવેલા મુઝફરપુર ખાતેથી શહેનાજ ઉર્ફે મોહમ્મદ અલી મોહમ્મદ સાબીરની ધરપકડ કરવામાં આવી હતી. સ્થાનિક પોલીસને સાથે રાખી સંયુક્ત ઓપરેશન પાર પડાયું હતું. ત્રણ દિવસના ટ્રાન્ઝિસ્ટ રિમાન્ડ મેળવી આરોપીને સુરત લઈ આવવામાં આવ્યો હતો. જે આરોપીને આજરોજ સુરત કોર્ટમાં રજૂ કરી 12 દિવસના રિમાન્ડ મેળવવામાં આવ્યા છે.
દાંડીના દરિયામાં મોટી દુર્ઘટના; એક જ પરિવારના 6 ડૂબ્યા, 2નું રેસ્ક્યૂ, 4 લોકો ગુમ
આરોપી મોહમ્મદ અલી મોહમ્મદ શાબિર ની પૂછપરછ માં મહારાષ્ટ્રના નાંદેડ ખાતે રહેતા 19 વર્ષીય શકીલ સત્તાર શેખ ઉર્ફે રઝા નામના શખ્સ નું નામ સામેં આવ્યુ હતુ. જે શખ્સની પણ મહારાષ્ટ્ર ખાતેથી અટકાયત કરી પૂછપરછ માટે સુરત ક્રાઈમ બ્રાન્ચ ની ટીમ સુરત આવવા માટે રવાના થઈ ચૂકી છે. હિન્દુવાદી નેતાઓની હત્યા માટે આરોપીઓ દ્વારા રેકી પણ કરવામાં આવી હતી. જેની જાણકારી સુરતનો મૌલવી મોહમ્મદ સોહેલ અબુબકર ટીમોલ શહેનાઝ અને પાકિસ્તાનના ડોગર ને આપતો હતો.
Tech Tips: શું ઉનાળામાં તમારો ફોન વધારે ગરમ થાય છે? જાણો ઠંડો રાખવાની ટેકનિક
મહત્વનું છે કે શહેનાઝ ઉર્ફે મોહમ્મદ અલી મોહમ્મદ સાબીરે મૌલવી નો સંપર્ક પાકિસ્તાનના ડોગર સાથે કરાવ્યો હતો. આરોપીઓ દ્વારા સુરતના હિન્દુ નેતા ઉપદેશ રાણાને વિડિયો કોન્ફરન્સ દ્વારા જાનથી મારી નાખવા અંગેની ધમકીઓ આપવામાં આવતી હતી. આ સમગ્ર કેસમાં હમણાં સુધી સાત જેટલા શખ્સો ની પૂછપરછ કરવામાં આવી છે.
અમદાવાદમાં PSIનું દર્દ છલક્યું, કહ્યું;'PIના ત્રાસથી કંટાળી આપઘાતનો વિચાર આવે છે'
આરોપીઓની પૂછપરછ માં જાણવા મળ્યું છે કે ઉપદેશ રાણા ની હત્યા કરવા માટે છેલ્લા બે વર્ષથી તેની રેકી પણ કરવામાં આવતી હતી. જે માટે મૌલવી સતત સોશિયલ મીડિયા પર એક્ટિવ હતો અને તેની સંપૂર્ણ જાણકારી અન્ય આરોપીઓને આપતો હતો. હાલ ક્રાઈમ બ્રાન્ચે આ કેસમાં ઊંડાણપૂર્વકની તપાસ હાથ ધરી છે. જે તપાસમાં વધુ વિગતો બહાર આવવાની શક્યતા રહેલી છે.