મૌલિક ધામેચા/અમદાવાદ: અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે દોઢેક માસ અગાઉ એક હાથી દાંત સાથે પકડેલાં આરોપી પ્રકાશ કાકલિયા ઉર્ફે પ્રકાશ જૈન નામના વેપારીની ફરી અટકાયત કરી છે. આ વખતે તામિલનાડું ફોરેસ્ટ વિભાગે નોંધેલી ફરિયાદ કેસમાં આરોપી પ્રકાશ જૈનની ધરપકડ કરવામાં આવી. આરોપી પ્રાચીન ચીજ-વસ્તુઓ વેચાણ કરવાની આડમાં ગેરકાયદેસર વન્ય પ્રાણીઓના પણ અમૂલ્ય અંગોની તસ્કરી કરેલા ચીજ વસ્તુઓની પણ વેચાણ કરતો. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આ જિલ્લામાં વાવાઝોડાએ વેર્યો વિનાશ: જાણો કમોસમી વરસાદમાં ગુજરાતની સ્થિતિના ભયંકર...


ક્રાઇમ બ્રાન્ચની કસ્ટડીમાં રહેલો આરોપી પ્રકાશ કાકલિયા ઉર્ફે પ્રકાશ જૈન મૂળ બોડકદેવ વિસ્તારમાંનો રહેવાસી છે. જે અગાઉ તામિલનાડુમાં વ્યવસાય કરતો અને હાલ અમદાવાદમાં વેપારી તરીકે એન્ટિક વસ્તુઓ વેચવાનો વેપાર કરતો હતો. અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે પણ અગાઉ રૂ લાખ ની કિંમતના હાથીદત સાથે ધરપકડ કરી વન્ય પ્રાણી સરક્ષણ અધિનિયમ હેઠળ ગુનો દાખલ કર્યો હતો. પરંતુ તામિલનાડુની તિરૂચીરાપલ્લી રેન્જના ફોરેસ્ટ વિભાગે ક્રાઈમ બ્રાન્ચનો સંપર્ક કરતા ક્રાઈમ બ્રાન્ચે આરોપીની ધરપકડ કરી હતી. 


શું તમે પણ બેન્કમાં 2000ની નોટ જમા કરાવી આવ્યા છો તો નુક્સાન પણ જાણી લો


મહત્વનું છે કે તામિલનાડુમાં વર્ષ 2023માં એપ્રિલ માસમાં તેના વિરુદ્ધ હાથીદાથ,વાઘનું ચામડું, હરણના શિંગડા અને શિયાળની પૂંછ તસ્કરી કરેલા મુદ્દામાલને વેચાણ કરવાનો આરોપ લાગ્યો હતો. જેની કરોડો રૂપિયા અંદાજિત કિંમત વસુલી હોય તેઓ સામે આવ્યું હતું. આરોપીની અટકાયત કરી તામિલનાડુના ફોરેસ્ટ વિભાગના અધિકારીઓને સોંપવામાં આવ્યો હતો. આરોપી પ્રકાશ જૈન ગુનાહિત ઇતિહાસની વાત કરીએ તો લગભગ છેલ્લા એક દસકાથી તે વન્ય પ્રાણીઓના અંગ અવશેષોનું ગેરકાયદેસર રીતે વેચાણ કરતો હતો.


દાહોદમાં ફરી પ્રેમ કરવાની તાલિબાની સજા! પરિણીતાની સાડી કાઢી પ્રેમીના માથે બંધાવી


એટલું જ નહીં પ્રકાશ અગાઉ તામિલનાડુમાં વિસ્તારમાં રહેતો હતો તે દરમિયાન જ આ વન્ય પ્રાણીઓના અવશેષોનું વેચાણ કરવાનું શીખ્યો હતો. કુખ્યાત ચંદન ચોર વિરપ્પનના ગામમાં કોલતુર ખાતે પણ પ્રકાશ અવારનવાર જતો હતો અને વિરપ્પનની પત્ની પણ તેને ઓળખતી હોવાની વિગતો પોલીસ તપાસમાં સામે આવી હતી. આરોપી પ્રકાશને જ્યારે પણ હાથીદાંતની કે અન્ય પ્રતિબંધિત વસ્તુઓની જરૂરિયાત ઊભી થાય ત્યારે તામિલનાડુમાં સંપર્ક કરી મંગાવતો. જોકે તાજેતરમાં અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે આરોપીની ધરપકડ કર્યાની વિગત તામિલનાડુ ફોરેસ્ટ વિભાગની ટીમને મળતા ટીમ અમદાવાદ આવી હતી. 


આ માસુમને તરછોડતા કેમ ચાલ્યો હશે જનેતાનો જીવ! અરવલ્લીમાં ખેતરમાંથી મળ્યું નવજાત શિશુ


જેમાં હકીકત સામે આવી કે આરોપી પ્રકાશે અગાઉ 1 વાઘનું ચામડું, 2હાથીદાંત, 2 હરણના શિંગડા અને શિયાળની પૂછ પણ મંગાવી હોવાથી તેના વિરુદ્ધ ગુનો નોધાયેલો. જેને પગલે તામિલનાડુ ફોરેસ્ટ વિભાગ ના રીચી રેન્જ દ્વારા વન્ય પ્રાણી સંરક્ષણ અધિનિયમ 1972 મુજબ કલમ બે 39 બી 44 અને 49 બી 50 51 મુજબનો ગુનો દાખલ કર્યો હતો જોકે હવે આ કેસમાં અગાઉ પકડાયેલા આરોપીઓ અને પ્રકાશ જૈની પૂછપરછ દરમિયાન શું નવા ખુલાસાઓ સામે આવે છે તે જો રહ્યું હાલ તો આરોપી પ્રકાશને તામિલનાડુ ફોરેસ્ટ વિભાગને સોંપવામાં આવ્યો છે.


ખાટલામાં હોય એ બાપ બનશે! 82 વર્ષના એક્ટર ચોથી વખત પિતા બનશે, HOT ગર્લફ્રેન્ડ 53 વર્