અમદાવાદથી ગાંધીનગર સુધી પહોંચ્યો નકલી જજ અને નકલી કોર્ટના કારનામાનો રેલો
રાજ્યમાં નકલીનો રાફડો ફાટ્યો છે, ત્યારે નકલી પોલીસ અને અધિકારીઓ બાદ નકલી કોર્ટ પકડાતા ખળભળાટ મચી જવા પામ્યો છે. અમદાવાદમાં હવે નકલી કોર્ટ પકડાઈ છે. જેમાં આર્બિટ્રેટર બની અનેક નકલી ઓર્ડર અપાયા હોવાનો ખુલાસો થયો છે. મોરિસ સેમ્યુઅલ ક્રિશ્ચયન નામના વ્યકિતએ નકલી ઓર્ડર આપ્યા છે.