મયુર સાંધી/સુરેન્દ્રનગર :સુરેન્દ્રનગર જિલ્લામાંથી હૃદય કંપી ઉઠે તેવો કિસ્સો સામે આવ્યો છે. સુરેન્દ્રનગરના નવાગામમાં માતાએ જ 9 માસની બાળકીની હત્યા કરી હતી. પહેલા માતાએ 9 માસની બાળકીને ગળે ફાંસો આપી મોતને ઘાટ ઉતારી હતી. બાદમાં પોતે પણ ગળેફાંસો ખાઈ જીવન ટુકવ્યું છે. માતા અને પુત્રી બંનેના મોત નિપજ્યા છે. ઘરનો ઝઘડો અને સંયુક્ત પરિવારમાંથી અલગ રહેવાની ઘેલછામાં માતા-પુત્રીની જિંદગી હોમાઈ છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

થાનના નવાગામની આ ઘટના છે. ભાવુબેન વિઠ્ઠલભાઈ ડાભી નવાગામના બંધપરા વિસ્તારમાં પતિ, સાસુ-સસરા તથા 9 મહિનાની દીકરી નિહારીકા સાથે રહેતા હતા. ભાવુબેન પોતાના પતિ અને દીકરી સાથે અલગ ઘર વસાવવા માંગતા હતા, અને સાસુ-સસરાથી છુટા થવા માંગતા હતા. આ મામલે તેઓ લાંબા સમયથી જીદે ચઢ્યા હતા. પરંતુ પતિ વિઠ્ઠલભાઈ માતાપિતાથી અલગ રહેવા માંગતા ન હતા. તેઓએ આ મામલે પત્નીને સમજાવ્યુ હતુ. પરંતુ તે માનતા ન હતા. તેઓ અલગ રહેવા જવાની જીદે ચઢ્યા હતા. આ વાતનો કોઈ ઉકેલ ન આવતા અને પતિ અલગ રહેવા ન માનતા ભાવુબેન ગુસ્સે ભરાયા હતા. તેમની આ જીદે આખા પરિવારને વેરવિખેર કરી નાંખી.


આ પણ વાંચો : મોટી દીકરી ભાગી ગઈ, નાની દીકરીએ પરિવારની લાજ સાચવી... લીલાં તોરણે જાન પાછી વળે તે પહેલાં વરરાજાને પરણી


ભાવુબેને મનદુખ થતા તેમણે પોતાની 9 મહિનાની દીકરીને મોત આપી પોતે મોત વ્હાલુ કર્યુ હતું. તેઓએ પહેલા દીકરીને ગળે ફાંસો આપ્યો હતો, ત્યાર બાદ પોતે પણ ગળે ફાંસો ખાધો હતો. પતિ અને સાસુ-સસરા ઘરે ન હોઈ એકલતાનો લાભ લઈ તેઓએ મોત વ્હાલુ કર્યુ હતું. બંનેને સારવાર માટે તાત્કાલિક હોસ્પિટલમાં ખસેડાયા હતા. પરંતુ બંનેના મોત નિપજ્યા હતા. 


આ બનાવથી થાન ગામમાં ચકચાર મચી ગઈ હતી. ઉલ્લેખનીય છે કે, અલગ પરિવાર બનાવવાની ઘેલછામાં આજે અનેક પરિવારો વેરવિખેર થઈ રહ્યાં છે. એક મહિલાની જીદને કારણે એક માસુમ બાળકીની જિંદગી હોમાઈ છે. તથા આખો પરિવાર તૂટી ગયો છે. આજના સમયમાં સંયુક્ત પરિવાર તૂટી રહ્યાં છે. જે સમાજ માટે મોટી સમસ્યાની વાત છે. 


આ પણ વાંચો : 


તમારો જૂનો નંબર તાત્કાલિક કેન્સલ કરાવજો, નહિ તો આવી રીતે તમારું બેંક એકાઉન્ટ સાફ થઈ જશે