ઉમેશ પટેલ/વલસાડ :વલસાડ જિલ્લાના બગવાડા નજીકથી રોકડ રકમ એકઠી કરી અને બેંકમાં જમા કરાવવાની જવાબદારી ધરાવતી એક ખાનગી એજન્સીના કર્મચારી પાસેથી રૂપિયા 28 લાખથી વધુની લૂંટની દાખલ થયેલી ફરિયાદનો વલસાડ જિલ્લા પોલીસે ગણતરીના કલાકોમાં જ ઉકેલી કાઢયો છે. આ મામલામાં પોલીસે લૂંટ (loot) નું તરકટ રચનાર ખુદ ફરિયાદી અને તેના બે સાગરીતોની ધરપકડ કરી સળિયા પાછળ ધકેલી દીધા છે. લૂંટ થયેલી 28 લાખથી વધુ રૂપિયાની રોકડ રકમ પણ પોલીસે કબજે કરી આરોપીઓ વિરુદ્ધ કાયદેસર (crime news) ની કાર્યવાહી હાથ ધરી છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

વલસાડ જિલ્લાના બગવાડા સારણ રોડ પર એક બાઇક ચાલક સ્લીપ થઈ જતા તે રોડ પર  પટકાયો હતો. આ સમય હેલ્મેટ પહેરેલા બે લૂંટારૂઓએ તેની પાસે રહેલી રૂપિયા 28 લાખથી વધુની રકમની લૂંટ કરી અને ઘટના સ્થળેથી ફરાર થઇ ગયા હોવાની ફરિયાદ વલસાડ જિલ્લાના પારડી પોલીસ સ્ટેશનમાં નોંધાઈ હતી. આથી પોલીસે આ મામલામાં ઊંડાણપૂર્વક તપાસ હાથ ધરી હતી. ફરિયાદી દર્શન રાજેશ માયાવંશી સિસ્કો નામની એક ખાનગી એજન્સીમાં કામ કરતો હતો. આ એજન્સી વલસાડ જિલ્લાના રેલવે સ્ટેશનો અને અન્ય ગ્રાહકો પાસેથી મોટી રકમ એકઠી કરી અને ત્યારબાદ તે બેંકમાં જમા કરાવવાની ફરજ બજાવતો હતો. એજન્સી તરફથી મોટેભાગે દર્શન માહ્યાવંશી  નામનો કેશિયર કેશ કલેક્શનનું કામ કરતો હતો. 


આ પણ વાંચો : ક્યારેય જાડી નથી થતી કોરિયન યુવતીઓ, બલાની સુંદરતા અને પાતળી કાયા પાછળ છે આ રહસ્ય 


બનાવ વખતે પણ તે  રૂપિયા 28 લાખથી વધુની રોકડ રકમનું કલેક્શન કરી અને વાપીની એક બેંકમાં જમા કરાવવા જઈ રહ્યો હતો. એ વખતે જ બગવાડા સારણ રોડ પર તેનું બાઈક સ્લીપ થઈ ગયું હતું અને તે નીચે પટકાયો હતો. એ વખતે જ હેલ્મેટ પહેરેલા બે લૂંટારૂઓ ત્યાં પહોંચ્યા હતા અને તેની પાસેથી રૂપિયા 28 લાખથી વધુની રોકડ રકમ ભરેલી બેગની લૂંટ કરીને ફરાર થઈ ગયા હોવાની વાત કરી હતી. આ બાબતની  પારડી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ કરી હતી. આમ લાખો રૂપિયાની લૂંટની ફરિયાદ દાખલ થતા જિલ્લાભરના પોલીસના ઉચ્ચ અધિકારીઓ તાત્કાલિક સ્થળ પર પહોંચી અને ઉંડાણપૂર્વક તપાસ હાથ ધરી હતી. 


ગુનાનો ભેદ ઉકેલવા વલસાડ જિલ્લા એસ.ઓ.જી અને એલ.સી.બી પોલીસ સાથે પારડી પોલીસે પણ તપાસ હાથ ધરી હતી. જો કે ફરિયાદ દાખલ થતાં જ ફરિયાદીના વર્તન પરથી પોલીસને ફરિયાદી પર શંકા ગઈ હતી. આથી પોલીસે આગવી ઢબે ફરિયાદીની પૂછપરછ કરતાં ગણતરીના કલાકોમાં જ આ લૂંટનો ભેદ ઉકેલાયો હતો અને જે રહસ્ય બહાર આવ્યું તે જાણીને ખુદ પોલીસ પણ ચોંકી ગઈ હતી. કારણકે સિસ્કો નામની આ એજન્સીના કેશિયર દર્શન માહ્યાવંશી સાથે હકીકતમાં કોઈ લૂંટ થઇ જ ન હતી. પરંતુ  ફરિયાદીએ જ તેના અન્ય બે સાગરિતો સાથે મળી અને લૂંટનું તરકટ રચ્યું હતું.


આ પણ વાંચો : કોરોનામાં 2865 દર્દીઓની સારવાર કરનાર વડોદરાની ડો.સોનિયા દલાલે મોટો ધડાકો કર્યો 


લૂંટના કિસ્સામાં ફરિયાદીની જુબાની અને તેના વર્તનને પહેલી જ નજરે પોલીસ પારખી ગઈ હતી. જેથી આગવી ઢબે પૂછપરછ કરતા ખુદ ફરિયાદી દર્શન માહ્યાવંશીએ જ વટાણા વેરી નાંખ્યા હતા. આથી પોલીસે લૂંટની આ ખોટી ફરિયાદ દાખલ કરનાર ફરિયાદી દર્શન માહ્યાવંશી અને દહેરીના ગોવાડા ગામના ફરિયાદીના અન્ય સાગરિતો નૈતિક અને મનીષ માહ્યાવંશી એમ ત્રણેય આરોપીઓની ધરપકડ કરી હતી અને તેમની પાસેથી લૂંટની 28 લાખથી વધુ રૂપિયાની રોકડ રકમ કબજે કરવામાં સફળતા મળી હતી. 


આમ ફરિયાદી દર્શન માયાવંશીએ દેવું વધી જતાં રૂપિયાની લાલચમાં તેના અન્ય સાગરિતો સાથે મળી અને લૂંટનું તરકટ રચ્યું હોવાનું પોલીસ સમક્ષ કબૂલી લીધું હતું. આથી પોલીસે આ ત્રણેય આરોપીઓની ધરપકડ કરી તેમના વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.