ગુજરાતમાં ફરી એક્ટિવ થયો દુષ્કર્મી આસારામ! તિરંગા યાત્રાની આડમાં કરાયો પ્રચાર
ગુજરાતમાં ફરીવાર દુષ્કર્મી આસારામ એક્ટિવ થયો છે. જી હાં ગાંધીનગરની તિરંગા યાત્રામાં દુષ્કર્મી આસારામનો ટેબ્લો નિકળ્યો હોવાનું સામે આવ્યું છે. તિરંગા યાત્રાની આડમાં દુષ્કર્મી આસારામનો પ્રચાર કરવામાં આવ્યો છે.
ઝી બ્યુરો/ગાંધીનગર: ગુજરાતમાં ફરી દુષ્કર્મી આસારામ એક્ટિવ થયો હોવાના સમાચાર મળી રહ્યા છે. ગાંધીનગરની તિરંગા યાત્રામાં દુષ્કર્મીનો ટેબ્લો નીકળ્યો હતો. જેના કારણે વિવાદ વકર્યો છે. દુષ્કર્મી આસારામના ફોટો સાથે ફરી તિરંગા યાત્રામાં જોવા મળ્યો હતો. દુષ્કર્મી આસારામના સમર્થકોએ તિરંગા યાત્રા કાઢી હતી. તિરંગા યાત્રાની આડમાં આસારામનો પ્રચાર કરાયો હોવાની વાત સામે આવી છે.
અ'વાદથી મુંબઈ જતી ડબલ ડેકર ટ્રેનમા દુર્ઘટના! 7 ડબ્બા છૂટા પડ્યા, મુસાફરોના જીવ અધ્ધર
ગુજરાતમાં ફરીવાર દુષ્કર્મી આસારામ એક્ટિવ થયો છે. જી હાં ગાંધીનગરની તિરંગા યાત્રામાં દુષ્કર્મી આસારામનો ટેબ્લો નિકળ્યો હોવાનું સામે આવ્યું છે. તિરંગા યાત્રાની આડમાં દુષ્કર્મી આસારામનો પ્રચાર કરવામાં આવ્યો છે. મહત્વનું છે કે જેલવાસના 11 વર્ષ પછી દુષ્કર્મી આસારામને કોર્ટમાંથી જામીન મળ્યા છે. ત્યારે દુષ્કર્મીને જામીન મળતાની સાથે જ તેના સમર્થકો એક્ટિવ થઈ ગયા છે.
Ambalal Patel: આ ઘાતક આગાહીને કારણે લોકોમાં ફફડાટ!! ગુજરાતમાં શું થશે એ મોટી ચિંતા?
ગાંધીનગરમાં જ દુષ્કર્મી આસારામના સમર્થકોએ 15મી ઓગસ્ટ નિમિત્તે તિરંગા યાત્રા કાઢી, આ તિરંગા યાત્રામાં આસારામના ટેબ્લો સાથે તેના ફોટોનો પણ પ્રચાર કરાયો. કોર્ટ દ્વારા આસારામને દુષ્કર્મી જાહેર કરાયો છે. ત્યારે બીજી તરફ એક દુષ્કર્મીનો આ પ્રકારનો પ્રચાર કેટલો યોગ્ય ગણી શકાય.
ઘર બનાવવા મુદ્દે થયેલી માથાકૂટમાં આધેડનો ભોગ લેવાયો! રાણીપના ઠાકોર વાસમાં બનેલી ઘટના