Vadodara News હાર્દિક દિક્ષીત/વડોદરા : વડોદરા શહેરના ભાયલી વિસ્તારમાં આવેલા એક ફળિયામાં લોકો પોતાના ઘરની બહાર નીકળતા પણ થરથર ધ્રૂજે છે. આની પાછળનું કારણ જાણશો તો તમે પણ ફફડી જશો. ભાયલીમાં વસવાટ કરતા લોકોને કોઈ ચોર લુંટારુંનો ડર નથી, છતાં અહીંના લોકો ભયના ઓથાર હેઠળ જીવી રહ્યા છે. રાત્રે તો ઠીક દિવસે પણ અહીના રોડ રસ્તા હોય કે પછી ગલીઓ હંમેશા સુમસાન જોવા મળે છે. જાણે કરફ્યુ લાગી ગયું હોય તેમ લોકો પોતાના ઘરની બહાર નીકળતા નથી અને બસ ઘરના દરવાજામાંથી બહાર જોયા કરે છે. હવે લોકોમાં આટલો ડર કઈ વાત નો છે એ જાણશો તો તમે પણ કહેશો બાપ રે.....


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

વડોદરા એ મગરોની નગરી કહેવાય છે. અહીં વચ્ચેથી વહેતી વિશ્વામિત્રી નદીના કોતરોમાં મગરો રખડતા દેખાય છે. પરંતું આ મગરો હવે રહીશો માટે ત્રાસદાયી બન્યા છે. વોડદરા શહેરનો એક એવો વિસ્તાર કે જ્યાં લોકો ઘરમાં પુરાઈ રેહવા મજબૂર બન્યા છે. આ વિસ્તાર છે ભાયલી. ભાયલીની ગલીઓ રાત્રે તો ઠીક દિવસે પણ સૂમસામ લાગે છે. ભાયલીના એક ફળિયાને મગરે પોતાનું ઘર બનાવ્યું છે. દસ ફૂટનો મહાકાય મગર આ વિસ્તારની ગલીઓમાં બિન્દાસ્ત લટાર મારે છે. આ મહાકાર મગર ગમે ત્યારે લોકોના ઘર આંગણે આવી પહોંચે છે. આ કારણે ફળિયાના દરેક લોકોને પોતાના ઘરના દરવાજા પાસે આડસ મુકવાની ફરજ પડી છે. છેલ્લા 4 દિવસથી બાળકો કે વૃદ્ધો ઘરની બહાર નીકળતા ડરે છે. જોકે, અહી એક નહિ બલ્કે, ચાર મગર હોવાની લોકોમાં ચર્ચા છે. વહેલી તકે મગરનું રેસ્ક્યુ કરવા સ્થાનિકોની માંગ છે. 


પીનારાને નશો થઈ જાય તેવી ચા બનાવે છે આ સુરતી, ચામાં નાંખે છે જાતજાતના ફળો


આમ તો વડોદરા શહેરને મગરોની નગરી કહેવાય છે. એક સમય એવો હતો કે અહીંયા વસવાટ કરતા મગરો માણસોથી ટેવાયેલા હતા. પરંતુ હવે એવું નથી. હવે સમય બદલાયો છે અને મગર તેમજ માણસોનો સ્વભાવ પણ બદલાયો છે. 


ત્યારે મગરોની નગરી કહેવતા વડોદરા શહેરના ભાયલી વિસ્તારમાં તો ખુદ મગરે નાગરિકોના વસવાટ વચ્ચે પોતાનું ઘર બનાવી દીધું છે. આ કોઈ નાની વાત નથી. કારણ કે દસ ફૂટનો મહાકાય મગર મન ફાવે ત્યારે વિસ્તારની ગલીઓમાં લટાર મારતો નજરે ચડે છે. જેના કારણે સ્થાનિક લોકોનું રાત્રે તો ઠીક પરંતુ દિવસે પણ પોતાના ઘરની બહાર નીકળવું મુશ્કેલ બન્યું છે. 


ગુજરાતના આ પાટીદાર શિક્ષક વિદ્યાર્થીઓના છે ફેવરિટ સર, તેમનો ક્લાસ આવે મજા પડી જાય છે


સ્થાનિક લોકોના જણાવ્યા અનુસાર અહી દસ ફૂટનો એક નહિ બલ્કે 4 જેટલા મગરો વસવાટ કરતા હોવાનું સામે આવ્યું છે. ઘણી વાર તો મહાકાય મગર લટાર મારતાં મારતાં લોકોના ઘર સુધી આવી પોહચે છે. જેના કારણે અહીંના વૃદ્ધો તેમજ બાળકોએ છેલ્લા ઘણા દિવસોથી પોતાના ઘરની બહાર જ નીકળવાનું બંધ કરી દીધું છે. 


મહાકાય મગર તેમના ઘરમાં ન ઘૂસી જાય તેના માટે લોકો હંમેશા પોતાના ઘરના દરવાજા બંધ જ રાખે છે. તો વળી કેટલાક લોકો એ તો પોતાના ઘરની બહાર લાકડાની આડસ પણ મુકાવી દીધી છે. ઉલ્લેખનીય છે કે ભાયલીના આ ફળિયામાં મગરોએ પોતાનું વર્ચસ્વ જમાવી દીધું છે, ત્યારે વહેલી તકે આ મગરોનું રેસ્ક્યું કરી અહીથી દૂર કરવામાં આવે તેવું સ્થાનિકોમાં માંગ ઉઠી છે.


ખુશખબરી છે ખુશખબરી! પેટ્રોલ-ડીઝલ ઘટવાના આ સમાચારથી લોકો મોજમાં આવી ગયાં