જેતપુર: આ વર્ષે અતિવૃષ્ટી સાથેના સારા વરસાદને લઈને ખેડૂતોના બોર કૂવા છલકાઈ જવાં પામ્યાની સાથે રવી પાકનો વાવેતરનો વ્યાપ વધ્યો હતો અને રવી પાકમાં જેતપુર પંથકમાં આ વર્ષે વાવેતર થયેલા ઘઉં, ચણા, લસણ, ડુંગળી, ધાણા,જીરૂ, સહિતના પાકોના અઢળક ઉત્પાદન જોવા મળ્યું છે. જેમને લઈને જેતપુર માર્કેટ યાર્ડ ઘઉં, ચણા, લસણ, ડુંગળી, ધાણા, જીરૂ, મરચા સહિતની જણસીઓથી ઉભરાઈ જવા પામ્યું છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આ વર્ષે જેતપુર માર્કેટ યાર્ડમાં સતાધીશોના જણાવ્યા મુજબ વધુ પડતી જણસીઓની આવકને લઈને વારંવાર યાર્ડમાં અમુક જણસીઓની આવકો બંધ કરવી પડે છે. હાલમાં જેતપુર માર્કેટ યાર્ડના સતાધીશોના જણાવ્યા મુજબ આ વર્ષે જેતપુર માર્કેટમાં ગત વર્ષની સરખામણીમાં જુદીજુદી જણસીઓની દોઢી આવકો જોવા મળી છે.


જેતપુર માર્કેટ યાર્ડ ભલે ખેડૂતોના આવેલ ઘઉં, ચણા, લસણ, ડુંગળી, ધાણા, જીરૂ, મરચા સહિતની જણસીઓથી ઉભરાઈ જવા પામ્યું છે. પરંતુ ખેડૂતોને ખેતીમાં વધતા જતાં ખાતર, દવા, ડીઝલ અને મજૂરીના દરોની સાથે પોતાના માલના પોષણક્ષમ ભાવો મળતા ન હોવાથી ખેડૂતોને ખેત ઉત્પાદનમાં હાલમાં તો સોના કરતા ઘડામણ મોંઘું જેવી હાલત થઈ છે. જેમને લઈને જેતપુર માર્કેટ યાર્ડમાં પોતાનો માલ વહેંચવા આવતા ખેડૂતો પોતાની જણસીઓના પોષણક્ષમ ભાવો મળે તેવી માંગ પણ સરકાર પાસે કરી રહ્યાં છે.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube