મૌલિક ધામેચા/અમદાવાદ: અમરેલીમાંથી મોડી રાત્રે ઉપડેલી એક ખાનગી ટ્રાવેલ્સ બસમાં આંગડિયાના કર્મચારીઓ બેઠા હતા. જેમને લૂંટના ઇરાદે કેટલાક શખ્સોની ટોળકીએ ટાર્ગેટ કરીને કરોડો રૂપિયાના ડાયમંડ સહિતના દાગીનાની લૂંટ ચલાવી ફરાર થઇ ગયા હતા. ગઈકાલે રાત્રે 2:30 વાગ્યાના સુમારે આ બનાવ અમદાવાદ જિલ્લાના વટામણ પાસે બસની આગળ ફિલ્મ સ્ટાઇલે આવીને કાર રોકી અને આંગળીયા પેઢીના કરોડોના ડાયમંડના પેકેટ વળી બેગ ભરીને ત્યાંથી નીકળી ગયા હતા. આ ગુજરાતની પોલીસમાં હાઈવે રોબરી થઈ હોવાની કંટ્રોલ મેસેજ થયા બાદ પોલીસ હાઇવે પર આવી ગઈ હતી. આખી રાત ઓપરેશન થયા બાદ આણંદમાં એક ફાર્મ હાઉસ પાસેથી આ ગેંગના ત્રણ આરોપીઓ પકડાયા અને ત્યારબાદ આખા રેકેટનો પર્દાફાશ થયો હતો.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

સુરતના એક ડાયમંડના વેપારીએ અમરેલીમાં  મોકલેલા આ ડાયમંડ આંગડિયા મારફતે મંગાવ્યા હતા. આ કામગીરી માત્ર એક દિવસની હોય તેવું ન હતું. રોજ રોજ ટ્રાવેલ્સ બસમાં આંગડિયા પેઢીના કર્મચારીઓ બેગમાં આ રીતે કરોડો રૂપિયાના ડાયમંડ લઈને જાય છે તેમની પાસે કોઈ સુરક્ષા હોતી નથી. આ વાત પોલીસની સાથે ગુનેગારોને પણ ખબર છે.  


બનાવ અંગેની વિગતે વાત કરીએ તો મંગળવાર રાત્રે અમરેલીની ખાનગી બસ ઉપડી રોજની જેમ કર્મચારીઓની સાથે લૂંટારુંઓ પણ બસમાં ગોઠવાઈ ગયા. રોજ કરોડો રૂપિયાના ડાયમંડની અવરજવર કરતા આંગડિયા પેઢીઓને સહેજ પણ ખ્યાલ ન હતો કે થોડીવાર પછી તેમની સાથે શું થવાનું છે. 



આ બસમાં દિવાળીનો તહેવાર હોવાથી સુરત તરફ જતી સંખ્યા ઓછી હતી એટલે બસમાં અજાણ્યા 10 લોકો પણ સવાર થઈ ગયા હતા જો પોતાની સાથે ત્રણ હથિયાર લઈને બસમાં ગોઠવાઈ ગયા હતા. પરંતુ બસ શરૂ થઈ ત્યારથી તેઓ મધ્યરાત્રી થાય એટલે કે બે સવા બે વાગ્યાનો સમય થાય ત્યારે જ તેને ટાર્ગેટ કરવાનું નક્કી કર્યું . આ આરોપીઓની સાથે અન્ય શખ્સો બસનો પીછો કરી રહી હતી જે કારે અમદાવાદ જિલ્લાના વટામણ પાસે આ બસને આતરી હતી. 


ફિલ્મી સ્ટાઇલ એ કોઈ બસની આગળ કાર આવીને ઊભી રહી જતા ડ્રાઇવર પણ ગભરાઈ ગયો હતો. એટલા દરમિયાન બસની અંદર ગુનેગારોએ પોતાનું કામ શરૂ કરી દીધું હતું તેણે આંગડિયા પેઢીના કર્મચારીઓને અત્યારે બતાવીને તેના ચોરી લીધા હતા અને બે થેલા લઈને તેઓ ત્યાંથી ગુનેગારો કાર લઈને આવ્યા હતા તેમાં બેસીને રવાના થઈ ગયા હતા. 


પ્રાપ્ત વિગતો અનુસાર બેગોમાં અઢીસો પેકેટ ડાયમંડ ભરેલા હતા. જેની કરોડો રૂપિયા કિંમત અંદાજીત આંકી શકાય છે. આ ડાયમંડ લૂંટ માટે સુરતના એક વ્યક્તિએ મહારાષ્ટ્રના ગુનેગારો દ્વારા અંજામ આપવા માટે તૈયાર કર્યા હતા. જે માટે તેમને બે લાખ રૂપિયા પણ નક્કી કર્યું હતું. ત્યારબાદ લૂંટની રકમ માંથી ભાગ આપવાનું નક્કી કરવામાં આવ્યો હતો નિશ્ચિત કરેલા સમયમાં આખું લૂંટનું કાવતરાને અંજામ આપીને આરોપીઓ ફરાર થઇ ગયા. ત્યારે જ અમદાવાદ જિલ્લા એસપીની ટીમ તેમજ આણંદ જિલ્લા એસપીની ટીમે નાકાબંધી ગોઠવી અને આણંદ પાસેના એક ફાર્મ હાઉસમાં ત્રણ આરોપીઓ આંગડિયા પેઢીના પાર્સલ ખોલી રહ્યા હતા ત્યારે પોલીસ પહોંચી ગઇ હતી. 


જોકે ત્યાં બીજા આરોપીઓ ખેતરમાં ભાગવા લાગ્યા ત્યારે ચારે બાજુથી પોલીસી ટીમ મેં તેમને ઘેરીને તમામ લૂંટનો મુદ્દામાલ રિકવર કર્યો છે અને આરોપીઓની ધરપકડ કરી છે. માનવામાં આવેલું છે કે આ કાવતરું છેલ્લા એકાદ મહિના પહેલા રચાયું હતું અને દિવાળી સમયે તેની અંજામ આપવા માટે પ્લાનિંગ થયો હતો. પરંતુ પોલીસની સતર્કતાના કારણે તે આરોપીઓની ધરપકડ કરી લૂંટમાં ગયેલો તમામ મુદ્દામાં કબજે કરવામાં આવે છે ત્યારે અન્ય ફરાર આરોપીઓને ઝડપી લેવા સ્થાનિક પોલીસે છકડો ગતિમાન કર્યા છે.