Gujarat Election 2022: સુરતની બાર વિધાનસભા બેઠકો પર ઉમેદવારી કરનાર ભાજપ કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીના તમામ ઉમેદવારો પૈકી સૌથી વધુ ધનવાન ઉમેદવાર ઉત્તર બેઠકના ભાજપાના કાંતિ વલ્લર છે, જ્યારે આમ આદમી પાર્ટીના ઉમેદવાર ધાર્મિક માલવીયા પાસે સૌથી ઓછી મિલકત છે. આપના ઉમેદવાર અલ્પેશ કથીરિયા એલએલએમની ડિગ્રી ધરાવે છે. બીજી બાજુ ભાજપના હર્ષ સંઘવી માત્ર નવ પાસ છે,.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

સુરત ઉત્તર વિધાનસભા બેઠકના ઉમેદવાર કાંતિભાઈ બલરનો અભ્યાસ ધો.4 સુધીનો છે. તેઓ બીજી વખત ભાજપના મેન્ડેટ સાથે ચૂંટણી લડી રહ્યા છે. પરંતુ સુરતની 16 વિધાનસભા બેઠક પરના તમામ ઉમેદવારો કરતા સૌથી વધુ ધનીક ઉમેદવાર છે. કાંતિભાઈ પાસે કુલ 54.14 કરોડ રૂપિયાની સંપતિ છે. જેમાં 74.59 લાખની જંગમ મિલકત, પત્ની પાસે 2.83 કરોડની જંગમ મિલકત આ ઉપરાંત જમીન, મકાન સહિત અન્ય મિલકતોની કિંમત 54.10 કરોડ રૂપિયા સાથે પતીના નામે સરથાણામાં દોઢ કરોડની જમીન છે.


શહેરના કોંગ્રેસના ઉમેદવારો લાખોપતિ
સુરત શહેરની ચોર્યાસી બેઠકના કોંગ્રેસના ઉમેદવાર કાંતિભાઈ પટેલ પાસે 66 લાખની મિલકતો છે. કરંજના ઉમેદવાર ભારતીબેન પટેલ પાસે 21 લાખની મિલકતો છે. ઉત્તરના ઉમેદવાર  અશોકભાઈ પટેલ પાસે 2.70 કરોડની મિલકતો છે. મજુરાના ઉમેદવાર બળવંત જૈન પાસે 1.23 કરોડની મિલકતો છે. વરાછાના પ્રફુલ તોગડિયા પાસે 89 લાખની મિલકતો છે. ઉધનાના ધનસુખ રાજપુત પાસે 9.88કરોડની મિલકતો છે. સુરત પૂર્વના અસલમ સાઈકલવાલા પાસે 14 લાખની મિલકતો છે તથા કતારગામ વિધાનસભાના કોંગ્રેસના ઉમેદવાર 8 કલ્પેશ વરિયા પાસે 14 લાખની રોકડ, જ્વેલરી, શેર સહિતની સ્થાવર અને જંગમ મિલકતો છે.


ઘોઘારીની મિલકત 3.34 કરોડ ઘટી, જ્યારે કુમારભાઈની 60 લાખ ઘટી
વરાછા વિધાનસભાના કુમારભાઈ કાનાણી તથા કરંજ વિધાનસભામાંથી ભાજપ પક્ષના ઉમેદવાર પ્રવિણભાઈ ઘોઘારીની આવકમાં ઉત્તરોત્તર ઘટાડો થયો છે. જેમાંથી વધુ આવક કરંજના ઉમેદવાર પ્રવીણ ઘોઘારીની ઘટી છે. પ્રવીણ ઘોઘારી પાસે વર્ષ 2017માં કુલ 4.20 કરોડની જંગમ મિલકતો પ્રવીણભાઈ ઘોઘારી હતી તે વર્ષ 2022માં સીધી 3.34 ઘટી ગઈ છે. આ સાથે તેમની પાસે 2017માં બે કાર હતી જે 2022માં એક કાર થઈ ગઈ. જો કે 2017માં હાથ પર રોકડ 9 લાખની હતી, જે 2022માં વધીને 72 લાખ સુધી થઈ હતી. જ્યારે વરાછાના ઊમેદવાર કિશોરભાઈ કાનાણી પાસે વર્ષ 2012માં 1.33 કરોજની જંગમ મિલકતો હતો જે 2022માં ઘટીને સીધી 73 લાખની થઈ ગઈ છે. તેમની પાસે 2017 માં હાથ પર રોકડ 11 લાખની હતી. જે 2022માં વધીને 27 લાખ થઈ ગઈ હતી.


સુરતમાં 6 ઉમેદવારો ધો.5 થી 10 પાસ 
વરાછા વિધાનસભાના કોંગ્રેસના ઉમેદવાર પ્રફુલ તોગડિયા ધો.5 પાસ છે. વરાછાના ભાજપના ઉમેદવાર કુમારભાઈ કાનાણી ધો.9 પાસ છે. જ્યારે સુરત ઉત્તરના આપના ઉમેદવાર મહેન્દ્ર નાવડિયા ધો.9 પાસ, ઉત્તરના જ કોંગ્રેસના ઉમેદવાર અશોકભાઈ પટેલ ધો.9 પાસ, મજુરા વિધાનસભાના ભાજપના ઉમેદવાર હર્ષ સંઘવી ધો.9 પાસ, સુરત પૂર્વના કોંગ્રેસના ઉમેદવાર અસલમ સાઈકલવાલા ધો.10 પાસ છે.


સૌથી વધુ પોલીસ ફરિયાદ આમ આદમી પાર્ટીના પ્રદેશ પ્રમુખ પર..
સુરત શહેરની 12 વિધાનસભા બેઠકો પર ભાજપ કોંગ્રેસ અને આપના ઉમેદવારોના ભરવામાં આવેલી હેપી ડેબિટમાં ભાજપના 1 ઉમેદવાર સામે કોંગ્રેસના 1 ઉમેદવાર સામે જ્યારે આપના 9 ઉમેદવારો સામે વિવિધ પોલીસ મથકોમાં ફરિયાદ નોંધાઈ છે. સૌથી વધુ પોલીસ ફરિયાદ આમ આદમી પાર્ટીના પ્રદેશ પ્રમુખ ગોપાલ ઇટાલીયા સામે છે. તેમની સામે 17 જેટલી ફરિયાદો છે.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube