મૌલિક ધામેચા, અમદાવાદઃ મુંદ્રા પોર્ટ ખાતે એક સંદિગ્ધ કન્ટેનર છેલ્લા દોઢ બે મહિનાથી પડેલ હતું અને તેમાં માદક પદાર્થનો જથ્થો હોવાની શકયતા હતી. આ કન્ટેનર મુંદ્રાથી પંજાબ ખાતે ડીલીવરી થનાર છે. આ બાતમી આધારે ગુજરાત ATSની ટીમે સંદિગ્ધ કન્ટેનર અંગેની સચોટ માહિતી જેવીકે, શીપ લાઈનર, કન્સાઈની કંપની, સપ્લાયર કંપની વિગેરે મેળવવામાં આવી. જે આધારે સોમવારે રાત્રી દરમિયાન ગુજરાત ATSની ટીમે મુંદ્રા ખાતે તપાસ શરૂ કરી હતી. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

1 ગુજરાત ATSએ મુન્દ્રા કન્ટેઇનરને શોધતા સંદિગ્ધ કન્ટેનર ઓલ કાર્ગો CFS (કન્ટેઇનર ફેઇટ સ્ટેશન) ખાતે લોકેટ કરી કન્ટેનર ઝડતી લેતા તેમાં લગભગ 4 હજાર KG કાપડ હોવાનું પ્રાથમિક રીતે જાણવા મળેલુ. જે 540 કાપડના રોલમાં વીંટાળેલ હતું. કાપડના રોલ્સની ઝીણવટભરી તપાસ કરતા આ તમામ રોલ પૈકી 64 રોલની અંદર છુપાવેલ કુલ 75 કિલો 300 ગ્રામ માદક પદાર્થ શોધી કાઢ્યો હતો.  F.S.L મારફતે પરીક્ષણ કરાવતા મળી આવેલ માદક પદાર્થ હાઈ પ્યોરીટીનો હેરોઇન હોવાનું જાણવા મળ્યું. જેની આંતરરાષ્ટ્રીય બજાર કિંમત ₹ 376.5 કરોડ આકવામાં આવી રહી છે. આ હેરોઈનનો જથ્થો ATS, તથા પંજાબ પોલીસની ટીમે શોધી કાઢતા તને જપ્ત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.


આ પણ વાંચોઃ Gujarat Election 2022: કોંગ્રેસે શરૂ કરી ચૂંટણીની તૈયારી, અશોક ગેહલોતને ગુજરાતમાં ફરી મહત્વની જવાબદારી મળી


પોલીસ તરફથી મળતી પ્રાપ્ત માહિતી અનુસાર આ ડ્રગ્સનો જથ્થો UAEના અજમાન ફ્રી ઝોનમાં આવેલ ગ્રીન ફોરેસ્ટ જનરલ ટ્રેડીંગ દ્વારા મોકલવામાં આવેલ હતો અને તે પંજાબ મોકલવામાં આવનાર હતો. મહત્વનું છે કે ડ્રગ્સ પકડાય નહિ તે માટે અનોખી મોડેસ ઓપરેન્ડી ડ્રગ્સ સિન્ડિકેટ વાપરતી અને હેરોઇનનો જથ્થો કાપડના રોલ જે પૂંઠાની પાઇપ ઉપર વિટાડેલ રાખતા તે પુંઠાની પાઇપ ઉપર બીજી એક પ્લાસ્ટીકની પાઇપ મુકી બન્ને પાઇપો વચ્ચેની ખાલી જગ્યામાં આ માદક પદાર્થનો જથ્થો ટાઈટ પેક કરી બન્ને બાજુથી રૂ તથા સેલોટેપ વરાપેક કરેલ હતો.  પુઠાની પાઇપ તથા પ્લાસ્ટીકની પાઇપ ઉપર બ્લુ કાર્બન પેપર સેલોટેપથી ચોંટાડેલ હતો જેથી એક્સ-રે સ્કેનીંગ દરમ્યાન પકડાઇ જવાથી બચી શકાય.


ગુજરાત ATS દ્વારા તથા બાતમી આધારે વર્ષ 2020થી આજ દિન સુધી દરીયાઈ માર્ગ દ્વારા આવેલ માદક પદાર્થોના 11 કેસ કરી 65 આરોપીઓને ઝપડી લેવાયા છે. અને 1044.536 કિલો માદક પદાર્થ કબ્જે કર્યો છે. જેની અંદાજીત કિંમત 5222.68 કરોડ નું ડ્રગ્સ કબ્જે કરાયું છે.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube