પ્રશાંત ઢીવરે/સુરત: સુરતમાં સોશિયલ મિડીયામાં શેર માર્કેટમાં લાખ્ખોની આવકની એટ્રેક્ટિવ જાહેરાત આપીને ઠગાઈ કરવાની તરકીબથી પોલીસ પણ દંગ થઈ ગઈ છે. સામાન્ય મજૂર જેવા દેખાતા યુવાને અલગ અલગ રાજ્યોમાં પાંચ કરોડ કરતા વધારેની છેતરપિંડી કરી હોવાનુ બહાર આવ્યું છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

કેમ ખેંચાઇ રહ્યો છે ઉ.ગુજરાતમાં વરસાદ? બાપ રે અંબાલાલ પટેલે આ શું આગાહી કરી નાંખી!


આ આરોપીએ સુરતમાં 96 લાખ રૂપિયાની છેતરપિંડી કરી હતી. તેમાં છૂટક મજૂરી કરનાર વ્યક્તિએ શેર માર્કેટમાં ઈન્વેસ્ટ કરવાથી સારું એવું વળતર મળશે. એવી લોભામણી લાલચ આપીને ફરિયાદી પાસેથી 96 લાખ રૂપિયા ઓનલાઈન ટ્રાન્સફર કરાવી છેતરપિંડી આચરી હતી. સુરત સાયબર સેલે આરોપીની ધરપકડ કરી છે. તેની ઉપર 16 પોલીસ ફરિયાદ અલગ-અલગ રાજ્યોમાં દાખલ છે. 


Fact check: સાસણ RFOની સરકારી ગાડીમાં ગેરકાયદે સિંહ દર્શન, જાણી લો શું છે હકિકત?


સુરત સાયબર સેલે 42 વર્ષીય અમિત પટેલની ધરપકડ કરી છે. જે છૂટક મજૂરી કરે છે અને હાલ અમદાવાદના વસ્ત્રાલ ખાતે રહે છે. ફરિયાદીને શેર માર્કેટમાં ઈન્વેસ્ટ કરવાથી સારું એવું વળતર મળશે એવી લોભામણી વાતો કરી ટ્રેડિંગ વોલેટ જનરેટ કરવા માટે એક લિંક આપી હતી. લિંક મોકલી એપ્લિકેશન ડાઉનલોડ કરાવી તેમાં ફરિયાદી પાસેથી રજીસ્ટ્રેશન કરાવ્યું હતું. 


ગુજરાતમાં સૌથી ચર્ચાસ્પદ બન્યો વેચાણ દસ્તાવેજ! કેવી રીતે વેચાયું આખે આખું ગામ?


શેર માર્કેટમાં ઈન્વેસ્ટ માટે અલગ-અલગ બેક એકાઉન્ટમાં કુલ 96 લાખ રૂપિયા ટ્રાન્સફર કરાવી તેમાંથી 1,18,888 ફરિયાદીને વિડ્રો કરાવી દઈ બાકીના 94,81,112 અને પ્રોફિટના રૂપિયા વિડ્રોલ ન કરવા દઈ અલગ-અલગ ચાર્જ પેટે વધુ રૂપિયાની માંગણી કરી હતી અને ફરિયાદી સાથે છેતરપિંડી આચરી હતી. 


WCL 2024: ભારત અને પાકિસ્તાન વચ્ચે આજે મહામુકાબલો, દિગ્ગજો વચ્ચે થશે ટક્કર


આ સમગ્ર મામલે સુરત સાયબર સેલના એસીપી શ્વેતા ડેનિયલે જણાવ્યું હતું કે, આરોપીના બેન્ક એકાઉન્ટ ઉપર દિલ્હીમાં 1, મહારાષ્ટ્રમાં 6, તમિલનાડુમાં 4, તેલંગાનામાં 3, ચંદીગઢમાં 1 અને ગુજરાતમાં 1 મળી કુલ 16 ફરિયાદ છે. આ બેન્ક એકાઉન્ટમાં તારીખ 2 માર્ચ, 2024થી લઈ 20 મે, 2024 સુધી કુલ 79,90,022 રૂપિયાનું ટ્રાન્જેક્શન થયુ છે. આરોપીએ ફેક ટ્રેડિંગ એકાઉન્ટ બનાવી ખોટો નફો બતાવીને મોટી રકમ રોકાણ કરવા લલચાવી છેતરપિંડી આચરી હતી.