ડુંગરપુર : કોરોનાના લોકડાઉન દરમિયાન ડુંગરપુર જિલ્લામાં એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. પોલીસે ગુજરાતની સીમા પર એક ગાડી પકડી હતી. જેમાંથી પ્રાથમિક દ્રષ્ટીએ કાંઇ નહી હોવાનું લાગ્યું હતું. જો કે યોગ્ય રીતે તપાસ કરતા તેમાંથી સાડા ચાર કરોડ રૂપિયા રોકડા મળી આવ્યા હતા. આ ગાડી દિલ્હીથી ગુજરાત આવી રહી હતી. બોર્ડર પર સર્ચ દરમિયાન ગાડીની નીચે છુપાયેલા નોટોના બંડલ મળી આવ્યા હતા. જે જોઇને પોલીસ કર્મચારીઓના હોશ ઉડી ગયા હતા.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

GANDHINAGAR: મોટો ઘાતક હુમલો થાય તે પહેલા જ પોલીસે કુખ્યાત આરોપીઓને ઝડપી લીધા


ગુજરાત બોર્ડર રતનપુર ખાતે નાકાબંધી દરમિયાન પોલીસે ગાડીમાંથી સાડાચાર કરોડની રોકડ મળી હતી. પોલીસ અધિકારી મનોજ સમરીયાના અનુસાર બોર્ડર પોલીસે પકડેલા બંન્ને લોકો ગુજરાતી છે. આરોપી રણજીત રાજપુત પાટણનો રહેવાસી છે. જ્યારે નીતિન પટેલ ઉંઝાનો રહેવાસી છે. બંન્ને આટલી મોટી રકમ રોકડમાં કેમ લઇ જઇ રહ્યા હતા તેની તપાસ ચાલી રહી છે. જો કે પ્રાથમિક દ્રષ્ટીએ આ હવાલાના રૂપિયા હોવાનું લાગી રહ્યુ છે. 


વૈભવી ગાડીમાં અમીરોને પણ શરમાવે તેવા ઠાઠથી જઇ રહેલા દંપત્તીને ઉતારી તપાસ કરી તો...


પોલીસ અધિકારી રિઝવાન ખાને જણાવ્યું કે, રતનપુર બોર્ડર પર ઉદેપુરથી આવી રહેલી એક ગાડીની તલાશી લેતા સીટોની નીચે બનેલા ગુપ્ત ખાનામાં નોટોના બંડલ દેખાયા હતા. જ્યારે ગાડીના ચાલકો અંગે રોકડની પુછપરછ કરતા તેમની પાસેથી સંતોષકારક જવાબ મળ્યો નહોતો. ત્યાર બાદ નોટોથી ભરેલી ગાડી કબ્જે કરી બંન્નેની અટકાયત કરી હતી. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube