Ahmedabad માં Corona નું કમબેક: ડોક્ટરે આપી ચેતવણી, આગામી 15 દિવસ રહેશે મહત્વપૂર્ણ
અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (Ahmedabad Municipal Corporation) દ્વારા બનાવાયેલા કોરોના ટેસ્ટિંગ ડોમમાં (Corona Testing Dome) જોવા કતાર મળી રહી છે. શહેરીજનો કોરોના ટેસ્ટ (Corona Test) કરાવવા લાઈન લગાવી રહ્યા છે
અતુલ તિવારી/ અમદાવાદ: અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (Ahmedabad Municipal Corporation) દ્વારા બનાવાયેલા કોરોના ટેસ્ટિંગ ડોમમાં (Corona Testing Dome) જોવા કતાર મળી રહી છે. શહેરીજનો કોરોના ટેસ્ટ (Corona Test) કરાવવા લાઈન લગાવી રહ્યા છે. શહેરમાં ફરી એકવાર 1 દિવસમાં 150 કોરોનાના (Coronavirus) કેસો નોંધાતા ફરી શહેરીજનો તેમજ તંત્રની ચિંતા વધી છે. કોરોના ટેસ્ટિંગ ડોમમાં કોરોના ટેસ્ટ કરી તાત્કાલિક રિપોર્ટ (Corona's Report) આપવામાં આવે છે.
શહેરમાં સરળતાથી કોરોનાના ટેસ્ટ (Corona Test) શહેરીજનો કરાવી શકે તે માટે ફરી એકવાર મોટી સંખ્યામાં કોરોના ડોમ (Corona Testing Dome) ઉભા કરાય છે. યુવાનોથી લઈ વૃદ્ધો કોરોના ડોમમાં વિનામૂલ્યે કોરોના ટેસ્ટ કરાવી રહ્યા છે. હાલની પરિસ્થિતિ જોતા આગામી 5 દિવસ ફરી એકવાર મહત્વપૂર્ણ બની રહેશે. કોરોના કેસો (Coronavirus) વધતા નાઈટ કર્ફ્યૂ (Night Curfew) મહાનગરોમાં વધારવામાં આવશે તેવી ચર્ચાઓએ પણ સોશિયલ મીડિયામાં (Social Media) જોર પકડ્યું છે. ત્યારે કોરોનાના વધી રહેલા કેસ અને હાલની સ્થિતિ અંગે જાણીતા ડોક્ટર પ્રવીણ ગર્ગે (Dr. Praveen Garg) જણાવયું હતું કે, હાલ જે રીતે કેસો વધી રહ્યા છે તે મુજબ આગામી 15 દિવસ મહત્વપૂર્ણ છે.
આ પણ વાંચો:- ધૈર્યરાજની જેમ અમદાવાદમાં 10 બાળકો જીંદગી સાથે લડી રહ્યા છે જંગ, સરકારને કરી આ અપીલ
અમારી રૂટિન પ્રેક્ટિસમાં એક સમયે કોરોનાના શંકાસ્પદ દર્દીઓ (Coronavirus) લગભગ નહતા જોવા મળતા, જે હવે ફરી છેલ્લા 10 દિવસથી આવવા લાગ્યા છે. કોરોનાનું વેકસીનેશન (Corona Vaccination) જ્યાં સુધી પૂર્ણ ના થાય ત્યાં સુધી કોવિડ ગાઈડલાઈનનું (Covid Guideline) પાલન સૌ માટે જરૂરી છે. વેકસીન લીધા બાદ પણ લોકો નિશ્ચિન્ત બની જાય એવું ના થવું જોઈએ. હાલ આપણે જે વેકસીન લઈ રહ્યા છે તેની એફિસીયનસી 70 ટકા જેટલી જ હોય છે. વેકસીન લઈ લીધી એટલે કોરોના નહીં જ થાય એવું માનીને ના ચાલવું જોઈએ.
આ પણ વાંચો:- અમેરિકામાં પટેલ દંપતિ પર ફાયરિંગ, પત્નીનું મોત, પતિની હાલત ગંભીર
કોરોના આપણી વચ્ચે હજુ લાંબો સમય રહેશે એટલે સોશિયલ ડિસ્ટનસિંગનું (Social Distance) પાલન અને માસ્ક ફરજીયાત પહેરવો જ એકમાત્ર વિકલ્પ છે. શહેરીજનો સામાજિક જમાવડા ટાળે, ભીડનો હિસ્સો ના બને તો સૌ માટે હિતાવહ રહેશે. હાલ સમગ્ર રાજ્યમાં કેસો વધી રહ્યા છે ત્યારે સ્કૂલો અને કોલેજો પણ ચાલુ છે એવામાં વાલીઓ, બાળકો, શિક્ષકો અને સંચાલકો પણ સાવધાની રાખે તે જરૂરી છે. લાંબા સમય બાદ સ્કૂલ કોલેજો શરૂ થઈ છે, ત્યારે હવે ફરી બંધ રાખવી પણ મુશ્કેલ સ્થિતિ છે એટલે સમજદારી જ એકમાત્ર ઉપાય અને બચાવ છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube