રાજુ રૂપારેલિયા/ દ્વારકા :આગામી ૧૦ તારીખે ધુળેટીના દિવસે દ્વારકામાં જગતમંદિર માં ફૂલ ડોલ ઉત્સવ ઉજવવા માટે લાખો અધીરા પદયાત્રીઓ આજે દ્વારકા જગત મંદિર તરફ પહોંચવા આવ્યા છે. પદયાત્રીઓનું ઘોડાપુર આજે દ્વારકામાં ઉમટ્યું છે. દરવર્ષે  ગુજરાતભરમાંથી કાળિયા ઠાકોર એટલે કે ભગવાન દ્વારકાધિશ પર અપ્રતિમ શ્રદ્ધા ધરાવનાર લાખો પદયાત્રીઓ દ્વારકા આવે છે. પગપાળા આવતા પદયાત્રીઓને કોઈ પણ પ્રકારની તકલીફ ન પડે એ માટે થઈ કે અનેક જગ્યા એ સેવા કેમ્પો પણ કરવામાં આવે છે. પદયાત્રીઓ  આજે દ્વારકામાં ઉમટ્તા દ્વારકા આવતા તમામ માર્ગો પર સેવાકીય કૅમ્પોનાં સેવાભાવીઓ દ્વારકા આવતા ભક્તો માટે સેવા કરી રહ્યા છે. ઠેર ઠેર દ્વારકાનાં માર્ગો ભક્તોથી ઉભરાયા છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ભાવનગરનાં મહારાજે ભોય સમાજની મહિલાઓને બેઇઝ આપી કુલી તરીકે પરવાનગી આપી હતી


જગત મંદિરમાં કાના પાસે જવા વૃદ્ધો મહિલાઓ બાળકો સાથે સાથે યુવા પદયાત્રીઓની સંખ્યા આજે બમણી દેખાય છે. રાજાધીરાજનાં દર્શન ગોમતીમાં સ્નાન અને રૂક્ષ્મણીજીનાં દર્શન કરી ભાવિકો પદયાત્રીઓ પોતાની યાત્રા પૂર્ણ કરવા ઉત્સુક બન્યા છે, ત્યારે ઠેર ઠેર લાખો લોકોમાં એક જ નાદ સંભળાય રહ્યો છે.  જય રણછોડ માખણ ચોર સાથે સાથે દ્વારકા આવતા ભાવિકો પદયાત્રીઓ ઠેર ઠેર ભગવાનની ભક્તિ કરતાં કરતાં નાચ ગાન કરતા કરતા દ્વારકા પહોંચી રહ્યા છે ત્યારે કારણે શહેર નાં તમામ માર્ગો પર માનવ કીડિયારું ઉમટ્યું છે. જય કનૈયા લાલ અને જય રણછોડ માખણ ચોરના નાદ સાથે સમગ્ર દ્વારકા ગુંજી રહ્યું છે.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube