VIDEO સુરત: એક માતાએ પોતાના 4 વર્ષના માસૂમની જુઓ કેવી કરી હાલત, કારણ જાણી સ્તબ્ધ થશો
સુરતના ડિંડોલી વિસ્તારનો એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. જેમાં સગી જનેતાએ 4 વર્ષના દિકરાને બાંધીને ઢોર માર માર્યો અને તેનો વીડિયો પણ બનાવ્યો
તેજસ મોદી, સુરત: સુરતના ડિંડોલી વિસ્તારનો એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. જેમાં સગી જનેતાએ 4 વર્ષના દિકરાને બાંધીને ઢોર માર માર્યો અને તેનો વીડિયો પણ બનાવ્યો. દિકરાને બાંધીને માર્યાનો વીડિયો માતાએ તેના પૂર્વ પતિને મોકલ્યો. છૂટાછેડા બાદ પૈસા માગવા માટે પુત્ર પર અત્યાચાર કરવામાં આવ્યાનો વીડિયો સામે આવતા પૂર્વ પતિ ચોંક્યો ગયો. સમગ્ર મામલે પૂર્વ પતિ ફરિયાદ લઇ પોલીસ સ્ટેશન પહોંચ્યો હતો અને પુત્રને મારી નાખવાની ધમકી આપ્યાનો આરોપ પૂર્વ પતિએ પૂર્વ પત્ની પર લગાવ્યો.
સુરતના ડિંડોલી વિસ્તારની આ ઘટના ખરેખર રૂવાંડા ઊભા કરી નાખે તેવી છે. ઘટનાનો વીડિયો જોઈને લોહી ઉકળી જાય. એક માતા પોતાના 4 વર્ષના માસૂમ ભૂલકાને કેવી રીતે ક્રુરતાથી મારી શકે. પૂર્વ પતિનું એવું પણ કહેવું છે કે પૂર્વ પત્નીની દિવસેને દિવસે રૂપિયાની માંગ વધતી ગઈ છે અને દીકરા પર વધતા અત્યાચારને કારણે ત્રાહિમામ થયેલા પૂર્વ પતિ પોલીસ સ્ટેશન પહોંચ્યાં.
પોલીસ આ સમગ્ર મામલે તપાસ કરી રહી છે. પરંતુ આ ઘટનાથી ખરેખર સમાજની એક ચોંકાવનારી વાસ્તવિકતા સામે આવી રહી છે. માસૂમ બાળકો પર અત્યાચારોનું પ્રમાણ દિવસને દિવસે વધતુ જોવા મળી રહ્યું છે. એમા પણ સગી જનેતા જ્યારે આ હદે પહોંચે ત્યારે શું કરવું?