જયેશ દોશી/નર્મદા :નર્મદા જિલ્લામાં આવેલી દુનિયાની સૌથી ઉંચી પ્રતિમા સરદાર વલ્લભભાઈ પટેલ સ્ટેચ્યુ ઓફ યુનિટી (statue of unity) હવે વિશ્વભરમાં ફેમસ બની ગયું છે. અહીં 1 વર્ષમાં 40 લાખ કરતા વધુ પ્રવાસીઓ આવી ચૂક્યા છે, ત્યારે સરકાર દ્વારા પણ અહીં આવતા પ્રવાસીઓ માટે અનેક આકર્ષણ ઉભા કરવામાં આવી રહ્યાં છે. પ્રવાસીઓ માટે એક વધુ આકર્ષણ બની રહ્યું છે. જેમાં જળમાર્ગે ફરી ક્રુઝ બોટ (cruise boat) દ્વારા જેમ સ્ટેચ્યુ ઓફ લિબર્ટીની આસપાસ ફરી શકાશે. ક્રુઝમાં બેસીને સ્ટેચ્યુની આસપાસનો નજારો માણી શકાશે. 


પઠાણ દંપતી પાસે ચરસના સફેદ લાડુ જોઈને ચોંકી અમદાવાદ પોલીસ


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

હવે કેવડિયા પાસે બનેલ સ્ટેચ્યુ ઓફ યુનિટી પાસે ફેરી દ્વારા ક્રુઝ બોટ મારફતે સ્ટેટ્યૂ ઓફ યુનિટી નિહાળી શકાશે. હાલ આ ક્રુઝ નર્મદા નદી પાસે બનાવવામાં આવી રહી છે અને તેને આખરી ઓપ આપવામાં આવી રહ્યો છે. આ ક્રુઝ બોટમાં એક સાથે 200 જેટલા પ્રવાસીઓ બેસી શકશે અને આ ક્રુઝ સ્ટેચ્યુ ઓફ યુનિટીની આજુબાજુ જળમાર્ગે ફરશે. આ ક્રુઝ બોટને ગરુડેશ્વરથી 6 કિમીના અંતરે ચલાવવામાં આવશે. જે સ્ટેચ્યુની આસપાસ ફેરા મારશે. રાત્રિ દરમ્યાન ક્રુઝ પર આદિવાસી ડાન્સની સાથે ગીત સંગીત પણ હશે. જેથી ક્રુઝમાં બેસેલા પ્રવાસીઓને આનંદ મળી રહે, જેને ટૂંક સમયમાં ચાલુ કરવા તંત્ર દ્વારા તૈયારીઓ થઈ રહી છે તેવું સ્ટેચ્યુ ઓફ યુનિટીના સીઈઓ નિલેશ દૂબેએ જણાવ્યું. 


Delhi Violence: પોલીસે કહ્યું, ‘જેની પાસે પણ કોઈ માહિતી હોય તે અમને આપે....’



શું હશે ક્રુઝ બોટમાં સુવિધાઓ....


  • આ ક્રુઝ બોટમાં એક સાથે 200 પ્રવાસીઓ બેસી શકે એવી વ્યવસ્થા 

  • ક્રુઝ બોટ 6 કિમી ફેરવવામાં આવશે 

  • ગરુડેશ્વરથી સ્ટેચ્યુ ઓફ યુનિટી સુધીનો પ્રવાસીઓ માટે 4 કલાકનો ફેરો રહેશે 

  • ક્રુઝ બોટમાં સ્ટેજ પર આદિવાસી ડાન્સની સાથે ગીત સંગીત પણ રહશે 

  • ક્રુઝ બોટનું ભાડું 250 થી 300 રૂપિયા રાખવામાં આવશે 

  • ક્રુઝ બોટમાં જમવાની અને નાસ્તાની સુવિધા પણ રહશે 


જાપાનીઝ યુગલ લગ્ન કરવા ગુજરાત આવ્યું, બળદ ગાડામાં નીકળી જાન


સ્ટેચ્યુ પાસે કુલ કેટલા આકર્ષણો....
પ્રવાસીઓને આકર્ષવા માટે સ્ટેચ્યુ ઓફ યુનિટી પાસે અનેક નવા આકર્ષણો મૂકવામાં આવ્યા છે. ધીરે ધીરે નવી નવી સુવિધાઓમાં ઉમેરો થઈ રહ્યો છે. સ્ટેચ્યુ ઓફ યુનિટી બન્યું તેના બાદ તેની આસપાસના વિસ્તારોને પણ ટુરિસ્ટ સ્પોટ તરીકે વિકસાવવામાં આવ્યા. સ્ટેચ્યુ ઓફ યુનિટીની આસપાસ અનેક એવા સ્પોર્ટ ડેવલપ કરાયા છે, જેને નિહાળવા માટે બીજા બે દિવસ નીકળી જશે. કુદરતના ખોળે બિરાજેલ નર્મદા જિલ્લામાં સ્ટેટ્યૂ ઓફ યુનિટી અને નર્મદા ડેમ ખૂબ જ મોટું આકર્ષણ છે. પરંતુ હજી બીજા 30 થી 35 આકર્ષણ મૂકાનાર છે. સ્ટેટ્યુ ઓફ યુનિટી પરિસરથી માત્ર બે કિલોમીટરના અંતરે ખલવાની ગામે નર્મદા નદીના ધસમસતા પ્રવાહ વચ્ચે 1 સપ્ટેમ્બરથી રિવર રાફ્ટીંગ શરૂ કરાયું છે. 
તો 300 એકર જમીનમાં જંગલ સફારી પાર્ક બનાવાયું છે. કુદરતી વનસ્પતિઓને જોવા અને માણવાવાળા પ્રવાસીઓ સહીત દરેક પ્રવાસીને આકર્ષે તેવા એક પ્રોજેક્ટના ભાગરૂપે અહીં કેકટ્સ ગાર્ડન પણ આકાર લઈ રહ્યો છે. સાડા ત્રણ એકરમાં અલગ અલગ ત્રણ વિભાગમાં 330 જેટલા કેકટ્સ મૂકવામાં આવ્યા છે, જે અલગ અલગ 17 દેશમાંથી લાવવામાં આવ્યા છે. અહીં 35થી 200 વર્ષના ક્રેકટ્સ પણ ઉપલબ્ધ છે, જેને કારણે અભ્યાસુ પ્રવાસીઓને અહીં ખૂબ મોજ પડશે. તેની બાજુમાં જ બટરફ્લાય પાર્ક પણ બનાવાયું છે. વડાપ્રધાન મોદીના માર્ગદર્શનમાં અહીં એકતા નર્સરી બનવવામાં આવી છે. આ એક એવી નર્સરી છે કે જેમાં વિવિધ રોપાઓ વેચવામાં આવશે. રાતવાસો કરનારા પ્રવાસીઓ સાંજના સમયે અહીં વિવિધ વસ્તુઓ જોવા મળશે. આદિવાસીઓ દ્વારા બનાવાયેલી વસ્તુઓની સાથે રાત્રે આદિવાસી નૃત્યની રમઝટ પણ માણવા મળે છે. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube


ગુજરાતના સમાચાર જાણવા માટે કરો ક્લિક