PM મોદી ઇચ્છે તો અઢી લાખ લોકોને મળી શકે છે અહીં નોકરી, ઝડપથી વિકસી રહ્યો છે આ ઉદ્યોગ
જુર્ગન બૈલોમે વડાપ્રધાનને ભલામણ કરી કે ક્રૂઝ ટૂરીઝમ બચાવી રાખવા માટે અને તેને પ્રોત્સાહન આપવા માટે એક નિયામક માળખું તૈયાર કરવા અને તેમાં આંતરરાષ્ટ્રીય કંપનીઓ અને યાત્રીઓને કેટલીક અલગથી સુવિધાઓ આપવાની જરૂર છે.
દેશમાં ક્રૂઝ ટૂરિઝમ શરૂ થઇ રહ્યું છે. ઇન્ડિયા ક્રૂઝ લાયસન્સ એસોસિએશન (InCLA)એ ક્રૂઝ ટૂરિઝમને પ્રમોટ કરવા માટે આ ઉદ્યોગને થોડી રાહત આપવાની માંગ કરી છે, જેમાં સબસિડી, તમામ મંજૂરી માટે સિંગલ વિંડો સિસ્ટમ અને નદી કિનારે વસતા શહેરોમાં ક્રૂઝ ટર્મિનલ ડેવલોપ કરવા સહિત ઘણા પાસાઓ પર ધ્યાન આપવા માટે પ્રસ્તાવ તૈયાર કરી વડાપ્રધાન નરેંદ્ર મોદી પાસે મોકલવામાં આવ્યો છે. હવે વડાપ્રધાન મંત્રીને ક્રૂઝ લાઇન્સ એસોસિએશનના પ્રસ્તાવ પર વિચાર કરવાનો છે. જાણકારોના જણાવ્યા અનુસાર જો વડાપ્રધાન મંત્રી આ ઉદ્યોગને લીલી ઝંડી આપે છે તો આ ક્ષેત્રમાં રોજગારની અસીમ સંભાવનાઓ છે. આ ક્ષેત્ર અઢી લાખ રોજગાર ઉત્પદન્ન કરી કરશે.
ઇન્ડીયા ક્રૂઝ લાઇસ એસોસિએશનના સંયોજક જુર્ગન બૈલોમે વડાપ્રધાન મંત્રીને પત્રમાં ક્રૂઝ ટૂરિઝમ વિશે જણાવ્યું કે ભારતના ક્રૂઝ ટૂરિઝમમાં ધીમી પરંતુ સ્થિત વૃદ્ધિ જોવા મળી રહી છે. પરંતુ દુર્ભાગ્યથી તે ઉદ્યોગને કોઇપણ પ્રકારનો કોઇ નિયામક સમર્થન ન મળવાથી ઘણી વિદેશી કંપનીઓ ભારતને છોડવાનું મન બનાવી રહી છે. જુર્ગન બૈલોમે વડાપ્રધાનને ભલામણ કરી કે ક્રૂઝ ટૂરીઝમ બચાવી રાખવા માટે અને તેને પ્રોત્સાહન આપવા માટે એક નિયામક માળખું તૈયાર કરવા અને તેમાં આંતરરાષ્ટ્રીય કંપનીઓ અને યાત્રીઓને કેટલીક અલગથી સુવિધાઓ આપવાની જરૂર છે.
વડાપ્રધાનને લખ્યો પત્ર
વડાપ્રધાન મંત્રીને લખવામાં આવેલા પત્રમાં કહેવામાં આવ્યું છે કે સરકારની ઉદાર કર વ્યવસ્થા, અનુદાન અને ટેક્સ છૂટથી ઉદ્યોગને ફૂલવા ફાલવામાં સહારો મળશે. કારણ કે હાલ આ ઉદ્યોગના સૂર્યોદયનો છે. પત્રમાં એ પણ કહેવામાં આવ્યું છે કે ઉત્તર પ્રદેશ અને આસામ સરકાર ક્રૂઝ ટૂરિઝમને પ્રોત્સાહન આપવા માટે સબસિડી આપી રહી છે. એટલા માટે કેંદ્રના સ્તર પર આ ઉદ્યોગને મોટી સબસિડી અને ટેક્સમાં છૂટ આપવામાં આવે તો આ ક્રૂઝ ટૂરિઝમ ઝડપથી આગળ વધી શકે છે.
હજુ ફક્ત 5 શહેરોમાં ક્રૂઝ ટર્મિનલ
ઇંડિયા ક્રૂઝ લાઇન્સ એસોસિએશને ભારતમાં પોતાનો બિઝનેસ વધારવા માટે કેટલાક નવા સ્થળો પણ ચિન્હિત કર્યા છે. તેમાં ગુજરાતનું પોરબંદર, દ્વારકા અથવા ઓખા, લક્ષ્યદ્રીપ, અંદમાન, પુડ્ડીચેરી, કોલ્લામ, આંધ્ર પ્રદેશનો વિજાગ વગેરે સામેલ છે. એસોસિએશન ઇચ્છે છે કે સરકાર આ સ્થળો પર આધુનિક અને વૈશ્વિક સ્તરના ક્રૂઝ ટર્મિનલ સ્થાપિત કરે. વર્તમાનમાં ક્રૂઝ ઇંડસ્ટ્રી મુંબઇ, કોચ્ચી, ગોવા, મેંગલોર અને ચેન્નઇમાં જ સીમિત છે. દેશમાં ફફ્ત આ 5 જગ્યાઓ પર જ આધુનિક ટર્મિનલ છે.
ક્રૂઝ ટિકિટ પર 18% જીએસટી
ક્રૂઝ શિપિંગ ઇંડસ્ટ્રીએ ઉદ્યોગ માટે ટેક્સના ઓછા દર અપનાવવાની વાત કહી છે. હાલ ક્રૂઝ ટૂરિઝમમાં ટેક્સની દર 18 ટકા છે, એસોસિએશનની માંગ છે કે આ ટેક્સને 18 ટકાથી ઘટાડીને 5 ટકા કરવામાં આવે. એસોસિએશને પોતાની વાત રાખવા માટે એરલાઇન્સ ટિકિટનું ઉદાહરન આપ્યું છે. ફ્લાઇટની ઇકોનોમિક ક્લાસની ટિકિટ પર 5 ટકા અને અન્ય ક્લાસ પર 12 ટકા જીએસટી લાગે છે, જ્યારે ક્રૂઝ ઇંડસ્ટ્રીમાં આ ટેક્સ 18 ટકા છે.
મનોરંજન કાયદો પણ સખત
મનોરંજનના ઉદ્દેશ્યથી શિપિંગ ઇંડસ્ટ્રી મનોરંજન અને જુગાર કાયદાઓમાં પણ ફેરફાર ઇચ્છે છે. હાલમાં ક્રૂઝ પર રમત, કેસિનો સંચાલન અને મનોરંજનને લઇને સખત નિયમ છે. જાણકારી અનુસાર ભારતીય તટથી 12/200 નોટિકલ મીલના અંદરે ક્રૂઝ પર આ સુવિધાઓ ઉપલબ્ધ છે. એસોસિએશનનો તર્ક છે કે જો સરકાર મનોરંજનના નિયમોમાં પણ કેટલીક છૂટ આપે છે તો તેનાથી સરકારના રાજસ્વમાં પણ વધારો થશે અને ક્રૂઝ ઇંડસ્ટ્રીને પણ પ્રોત્સાહન મળશે. વર્તમાનમાં ભારતમાં 158 ક્રૂઝ ચાલે છે, જ્યારે તેની સંખ્યા 700 સુધી જવાની ક્ષમતા છે. આ પ્રકારે ઉદ્યોગ અઢી લાખ લોકોને રોજગારી પુરી પાડી શકે છે.
(મુંબઇથી અતીક શેખનો અહેવાલ)