CUET 2023 Top 10 Colleges of India:  ભારતના ટોપ ટેન શિક્ષિત શહેરોની યાદી જાહેર કરવામાં આવી છે. જેમા અમદાવાદે 8મો અને સુરતે 10મો ક્રમ મેળવ્યો છે. બેંગલુરુએ યાદીમાં પહેલો ક્રમ મેળવ્યો છે. પૂણેએ બીજો અને હૈદારાબાદે ત્રીજો ક્રમ મેળવ્યો છે. શિક્ષિત શહેરોની યાદીમાં અમદાવાદની IIM, નિરમા યુનિવર્સિટી, ગુજરાત યુનિવર્સિટી, વિશ્વકર્મા એન્જિનિયરીંગ કોલેજ તેમજ વિવિધ વિદ્યાશાખાની કોલેજોનો સમાવેશ કરાયો છે. તો સુરતમાં આર્ટ્સ, કોમર્સ અને સાયન્સની ઉચ્ચ શિક્ષણ સંસ્થાનો સમાવેશ કરાયો છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આપણે ભલે વિકાસને શહેરના ઉત્કૃષ્ઠતાનું માપદંડ માપતાં હોઈએ પણ કોઈપણ શહેરની શૈક્ષણિક ઉત્કૃષ્ટતાનો માપદંડ શહેરનું શિક્ષણ છે. દેશના આર્થિક વિકાસ તેમજ જે તે વિસ્તારનાં ગ્રોથમાં શિક્ષિત શહેરોનું મહત્ત્વનું યોગદાન છે. છેલ્લા બે-ત્રણ દાયકામાં ભારતનાં આઈટી એન્જિનિયર્સ તેમજ મેનેજમેન્ટ પ્રોફેશનલ્સે વિશ્વનાં અનેક ઉદ્યોગો પર વર્ચસ્વ જમાવ્યું છે. અનેક બહુરાષ્ટ્રીય કંપનીમાં ભારતીયો CO બન્યા છે. કેટલાક દેશોમાં મૂળ ભારતીયો પ્રધાન કે વડાપ્રધાન તરીકે ભારતનું ગૌરવ વધારી રહ્યા છે. વાત ટેકનોલોજી કે મેડિસિનની હોય ? રાજકારણ કે ડિપ્લોમસીની હોય સર્વત્ર ભારતીયો છવાઈ ગયા છે. દરેક ક્ષેત્રે સંશોધન અને વિકાસનો માહોલ જોવા મળી રહ્યો છે. આ તમામ ગુણો ગુણવત્તાસભર શિક્ષણનું પરિણામ છે. જે દેશને તેમજ દેશનાં લોકોને પ્રગતિના પંચ લઈ જાય છે. ભારતનાં પ્રોફેશનલ્સ અમેરિકા તેમજ યુરોપ સહિત વિશ્વમાં ભારતનાં ત્રિરંગા સાથે જ્ઞાનનાં પરચમ લહેરાવી રહ્યા છે. શિક્ષણનાં આ મહાયજ્ઞમાં ભારતના ટોચના ૧૦ શહેરોનો સમાવેશ થાય છે. ભારત સતત નવી સ્કીલ તૈયાર કરી રહ્યું છે અને આગળ વધી રહ્યું છે. એ દેશના વિકાસમાં આ શહેરોનું મહત્વનું યોગદાન છે. 


મહત્વનું છે કે અમદાવાદમાં IIM, નિરમા યુનિવર્સિટી, ગુજરાત યુનિવર્સિટી, વિશ્વકર્મા એન્જિનિયરીંગ કોલેજ તેમજ વિવિધ વિદ્યાશાખાની કોલેજો આવેલી છે. જ્યારે સુરતમાં આર્ટ્સ, કોમર્સ અને સાયન્સની ઉચ્ચ શિક્ષણ સંસ્થાઓ છે. આ સિવાય ફેશન ડિઝાઈનીંગ, સરદાર વલ્લભભાઈ નેશનલ ઈન્સ્ટીટ્યુટ ઓફ ટેકનોલોજી, સાઉથ ગુજરાત યુનિવર્સિટી જેવી સંસ્થાઓ આવેલી છે.


1.


બેંગલુરુ કર્ણાટકના આ શહેરનો સૌથી વધુ શિક્ષિત શહેરમાં પહેલો ક્રમ છે. અહીં ઈન્ડિયન ઈન્સ્ટિટ્યૂટ ઓફ સાયન્સ જેવી અગ્રણી શિક્ષણ સંસ્થાઓ છે. જે ૧૯૦૯થી જ્ઞાન પિરસવામાં અગ્રેસર છે. નેશનલ સેન્ટર ફોર બાયોલોજી સાયન્સ, નેશનલ ઈન્સ્ટિટ્યૂટ ઓફ મેન્ટલ હેલ્થ એન્ડ ન્યુરો સાયન્સ તેમજ અન્ય સંસ્થાઓ આવેલી છે. નેશનલ સેન્ટર ફોલ બાયોલોજી સાયન્સ, નેશનલ ઈન્સ્ટિટ્યૂટ ઓફ મેન્ટલ એન્ડ ન્યૂરો સાયન્સ જેવી માતબર સંસ્થાઓએ અહીં બાળકોને ઉચ્ચ શિક્ષણ આપી ને બાળકોની ઉજ્જવળ કારકીર્દી બનાવી છે.


2.


પૂણે મહારાષ્ટ્રનું આ શહેર શિક્ષિત શહેરોમાં બીજા ક્રમે છે. અહીં અનેક શિક્ષણ સંસ્થાઓ છે. આથી તે પૂર્વનું ઓક્સફર્ડ ગણાય છે. લો અને મેનેજમેન્ટ માટે લોકોની પહેલી પસંદ છે. ભારત માટે આ ગૌરવની બાબત છે.


3.


હૈદરાબાદ અહીં માહિતીટેકનોલોજી અને જે એન ટેકનોલોજી જેવી યુનિ આવેલી છે. આ શહેરમાં કાયદાની સારામાં સારી કોલેજો આવેલી છે.


4.


મુંબઈ દેશના તેમજ વિદેશના વિદ્યાર્થીઓ માટે શિક્ષણનું મહત્વનું કેન્દ્ર છે. અહીં મુંબઈ યુનિવર્સિટી તેમજ IIT બોમ્બે, ફેશન અને ટેકનોલોજી, તાતા ઇન્સ્ટિટ્યૂટ જેવી અનેક સંસ્થાઓ છે.


5.


દિલ્હી દેશની રાજધાની ઉપરાંત શિક્ષણનું મહત્ત્વનું કેન્દ્ર છે. અહીં દિલ્હી યુનિવર્સિટી, જવાહરલાલ નહેરુ યુનિ. જામિયા મિલિયા ઈસ્લામિયા, ઈન્દિરા ગાંધી નેશનલ ઓપન યુનિ. IIIMS તેમજ IIT જેવી સંસ્થાઓ આવેલી છે. એન્જિનિયર અને મેડિકલ હબ છે. ડૉ.બાબસાહેબ આંબેડકર યુનિ પણ શિક્ષણમાં મહત્વનું યોગદાન આપે છે. 


6.


ચેન્નાઈ IIT મદ્રાસ ઉપરાંત એન્જિનિયરિંગનું હબ છે. અહીં અનેક રિસર્ચ સંસ્થાઓ, અન્ના યુનિ, ડિઝાઈનિંગ સરદાર વલ્લભભાઈ તેમજ આઇટી સંસ્થાઓ આવેલી છે. જે ચેન્નાઈના વિકાસમાં ફાળો આપે છે અને બેસ્ટ ઈજનેર તૈયાર કરે છે. 


7.


કોલકાતામાં જાદવપુર યુનિ, કલકત્તા યુનિ, પ્રેસિડન્સી કોલેજ જેવી અગ્રણી શિક્ષણ સંસ્થાઓ આવેલી છે.


8.


અમદાવાદ ગુજરાતના આ શહેરમાં IIM, નિરમા યુનિવર્સિટી, ગુજરાત યુનિવર્સિટી, વિશ્વકર્મા એન્જિનિયરિંગ કોલેજ તેમજ જુદીજુદી વિદ્યાશાખાની કોલેજો આવેલી છે. અમદાવાદમાં કેટલીક કોલેજોમાં અભ્યાસ કરવો એ અનેક છાત્રોનું સપનું હોય છે. IIMમાં એડમિશન મળ્યું તો છાત્રોનો બેડો પાર થઈ જાય છે.


9.


જયપુર, દેશના પિન્ક સિટો ગણાતા આ શહેરમાં બનસ્થલી વિદ્યાપીઠ, હોટેલ મેનેજમેન્ટ ઈન્સ્ટિટ્યૂટ, કેટરિંગ ટેકનોલોજી તેમજ અનેક વિદ્યાશાખાની કોલેજો આવેલી છે. જે રાજસ્થાનના બાળકોને બેસ્ટ શિક્ષણ આપે છે.


10.


સુરત ગુજરાતનું આ શહેર ડાયમંડ હબ છે. અહીં હ્યુમનિટીઝ. સાયન્સ તેમજ કોમર્સની ઉચ્ચ શિક્ષણ સંસ્થાઓ છે. ફેશન ડિઝાઈનિંગ, સરદાર વલ્લભભાઈ નેશનલ ઈન્સ્ટિ. ઓફ ટેક્નોલોજી, સાઉથ ગુજરાત યુનિ. જેવી સંસ્થાઓ આવેલી છે. જે બાળકોને યોગ્યતા આપે છે.