અમદાવાદ: ગુજરાત રાજ્યમાં કોરોના- ઓમિક્રોનના BF 7 વેરિયન્ટનો હાલ એક પણ એક્ટિવ કેસ નથી. જેની વધું વિગતો આપતા આરોગ્ય વિભાગે જણાવ્યું છે કે, રાજ્યમાં જુલાઇ, સપ્ટેમ્બર અને નવેમ્બર મહિનામાં BF7 વેરિયન્ટના કેસ નોંધાયા હતા. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

જેમાં વિગતે જોઇએ તો અમદાવાદના 60 વર્ષીય પુરુષ દર્દીને કોવિડ પોઝીટીવ આવતા તેનું સેમ્પલ જીનોમ સિકવન્સીંગ માટે ગાંધીનગર ખાતેની જી.એસ.આર.બી. સરકારી ટેસ્ટીંગ લેબમાં મોકલવામાં આવ્યું હતુ. જેનો રીપોર્ટ 20 સપ્ટેમ્બરના રોજ પોઝીટીવ આવ્યો હતો. આ પુરૂષ દર્દીને કફ અને તાવની ફરિયાદ હતી. આ દર્દી હોમઆઇસોલેશનમાં જ સારવાર મેળવીને સંપૂર્ણપણે સ્વસ્થ થયું હતુ.


વિદેશી પ્રવાસીઓનું કરાશે ટેસ્ટિંગ અને ટ્રેસિંગ
વિદેશમાં કોરોનાનો કેર વધતાં ગુજરાત આવતા વિદેશી પ્રવાસીઓનું ટેસ્ટિંગ અને ટ્રેસિંગ કરાશે. આરોગ્ય વિભાગની બેઠકમાં આજે ધડાધડ નિર્ણય લેવાયા છે અને તમામ સેમ્પલના જીનોમ સિક્વન્સની પણ સૂચના અપાઈ છે.


ગુજરાતમાં કુલ 23 કેસ
ગુજરાતમાં કોરોના વાયરસના નવા 5 કેસ નોંધાયા છે. અમદાવાદમાં 2, રાજકોટમાં પણ 2 અને બનાસકાંઠામાં 1 કેસ નોંધાયો છે.


ભારત જોડો યાત્રા રદ કરો: માંડવિયા
દુનિયામાં ફરી વધી રહેલા કોરોના સંક્રમણ વચ્ચે કેન્દ્રીય આરોગ્ય મંત્રી મનસુખ માંડવિયાએ રાહુલ ગાંધીને લખ્યો પત્ર... ભારત જોડો યાત્રામાં કોવિડ ગાઈડલાઈનનું પાલન કરો, જો ગાઈડલાઈનનું પાલન ન થાય તેમ હોય તો દેશહિતમાં ભારત જોડો યાત્રા રદ કરો... 


તદ્અનુસાર વડોદરાના 61 વર્ષીય મહિલાનો કોવિડ રીપોર્ટ પોઝીટીવ આવતા દર્દીનું તેનું જીનોમ સિકવન્સીંગ સેમ્પલ ટેસ્ટીંગ માટે મોકલવામાં આવ્યું હતુ. જેનો રીપોર્ટ 19 નવેમ્બરના રોજ પોઝીટીવ જણાઇ આવ્યો હતો. આ દર્દી પણ હોમ આઇસોલેશનમાં સારવાર મેળવીને સ્વસ્થ થયું હતુ. અન્ય એક દર્દી અમદાવાદના 57 વર્ષીય પુરુષ દર્દીને 11મી નવેમ્બરના રોજ કોવિડ પોઝીટીવ આવતા તેનું પણ સેમ્પલ જીનોમ સિકવન્સીંગ ટેસ્ટીંગ માટે લેબમાં મોકલવામાં આવ્યું હતુ. જેનો 20મી ડિસેમ્બરના રોજ રીપોર્ટ પોઝીટીવ આવ્યો હતો. આ દર્દી પણ હોમ આઇસોલેશનમાં જ સંપૂર્ણપણે સ્વસ્થ થયું હતુ. 


આમ ઉપરના ત્રણેય દર્દીના ઓમિક્રોન વેરિયન્ટના BF7 વેરિયન્ટના રીપોર્ટ પણ પોઝીટીવ જણાઇ આવ્યા છતા તેઓ હોમ આઇસોલેશનમાં જ સામાન્ય સારવાર મેળવીને સંપૂર્ણપણે સ્વસ્થ થયા છે.જેથી લોકોએ ગબરાવવાની જરૂર નથી પરંતુ સાવચેતી ચોક્કસથી રાખીએ.