ચેતન પટેલ, સુરત : પોલીસ કસ્ટડીમાં ફરી એક વખત યુવાનનું મોત નિપજતા પોલીસ બેડામાં ખળભળાટ મચી જવા પામ્યું છે. મારામારીના કેસમાં પાંડેસરા પોલીસ સ્ટેશનમાં લવાયેલા આરોપીનું કસ્ટડીમાં મોત થતા ઉચ્ચ અધિકારીઓ દોડતા થયા હતા. પરિવારે આક્ષેપ લગાવ્યો છે કે મૃતક આરોપીને અસ્થામાની સમસ્યા છે તેમ છતાં આરોપીને પોલીસે માર માર્યો હતો અને તેની તબિયત લથડી હતી. પરિવારના સભ્યો પાસે 2000 રૂપિયાની માંગણી પણ કરવામાં આવી હતી. આરોપીની તબિયત આટલી હદ્દે લથડી ગઈ હતી કે તેણે સારવાર અર્થે જ્યારે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા ત્યાં ડોકટરોએ મૃત જાહેર કર્યા હતા. કસ્ટડીમાં મોત અંગે તપાસના આદેશ આપી દેવામાં આવ્યા છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

સુરતમાં ફરી એક વખત કસ્ટોડિયલ ડેથની ઘટના સામે આવી છે. આ વખતે પાંડેસરા પોલીસ મથકમાં મારામારીના કેસમાં આવેલા યુવાનનું મોત નિપજયું છે. અસ્થમા પીડિત યુવાન વિમલ સહિત અન્ય આરોપીઓને મારામારીના કેસમાં પાંડેસરા પોલીસે ધરપકડ કરી હતી. રાત્રિ દરમિયાન વિમલની તબિયત લથડી હતી. પરિવારના લોકોએ પોલીસને જણાવ્યું હતું કે તેને અસ્થમાની પીડા છે જેથી તેને છોડી દેવામાં આવે અથવા તો સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવે. 


જો કે પોલીસે માનવતા રાખવાના બદલે રૂ 2 હજાર રૂપિયાની માંગણી પાસે કરી હતી. વિમલ પૈસા ન આપવાની વાત કરતાં પોલીસે માર પણ માર્યો હતો જેથી વિમલની તબિયત વધુ લથડી હતી. વિમલ ની તબિયત લથડતાં તેને ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતો, જ્યાં ફરજ પર હાજર ડોક્ટરોએ તેને મૃત જાહેર કર્યા હતો. વિમલનો ઘર નજીક રહેતા રાજેશ નામના ઇસમ સાથે જૂની વાતને લઈ બોલાચાલી કરી ઝઘડો થયો હતો. 


પરિવારે સાથે આરોપ લગાવ્યો છે કે કસ્ટડીમાં વિમલ પોતાની તબીયત લથડતા વારંવાર બૂમો પાડતો રહ્યો પરંતુ પોલીસે ધ્યાન આપ્યું નહીં અને કસ્ટડીમાં જ વિમલનું મોત નિપજ્યું હતું. આ કસ્ટોડિયલ ડેથની ઘટના સામે આવતા જ સિવિલ પોસ્ટ મોર્ટમ રૂમમાં વહેલી સવારથી પોલીસ વિભાગના ઉચ્ચ અધિકારીઓ દોડતા આવી ગયા હતા. સુરતના જોઈન્ટ કમિશનર ડી. એન. પટેલ આ સમગ્ર મામલે જણાવ્યું હતું કે કસ્ટોડિયલ ડેથની ઘટના હોવાના કારણે નેશનલ હ્યુમન કમિશનને જાણકારી આપી દેવામાં આવી છે. સમગ્ર ઘટનાની તપાસનો આદેશ પણ આપવામાં આવ્યો છે મેજિસ્ટ્રેટની સમક્ષ મૃતકનું પોસ્ટમોર્ટમ અને એફ.એસ.એલ કરવામાં આવશે.


અત્રે ઉલ્લેખનીય છે કે શહેરમાં અગાઉ પણ કસ્ટોડિયલ ડેથની ઘટનાઓ સામે આવી ચૂકી છે. વારંવાર પોલીસે કસ્ટડીમાં થનાર આરોપીઓના મોત જેવી ગંભીર ઘટનાઓ બની રહી છે તેમ છતાં આવી ઘટનાઓ પર લગામ લગાવવામાં આવી રહી ન હતી.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube