AHMEDABAD માં ડીટોક્ષ ક્લિનિકના ડેટાની ચોરી કરતા, આ પ્રકારે ગ્રાહકો સાથે થતી છેતરપીંડી
વસ્ત્રાપુરમાં આવેલી ડૉ. ડીટોક્ષ ક્લિનિકના ડેટાની ચોરી કરી તે ડેટા ગ્રાહકોને બારોબાર દવાઓનું વેચાણ કરી છેતરપીંડી કરનાર યુવતીઓની સાયબર ક્રાઈમે ધરપકડ કરી છે.પ્રિયંકા પંત અને દિવ્યા ગોહિલ નામની મહિલાની આ મામલે ધરપકડ કરી પુછપરછ કરતા સામે આવ્યુ કે આરોપી પ્રિયંકા પંત ફરિયાદીની ક્લિનીકમાં મેનેજર તરીકે અને દિવ્યા ગોહિલ ક્લાયન્ટ મેનેજર તરીકે બે વર્ષ સુધી કામ કરતી હતા.
મૌલિક ધામેચા/અમદાવાદ : વસ્ત્રાપુરમાં આવેલી ડૉ. ડીટોક્ષ ક્લિનિકના ડેટાની ચોરી કરી તે ડેટા ગ્રાહકોને બારોબાર દવાઓનું વેચાણ કરી છેતરપીંડી કરનાર યુવતીઓની સાયબર ક્રાઈમે ધરપકડ કરી છે.પ્રિયંકા પંત અને દિવ્યા ગોહિલ નામની મહિલાની આ મામલે ધરપકડ કરી પુછપરછ કરતા સામે આવ્યુ કે આરોપી પ્રિયંકા પંત ફરિયાદીની ક્લિનીકમાં મેનેજર તરીકે અને દિવ્યા ગોહિલ ક્લાયન્ટ મેનેજર તરીકે બે વર્ષ સુધી કામ કરતી હતા.
આતુરતાનો અંત! CM પદના ચહેરા અંગે પાટીલની મહત્વની જાહેરાત, કાલે બેઠક બાદ લાગશે અધિકારીક મહોર
બન્ને યુવતીઓએ નોકરીનાં સમયગાળા દરમિયાન જ પ્લાન બનાવી તમામ ગ્રાહકોનો ડેટા મેળવી તે ગ્રાહકોને સોશિયલ મીડિયામાં જાહેરાતો મૂકી ડૉ. ડીટોક્ષ ક્લિનીકનાં ભાવ કરતા અડધા ભાવે ડાયેટ પ્લાન, દવાઓની ગ્રાહકોને આપી પૈસા ચાઉં કરી ગઈ હતી. બન્ને આરોપીઓએ કંપની સાથે 12 લાખ 50 હજારનુ નુકસાન કરી ઠગાઈ આચરી હોવાનુ ખુલ્યુ છે. જે અંગે કંપનીને પણ માહિતી મળતા ચોંકી ઉઠી હતી.
GUJARAT CORONA UPDATE: નવા 16 કેસ, 12 રિકવર થયા, એક પણ મોત નહી
મહત્વનુ છે કે આરોપી પ્રિયંકા અને દિવ્યાએ બી.કોમ સુધીનો અભ્યાસ કર્યો છે અને પ્રિયંકા યોગા ટીચરની તાલીમ લઈને ન્યૂટ્રીશીયનનો ઓનલાઈન કોર્સ કરી રહી હતી. જ્યારે દિવ્યા એલ.એલ બીનો અભ્યાસ કરી રહી હોવાનુ ખુલ્યુ છે. બન્ને આરોપી યુવતીઓ અમદાવાદનાં પૂર્વ વિસ્તારમાં રહેતી હતી. હાલ તો સાયબર ક્રાઈમે આ મામલે બન્ને યુવતીઓની ધરપકડ કરી તેઓએ ખોટી રીતે મેળવેલા લાખો રૂપિયા રિકવર કરવા તજવીજ શરૂ કરી છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube