• અમદાવાદનો આ કિસ્સો દરેક માતાપિતા માટે ખતરાની ઘંટડી સમાન છે

  • જે માતાપિતા પોતે નવરા રહેવા માટે બાળકોને મોબાઈલ પકડાવી દે છે, તેમના માટે આ કિસ્સો ચેતી જવા જેવો છે


ઝી મીડિયા/બ્યૂરો :આજના સમયમાં મોબાઈલ નાના બાળકો માટે પણ જરૂરી બની ગયો છે. નાનુ બાળક રડે તો પેરેન્ટ્સ તેને મોબાઈલ પકડાવી દે છે. તો સાથે જ ઓનલાઈન ક્લાસ માટે બાળકોના હાથમાં મોટાભાગના સમયમાં મોબાઈલ જોવા મળે છે. પરંતુ બાળકના હાથમાં મોબાઈલ આપવું કેટલી ગંભીર બની શકે છે તેનો ચેતવણીરૂપ કિસ્સો અમદાવાદમાં બન્યો છે. અમદાવાદની એક 7 વર્ષની બાળકી તેની મમ્મીના સ્માર્ટફોનમાં પોર્ન સાઈટ જોતી હતી. આ જોઈને માતાપિતા ગભરાઈ ગયા હતા. જોકે, સમગ્ર મામલો સાયબર એક્સપર્ટ પાસે પહોંચ્યો અને હાલ બાળકીની સારવાર શરૂ કરાઈ છે. 


આ પણ વાંચો : બે પરિવારોમાં થોડા દિવસોમાં જ લગ્નના તોરણ બંધાવાના હતા, ત્યાં વર્ષના પહેલા જ દિવસે અર્થીઓ ઉઠી


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

અમદાવાદના પરિવારનો આ કિસ્સો હાલ ચર્ચાને ચગડોળે ચઢ્યો છે. બાળકોને મોબાઈલ પકડાવી દેવાનું પરિણામ કેટલું ગંભીર આવી શકે છે તે આ કિસ્સા પરથી સમજી શકાય છે. બન્યું એમ કે, અમદાવાદના અપર મિડલ ક્લાસ પરિવારમાં એક સાત વર્ષની બાળકી છે. ઓનલાઈન ક્લાસ માટે આ બાળકી પાસે મોબાઈલ રહેતો હતો. પરંતુ આ બાળકી મોબાઈલ પર શું કરી રહી છે, શું જોઈ રહી છે તેનાથી તેના માતાપિતા અજાણ હતા. પરંતુ જ્યારે બાળકીએ માતાપિતાને પ્રશ્નો પૂછવા લાગ્યા ત્યારે તેમના પગ તળેથી જમીન ખસી ગઈ. અભ્યાસ બાદ મમ્મીનો ફોન પકડીને રમતી બાળકીથી અજાણતા એક લિંક ખૂલી, જ્યાં પોર્ન વીડિયો હતા. આ વાતથી તેની મમ્મી અજાણ હતી, ન તો માતાએ ધ્યાન આપવાની તસ્દી લીધી કે તેની બાળકી મોબાઈલ પર શું જોઈ રહી છે. ત્યારે રમતા રમતા બાળકીને પોર્ન સાઈટ અને પોર્ન વીડિયો જોવાની આદત લાગી ગઈ. 


આ પણ વાંચો : ગોંડલ હાઈવે પર કાર અને ટ્રક એવી જોરદાર ટકરાઈ કે ત્રણ મહિલાઓ અંદર જીવતી ભડથુ થઈ 


પરંતુ એક દિવસે બાળકીએ આવા વીડિયોને લઈને મમ્મીને પ્રશ્નો પૂછ્યો. એટલુ જ નહિ, બાળકીએ મમ્મીને પોર્ન વીડિયો બતાવીને ન પૂછવાના પ્રશ્નો પૂછવાના શરૂ કર્યાં. જે જોઈને તેની માતા હેબતાઈ ગઈ હતી. ત્યારે મહિલાએ પતિને આ વાત કરી હતી. બંનેએ બાળકીને પૂછપરછ કરતા જાણવા મળ્યું કે, તે લાંબા સમયથી આવા વીડિયો જોતી હતી. સાથે જ તેની માતાએ પણ બાળકી ફોન પર શું જુએ છે તે મોબાઈલની હિસ્ટ્રીમાં જઈને જોવાનો પ્રયાસ ન કર્યો. પરંતુ માતાપિતા કંઈ કરે તે પહેલા તો બાળકીને આવા વીડિયો જોવાની આદત પડી ગઈ હતી. 


અમદાવાદનો આ કિસ્સો દરેક માતાપિતા માટે ખતરાની ઘંટડી સમાન છે. એ માતાપિતા જેઓ પોતે નવરા રહેવા માટે બાળકોને મોબાઈલ પકડાવી દે છે, તેમના માટે આ કિસ્સો ચેતી જવા જેવો છે. જો બાળકો તમારા ધ્યાન બહાર આવા વીડિયો જોશે, તો તેનુ પરિણામ ગંભીર આવી શકે છે. 


આ પણ વાંચો : ખેડૂતો તમારો પાક સાચવજો, ગુજરાતના અનેક જિલ્લાઓમાં વાદળછાયું વાતાવરણ છવાયું