ઉદય રંજન , અમદાવાદ: સમગ્ર દેશમાં લોકડાઉન (Lock Down) બાદ સાયબર ક્રાઇમે માથું ઉચકયું છે તેવા સમયમાં ગુજરાત પણ તેમાંથી બાકાત નથી. પણ ગુજરાત પોલીસ દ્વારા શરૂ કરવામાં આવેલું  સાયબર આશ્વસ્થ પ્રોજેક્ટ સાયબર ફ્રોડનો શિકાર બનેલા લોકોની વ્હારે આવ્યુ છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

અમદાવાદ (Ahmedabad) ની સાયબર ક્રાઇમ (Cyber Crime) કચેરીમાં રોજ અનેક લોકો પોતાની સાથે થયેલી ઓનલાઇન (Online) ચીંટીગની ફરિયાદ લઈને આવતા હોય છે. તેવા સમયમાં ગુજરાત સરકારે સાયબર આશ્વસ્થ પ્રોજેકટ શરૂ કર્યો છે. જે પ્રોજેક્ટમાં આ પ્રકારે સાયબર છેતરપીંડીનો ભોગ બનનારાની ફરિયાદનાં આધારે તાત્કાલીક પગલાં લેવા માટે ક્વીક રિસ્પોન્સ ટીમ બનાવાઇ છે. જે ટીમે અત્યાર સુધી અનેક લોકોએ ગુમાવેલા પૈસા પરત અપાવવામાં મદદ કરી છે.


પોર્ન ઈન્ડસ્ટ્રી છોડ્યા બાદ પણ આ અભિનેત્રીઓની છે બોલબાલા


અત્યાર સુધીમાં સાયબર આશ્વસ્થ હેલ્પ લાઈન (Helpline) પર 30284  કોલ આવ્યા છે જેમાં  ત્યારે અત્યાર સુધી માં 120 કરોડ રૂપિયા ગુજરાતીઓ એ ગુમાવ્યા છે તો સામે  સાયબર ક્રાઇમ બ્રાંચ એ સાયબર ફ્રોડનાં ભોગ બનનારનાં 15 કરોડ 70 લાખ પરત અપાવ્યા છે અને સાવધાન રહેવા અપીલ કરવા માં આવી રહી છે.


સાયબર આશ્વસ્થ પ્રોજેક્ટ હેઠળ કામ કરતી ટીમ સતત PAYTM, ફોન પે (Phone Pe), ગુગલ પે (Google Pay), તેમજ બેંકો સાથે સંપર્કમાં રહે છે અને જ્યારે પણ કોઇ વ્યક્તિની ફરિયાદ હેલ્પ લાઈન પર મળે એટલે તરત જ ગઠીયાઓએ લીધેલી રકમ જે ખાતામાં હોય ત્યાં જ ફ્રિજ કરી દેવાય છે.અને તે બાદ સ્થાનિક પોલીસ આ મામલે તપાસ કરે છે. અમદાવાદ સાયબર ક્રાઇમે અત્યાર સુધીમાં અંદાજે 6 કરોડ રૂપિયા ફ્રિજ કર્યા છે. ઓનલાઇન ચીટીંગની નવી નવી મોડસ ઓપરેન્ડી અપનાવી ગઠીયાઓ લોકોને શિકાર બનાવે છે. સાયબર ફ્રોડનો શિકાર થતા લોકોએ સૌથી પહેલા શું કરવુ તે જાણવું પણ જરૂરી છે જેથી આપ પણ આવા ફ્રોડથી બચી શકો છો.

એકના ડબલની લાલચમાં રાજકોટમાં રોકાણકારોના 50 કરોડ ધોવાયા, 1 લાખ રૂપિયે મળતું હતું આટલું વ્યાજ


ગુજરાત (Gujarat) માં સાયબર ફ્રોડ (Cyber Froud) ની ધટનાઓ દિવસે ને દિવસે વધતી જાય છે, ત્યારે સાયબર ગઠીયાઓ દ્વારા અપાતી લોભામણી લાલચોમાં તેમજ ભ્રમમાં આવી કોઇને પણ ઓટીપી ન આપવાની અપીલ કરી છે. સાથેજ લોભ લાલચથી બચવાની સાથે સાથે  જરૂરી છે એટલું સાવચેત રહેવું. ત્યારે આ સાયબર આશ્વસ્થ પ્રોજેક્ટ લોકો માટે આશીર્વાદ સમાન સાબીત થઇ રહ્યુ છે.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube