ઉદય રંજન, અમદાવાદ: ક્રેડિટ કાર્ડ ડિપાર્ટમેન્ટમાંથી બોલતા હોવાનું કહી છેતરપિંડી કરતા સ્પેશિયલ 26ની ગેંગને સાયબર ક્રાઈમેં ઝડપી. અમદાવાદ સાયબર ક્રાઈમેં દિલ્હીથી લોકોને ફોન કારી ક્રેડિટ કાર્ડ ડિપાર્ટમેન્ટમાંથી બોલતા હોવાનો ભરોસો આપી ક્રેડિટ કાર્ડની ડિટેલ્સ તથા ઓટીપી મેળવી લોકો સાથે છેતરપિંડી કરતી ગેંગ ઝડપી પાડી છે. આ ગેંગના 26 આરોપીઓને સાયબર ક્રાઈમેં દિલ્હીથી ઝડપી પાડ્યા છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

વધુમાં વાંચો: ઓનલાઇન નોકરી શોધવામાં યુવક લૂંટાયો, સાઇબર ક્રાઈમમાં નોંધાવી ફરિયાદ


ફરિયાદી પીનાકીન અમીને સાયબર ક્રાઈમમાં ફરિયાદ નોંધાવી હતી. તેમને 20 એપ્રિલે એક અજાણ્યા નંબર પરથી કોલ આવ્યો હતો અને કોલ કરનાર એસ.બી.આઈ ક્રેડિટ કાર્ડમાંથી વાત કરે છે. તેવી ઓળખ આપી ક્રેડિટ કાર્ડ અપડેટ કરાવવા અને રિડીમ પોઈન્ટ પૈસામાં કન્વર્ટ કરાવવા કાર્ડની ડિટેલ અને ઓટીપી મેળવ્યો હતો અને વૉલેટમાં 51.628 રૂપિયા ટ્રાન્સફર કરી લીધા હતા.


વધુમાં વાંચો: સીએમ રૂપાણી આજે સરહદી વિસ્તાર કચ્છના પ્રવાસે, જાણો સમગ્ર કાર્યક્રમ


પીનાકીન અમીનની ફરિયાદના આધારે પોલીસે તપાસ શરૂ કરી હતી. ટેક્નિકલ એનાલિસિસ કરતા જાણવા મળ્યું હતું કે આ ફ્રોડ કરતી ટોળકી નવી દિલ્હી સ્થિત મોહનગાર્ડન સ્થિત કાર્યરત છે. જેને આધારે સાયબર ક્રાઈમના અધિકારીઓ અલગ-અલગ ટિમ બનાવી દિલ્હી ગયા હતા અને તપાસ કરી રેડ કરી હતી. જેમાં 18 યુવતી અને 8 યુવકની ધરપકડ કરી હતી.


વધુમાં વાંચો: મિત્તલ જાદવ હત્યા કેસ: ફરાર આરોપી કેતન વાઘેલાને પોલીસે દબોચ્યો


આરોપીઓ જુદા જુદા મોબાઈલ નંબરોથી ભારતના જુદા જુદા રાજ્યોમાં ફોન કરી પોતે ક્રેડિટ કાર્ડ ડિપાર્ટમેન્ટમાંથી બોલતા હોવાનું કહી લોકોને વિશ્વાસમાં લઈને ક્રેડિટ કાર્ડની માહિતી મેળવી ઓ.ટી.પી.નંબર મેળવી લેતા હતા અને પૈસા ઈ- વૉલેટમાં ટ્રાન્સફર કરી લેતા હતા. ત્યારબાદ જુદા જુદા એકાઉન્ટમાં લઈને કન્વર્ટ કરાવી લેતા હતા.


વધુમાં વાંચો: દ્રારકા: શારદામઠ ખાતે આદિ શંકરાચાર્યજીની 2525મી જન્મજયંતીની ઉત્સાહપૂર્વક ઉજવણી થઈ


આરોપીની પૈકી દિપક મેમગેન, મોહિતકુમાર, શહેનશાહઆલમ મુખ્ય આરોપી છે. જે કોલરને સીમકાર્ડ અને વોલેટ પૂરું પાડતા હતા અને કોલરને દર મહિને 10,000 પગાર અને 3000 જેટલી ઇનસેન્ટિવ આપતા હતા. પોલીસે આરોપીઓની વધુ પૂછપરછ હાથ ધરી છે.


જુઓ Live TV:-


ગુજરાતના અન્ય સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો...