ઊમેશ પટેલ/વલસાડ :સોશિયલ મીડિયાનો ક્રેઝ જેમ જેમ વધી રહ્યો છે, તેમ તેમ સાઈબર ક્રાઈમ (cyber crime) ના કેસોમાં પણ ઉછાળો આવી રહ્યો છે. સોશિયલ મીડિયાના માધ્યમથી કેટલાક તકસાધુઓ પોતાના ખિસ્સા ગરમ કરતા હોવાના અનેક કિસ્સાઓ પ્રકાશમાં આવી ચૂક્યા છે વલસાડની એક મહિલાને ઈન્સ્ટગ્રામના માધ્યમથી એક શખ્સ બ્લેકમેલ કરતો હોવાનો કિસ્સો સામે આવ્યો છે. જોકે વલસાડ પોલીસે આ ઠગને ગણતરીના સમયમાં જ ઝબ્બે કરી જેલના સળિયા ગણાવતો કર્યો છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

સોશિયલ મીડિયાની કેટલીક જાણીતી એપ કે જે ખરેખર ઉપયોગમાં પણ આવે છે. આ એપના માધ્યમથી કોઈ પોતાનો વ્યવસાય વિકસાવે છે, તો કોઈ પોતાનું બ્રાન્ડીંગ કરવા એપનો સહારો લે છે. તેમાં પણ ખાસ કરીને કેટલીક જાણીતી એપ્લીકેશનનું વર્ચસ્વ છે. પરંતુ સોશિયલ મીડિયા જેટલું કામનું છે એટલુ જ ખતરનાક પણ બની શકે છે. તમે નાણાંકીય નુકસાનથી માંડીને બ્લેકમેઈલિંગના શિકાર પણ બની શકો છે. આવો જ એક કિસ્સો વલસાડમાં સામે આવ્યો છે. વલસાડની એક યુવતીને ઇન્સટાગ્રામ ઉપર એક ઠગ ભટકાયો હતો. આ ઠગે રૂપિયા લઈને ઈન્સ્ટાગ્રામ ઉપર ફોલોઅર્સ વધારવાની મહિલાને લાલચ આપી હતી અને બાદમાં મિત્રતા કેળવી તેના ફોટો મેળવ્યા હતા. આ બાદ બ્લેકમેલનો સિલસિલો શરૂ થયો હતો. આ ઠગે યુવતીને તેના ફોટો વાયરલ કરવાની ધમકી આપી હતી અને જો તે રૂપિયા ન આપે તો રૂપિયાની માંગણી કરી હતી. જોકે યુવતીએ હિંમત દાખવી સાયબર ક્રાઈમ પોલીસનો સહારો લીધો હતો. જેથી પોલીસે તાત્કાલિક આધુનિક ટેકનોલોજીથી ઠગનું આઈ.પી ટ્રેસ કર્યું હતું અને તેને ઝબ્બે કરી લીધો છે.


આ પણ વાંચો : CNG વાહનચાલકો માટે ચેતવણીરૂપ વીડિયો, રીફિલિંગ સમયે થયો જબરદસ્ત મોટો બ્લાસ્ટ


આરોપીને હૈદરાબાદથી ઝડપી પાડવામાં આવ્યો છે. તેનું નામ એમ.ડી.રુસુલ ઉલ્લ્હ્ક છે અને આરોપી બીકોમ ભણ્યો છે. પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે કે પહેલા પણ તે આ જ રીતે અનેક યુવતીઓને ફસાવી ચૂક્યો છે. તેણે કેટલીક યુવતીઓ પાસેથી નાણાં પણ ખંખેર્યા છે. છેલ્લા આશરે 9 માસથી આરોપીએ આસાનીથી પૈસા કમાવવા સોશિયલ મીડિયાનું માધ્યમ અપવાન્યું હતું. ત્યારે પોલીસે હવે આરોપીના રિમાન્ડ મેળવવાની તજવીજ હાથ ધરી છે.


એ.ડી.રસુલ ઉલ્લ્હ્ક જેવા અનેક ભેજાબાજ ઠગો છે કે જેમણે સોશિયલ મીડિયા પૈસા કમાવવાનું માધ્યમ બનાવ્યું છે.જો કે હવે તંત્ર પણ આધુનિક ટેકનોલોજીનો ઉપયોગ કરીને આવા ઠગો સુધી પહોંચી જાય છે. પહેલા મોટા ભાગે જુદા જુદા આઈ.પી થી કારસ્તાન કરીને આવા ઠગો પોતાનો મનસુબો પાર પાડી લેતા હતા. ત્યારે લોકોએ પણ સાવચેત રેહવાની જરૂર છે અને સોશિયલ મીડિયાના માધ્યમથી કોઈ પણ પ્રકારની લોભામણી ઓફર આવે તો તેને ઉંડાણ સુધી પારખ્યા બાદ જ તેમાં આગળ વધવું જોઈએ. જેથી તેમના પરસેવાના પૈસા કોઈ લેભાગુ હડપ ન કરી જાય.