દેશની જનતાને 111 કરોડનો ચૂના લગાવનારા સાયબર માફિયા 8 પાસ નીકળ્યા, 200 FIR પર મોટી કાર્યવાહી
Cyber Fraud Crime : ચાઈનીઝ ગેંગનું દેશમાં 111 કરોડનું સાયબર ફ્રોડ... ધો. 10 સુધી ભણેલા સુરતી યુવકોએ ભલભલાને બાટલીમાં ઉતાર્યા, 200 વધુ FIR થઈ... બેંક ખાતા ભાડે આપનાર સામે ગુનો નોંધાશે
Surat News ચેતન પટેલ/સુરત : દેશભરમાં 111 કરોડ રૂપિયાના સાઈબર ફ્રોડની ઘટનામાં ચાઇનાની ગેંગનો હાથ હોવાનું સામે આવ્યું છે. દેશભરમાં સાયબર ફ્રોડની ઘટનાઓને ચીનની ગેંગ વાયા દુબઈથી અંજામ આપતી હતી. સુરત સાયબર પોલીસે જે ચાર લોકોની ધરપકડ કરી છે તેઓએ આ ખુલાસો કર્યો છે. ધોરણ 8 થી 10 સુધી ભણેલા આ આરોપીઓ દ્વારા દેશભરમાં સાયબર ફ્રોડના જે બેંક એકાઉન્ટ વાપરવામાં આવ્યા છે, તેમની વિરુદ્ધ કુલ 866 થી વધુ અરજીઓ કરવામાં આવી હતી. જેમાંથી દેશભરમાં 200થી વધુ એફઆઇઆર નોંધાવી છે. આ કેસમાં સંડોવાયેલા આરોપી દુબઈ ભાગે તે પહેલા જ મુંબઈ એરપોર્ટથી તેમની ધરપકડ કરવામાં આવી છે.
જૂન વર્ષ 2024 માં સુરત સાઇબર સેલે સાઈબર ફ્રોડની એક એફઆઇઆર દાખલ કરી હતી, જે માત્ર ત્રણ લોકોની ધરપકડ કરાઈ હતી. આ લોકો સુરત સહિત અન્ય વિસ્તારમાં જરૂરિયાતમંદ, શ્રમિક અને વિદ્યાર્થીઓના નામે બેન્ક એકાઉન્ટ ખોલાવી તેના કીટ દુબઈ મોકલતા હતા અને આ બેંક એકાઉન્ટને માધ્યમ બનાવી સાયબર ફોડની ઘટનાને અંજામ આપવામાં આવતી હતી. પોલીસે આ સમગ્ર મામલે તપાસ હાથ ધરી ત્યારે સાયબરની ટીમ પણ ચોંકી ઉઠી હતી. આ સાયબર ક્રિમિનલ દ્વારા ઈન્ટરનેટના માધ્યમથી એસએમએસ, વોટ્સએપ, ટેલિગ્રામ દ્વારા પોતાની ખોટી ઓળખ ઉભી કરી અલગ અલગ પ્રકારની વધુ રૂપિયા કમાવવાની લાલચ આપી છેતરપિંડી આચરતા હતા. શેર માર્કેટ, બિઝનેસ સહિત ડિજિટલ એરેસ્ટના અલગ અલગ સાઈબર ફ્રોડનાં કિસ્સાઓથી જે પૈસા મળતા હતા તેઓ આ એકાઉન્ટમાં મંગાવતા હતા.
‘બેડ કે નીચે સ્યૂસાઈડ નોટ રખી હૈ, પોલીસ પૂછે તો બતા દેના..’ કહીને પરિણીતાનો આપઘાત
આ કેસમાં પોલીસે જે ચાર આરોપીઓની ધરપકડ કરી છે જેમાંથી એક અજય ઇટાલીયા, જલ્પેશ નડિયાદરા, વિશાલ ઠુમ્મર સામેલ છે. અન્ય એક આરોપી હિરેનકુમાર ભરવાડીયા કે જે દુબઈ રહેતો હતો તે સુરત આવ્યો હતો અને ફરીથી દુબઈ માટે ફરાર થવાનો હતો પરંતુ પોલીસને આ અંગે જાણ થતા તેની ધરપકડ મુંબઈ એરપોર્ટથી કરવામાં આવી હતી. જ્યારે મિલન વાઘેલા, કેતન વેંકરીયા, દશરથ ધાંધલીયા અને જગદીશ અજુડીયા હાલ ફરાર છે. આરોપી મિલન અને જગદીશ હાલ દુબઈમાં છે. આરોપીઓ પૈકી જ્યારે બે લોકો દુબઈથી સુરત આવે તો સુરતથી બે લોકો દુબઈ જતા હતા, જેથી નેટવર્ક ચલાવવામાં કોઈ પણ પ્રકારની સમસ્યા ન આવે.
આ સમગ્ર મામલે પોલીસ કમિશનર અનુપમસિંહ ગહેલોતે જણાવ્યું હતું કે, ચીનની ગેંગ દ્વારા આ સમગ્ર નેક્સેસ ચલાવવામાં આવતું હતું. આ લોકો દુબઈમાં બેસેલા લોકોથી કામ કરાવતા હતા અને દુબઈમાં બેસેલા આરોપીઓ ભારતમાં એજન્ટ તરીકે કામ કરતા લોકોને એકાઉન્ટમાં આવનાર પૈસા ને પાંચ લેયરમાં ટ્રાન્સફર કરાવવાની જવાબદારી આપી હતી. આ લોકો પહેલા જરૂરિયાતમંદ લોકો પાસેથી તેમના પુરાવા મેળવી બેન્ક એકાઉન્ટ ખોલાવતા હતા અને બેંક કીટ દુબઈ મોકલતા હતા. કીટ દુબઈ પહોંચ્યા બાદ દેશભરમાં જે પણ સાઈબરફ રોડની ઘટના બનતી હતી તેના પૈસા આ બેક એકાઉન્ટમાં ટ્રાન્સફર કરાવવામાં આવતા હતા.
વટની લડાઈની બાજી હવે મતદારોના હાથમાં, માવજીભાઈ બન્યા હુકમનો એક્કો
સાથે તેઓએ જણાવ્યું હતું કે, જ્યારે પણ મોટા એમાઉન્ટ બેંકમાં આવતા ત્યારે તેઓ પાંચ લેયરમાં આ પૈસા અલગ અલગ રીતે અન્ય બેન્ક એકાઉન્ટમાં ટ્રાન્સફર કરતા હતા. દાખલા તરીકે જો પ્રથમ એકાઉન્ટમાં અઢી કરોડ રૂપિયા આવે તો તેના ટુકડા કરીને અલગ અલગ બેંકમાં નાખવામાં આવતા હતા. આ પ્રોસિજર થયા બાદ ફરીથી તેઓ તે બેંકથી અન્ય એકાઉન્ટમાં અલગ અલગ એમાઉન્ટ ટ્રાન્સફર કરતા હતા. છેલ્લા લેયરમાં માત્ર 5000, 10000 જેટલા રૂપિયા ટ્રાન્સફર કરવામાં આવતા હતા જેથી અધિકારીઓ ને આ નેક્સેસ જાણવામાં મુશ્કેલી થાય અને તપાસ કરવામાં પણ સમસ્યા ઊભી થાય.
પોલીસ કમિશનરે જણાવ્યું હતું કે પ્રથમ વાર અમે આવા લોકો સામે પણ ફરિયાદ કરવા જઈ રહ્યા છે જે લોકોએ આ લોકોને પોતાના કાગળ આપી બેન્ક એકાઉન્ટ ખોલાવવા માટે પરવાનગી આપી કારણકે આવા લોકો જાણે છે કે આ ટોળકી તેમના બેન્ક એકાઉન્ટથી અપરાધિક ગતિવિધિ કરી છે શકે છે તેમ છતાં તેઓએ માત્ર પાંચથી દસ હજાર રૂપિયા માટે પોતાના ડોક્યુમેન્ટસ એમને આપી દીધા છે. બીજી બાજુ અમે બેંકના પણ લોકોને સતર્કકરીશું કે એકાઉન્ટ ખોલાવવા માટે તેઓ કોઈના પણ એકાઉન્ટ ખોલતા પહેલા ધ્યાન આપે. આરોપીઓ પાસેથી અલગ અલગ બેંકના કુલ 86 જેટલા ડેબિટ કાર્ડ મળી આવ્યા છે, 28 મોબાઈલ ફોન, 180 પાસબુક, 30 ચેકબુક, 258 સીમકાર્ડ, એક કમ્પ્યુટર, એક સીપીયુ અને એક લેપટોપ પોલીસે જપ્ત કર્યા છે. જ્યારે આરોપીઓની ધરપકડ કરવામાં આવી હતી ત્યારે આરોપીઓ સુરતમાં બેસીને 250 થી વધુ બેન્ક એકાઉન્ટથી પૈસા ટ્રાન્સફર કરી રહ્યા હતા. આરોપીઓએ સાઇબર ફ્રોડ માટે જે બેન્ક એકાઉન્ટ વાપરતા હતા એનસીસીઆરપી પોર્ટલ મુજબ આ બેન્ક એકાઉન્ટ પર અલગ અલગ રાજ્યોમાં જે ફરિયાદ નોંધાય છે તે પ્રમાણે સૌથી વધારે મહારાષ્ટ્રમાં 171 જેટલી ફરિયાદ છે. આવી જ રીતે જો એફઆઇઆર ની વાત કરવામાં આવે તો મહારાષ્ટ્રમાં સૌથી વધુ 41 જેટલી ફરિયાદ નોંધાય છે.
ગુજરાતમાં બિન ખેડૂત પણ ખરીદી શકશે જમીન, જાણો સરકારે શું આપ્યો જવાબ