ઝી મીડિયા/બ્યૂરો :દર વર્ષે તા. ૩ જૂનના રોજ વિશ્વ સાયકલ દિવસ (cycle day) ની ઉજવણી થાય છે. માનવ જીવન ધોરણ અને પરિવહનમાં આધુનિકતા આવી છતા સાયકલનું મહત્વ જરા પણ ઘટયું નથી. બેઠાડું જીવનશૈલી સામે આરોગ્યની અનેક સમસ્યા ઉભી થઇ છે ત્યારે સાયકલ આજકાલ હેલ્થનું પર્યાય બની રહી છે. સાયકલ અનેક ક્ષેત્રમાં કેન્દ્રમાં રહેલી છે. પૃથ્વીથી મંગળ સુધીની વિકાસ યાત્રામાં સાયકલનું મહત્વનું યોગદાન રહેલું છે. ત્યારે સાયકલની મહત્તા દર્શાવતા કેટલાક ઉમદા ઉદાહરણ જોઈએ.    


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

પોસ્ટમેનના જીવન ચક્રને પૈડા માફક સતત પ્રગતિશીલ રાખતી સાયકલ
ટેક્નોલોજી સાથે માનવ જીવન સહિત અનેક વ્યવસ્થામાં પરિવર્તન આવતું હોઈ છે, પરંતુ એક વ્યવસ્થા હજુ એજ પરંપરાગત રીતે ચાલી રહી છે. એ છે ડાક સેવા. માત્ર ૨૫ પૈસામાં ટપાલ એક ગામથી બીજા ગામ પહોંચાડતી પોસ્ટ સેવામાં સાયકલ પોસ્ટમેનની ઓળખ બની રહી છે.


પોસ્ટમેનની સવાર પેડલ મારવા સાથે થાય છે. સવાર થાય અને ટપાલ, કવર સહીતની વસ્તુઓ લઈ પેડલ મારી સાયકલ પર સવાર થઈ સંદેશ એટલે કે ટપાલ ઘરે ઘરે પહોંચાડે છે. રાજકોટના 7 ડિલેવરી ઝોન પરથી ૧૩૦ પોસ્ટમેન. ઇન્ટરનેટ અને સોશિયલ મીડિયાનો વ્યાપ વધ્યા બાદ ફર્સ્ટ ક્લાસ માલ જેમાં ટપાલ, ઇનલેન્ડનું પ્રમાણ ઘટી ગયું છે, પરંતુ સેકન્ડ ક્લાસ માલ જેમાં કાગળો, ચોપાનિયા, પેપર્સલ, રજીસ્ટર વગેરેનું હજુ મોટા પાયે પ્રમાણ ચાલુ હોવાનું હેડ પોસ્ટ ઓફિસના પબ્લિક રિલેશન ઇન્સ્પેકટર કે.બી. ચુડાસમા જણાવે છે. દરેક પોસ્ટમનને એરિયા વાઈઝ ટપાલ વહેંચણી કરવાની હોઈ છે. દરેક પોસ્ટમનને એરિયા વાઈઝ ટપાલ વહેંચણી કરવાની હોઈ છે. 


૨૪ વર્ષથી સેવારત પોસ્ટમેન વજીદભાઈ બગથરીયા જણાવે છે કે અમે રોજના ૧૦૦થી વધુ રજીસ્ટર તેમજ તેટલા જ પ્રમાણમાં ટપાલ વગેરેનું ઘરે અને ઓફિસમાં વિતરણ કરીએ છીએ. રોજનું 15 કી.મી. જેટલું સાયકલિંગ સામાન્ય રીતે થઈ જતું હોવાનું તેઓ જણાવે છે.


દિવ્યાંગજનોના સ્વપ્નને આકાશી ઉડાન પુરી પાડતી ટ્રાઇસિકલ


દિવ્યાંગજનો સામાજિક બોજ ન બની રહે અને તેમની કારકિર્દી ચારે દિશામાં ઝળહળે તે માટે સામાન્ય માણસની જેમ સતત દોડતા રહેતા દિવ્યાંગના જીવનમાં તેમના પગનો વિક્લપ સમાન ટ્રાઈસિકલની શોધ પણ તેટલી જ મહત્વની છે. પગેથી હેન્ડીકેપ દિવ્યાંગજનોને પરિવહનમાં ટ્રાઈસિકલ ખુબ મદદરૂપ બને છે. હાલ તેના એડવાન્સ વર્જન વહીલચેરનો ઉપયોગ વિકલાંગ તેમજ દર્દીઓ માટે પણ અતિ મહત્વનો સાબિત થઈ રહ્યો છે. 


રાજ્ય સરકાર દ્વારા દિવ્યાંગ ખેલાડીઓ માટે વિશેષ ખેલ મહાકુંભ શરૂ કરાયો છે. જેની ફલશ્રુતિ રૂપે અનેકે દિવ્યાંગ ખેલાડીઓ રમતગમત ક્ષેત્રે તેમની પ્રતિભા દેખાડી શક્ય છે.


દિવ્યાંગજ્નોને રમતગમત ક્ષેત્રે પણ તેમની પ્રતિભા દેખાડી શકે તે માટે ટ્રાઈસિકલ મદદરૂપ બની છે. જેનું એક જવલંત ઉદાહરણ છે મહિલા ખેલાડી સોનલ વસોયા. રાજકોટ જિલ્લાના જામકંડરોના તાલુકાના નાનકડા રાયડા ગામથી રાજકોટ ભણતર માટે આવેલી સોનલ વસોયા વર્ષ ૨૦૧૧ માં ખેલ મહાકુંભથી ગોળા ફેંક અને ચક્ર ફેંક, બરછી ફેંક સહિતની રમતમાં તેનું કૌશલ્ય દેખાડી આજે વહીલચેર પર બેસી દેશ વિદેશમાં અનેક સ્પર્ધામાં ભાગ લઈ મેડલો જીતી ચૂક્યાં છે.


કમરથી નીચેના ભાગે વિકલાંગ સોનલને ચાલવાની તકલીફમાં પગથી વિશેષ મહત્વનું યોગદાન તેની વહીલચેરનું છે. વહીલચેરના સહારે ઓલ્મપિક કે એશિયન કોમનવેલ્થમાં મેડલ જીતના સ્વપ્ન સેવતી પેરા એથ્લેટીક્સ સોનલ વસોયા કહે છે કે, હું પગથી વધુ વહીલચેર પર દોડી શકું છું. સોનલ જેમ અનેક દિવ્યાંગો ટ્રાઈસિકલના સહારે જીવન ગતિમાન રાખી સ્વપ્ન પુરા કરી રહ્યા છે.