ઝી બ્યૂરો, અમદાવાદઃ વિનાશક તૌકતે વાવજોડું સીવીયર સાયકલોનીક સ્ટોર્મ બનીને અમદાવાદ તરફ આગળ વધી રહ્યું છે. લેટેસ્ટ અપડેટ મુજબ વાવાઝોડું દક્ષિણ-પશ્ચિમ અમદાવાદથી 205 કિમી દૂર છે. જ્યારે વાવાઝોડું સુરેન્દ્રનગરથી 125 કિમીના અંતરે છે. વાવાઝોડાના લેન્ડફોલ બાદ ઝડપ ઘટી છે. જોકે, દરેકે સાવચેતી રાખવાની જરૂર છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

તૌકતે વાવાઝોડાએ દિવ-ઉના સહિત સૌરાષ્ટ્રના ભાવનગર-અમરેલી સહિતના જિલ્લામાં તારાજી સર્જ્યા બાદ અમદાવાદ પાસેથી બપોરના 3 વાગ્યાની આસપાસ પસાર થવાનું છે. તૌકતે વાવાઝોડાને પગલે અમદાવાદનું વહીવટી તંત્ર એલર્ટ થઇ ગયુ છે. જિલ્લા કલેક્ટરે કામ વગર કોઇ પણ વ્યક્તિને ઘરની બહાર ના નીકળવાની તાકીદ કરી છે.


તૌકતે વાવાઝોડુ આગામી ત્રણ થી ચાર કલાક પછી ગમે તે સમયે અમદાવાદ જિલ્લાને સ્પર્શે તેવી શક્યતા છે. આ દરમિયાન લોકો સલામત રહે તેમજ જિલ્લામાં કોઇ પ્રકારની જાનમાલની નુકસાની ના થાય તે માટે અમદાવાદ જિલ્લાવહીવટીતંત્ર સંપૂર્ણ સજ્જ છે. કામ વગર કોઇ પણ વ્યક્તિએ ઘરની બહાર ના નીકળવાની પણ કલેક્ટરે તાકીદ કરી છે. તૌકતે વાવાઝોડાના પગલે સાબરમતી નદીનું લેવલ ઓછું કરાયું છે. વાસણા બેરેજના 2 દરવાજા ખોલવામાં આવ્યાં છે. 20 અને 23 નંબરના દરવાજા ખોલી પાણીનું સ્તર 133 માંથી 130 ફૂટ કરવાની સુચના આપવામાં આવી છે. વાવાઝોડાની ધોલેરા ખાતે અસર, જોવા મળી. અમદાવાદ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા ખડેપગે કામગીરી કરવામાં આવી છે. ગોગલા ગામના નાગરિકોનું સ્થળાંતર કરવામાં આવ્યું છે. બીજી તરફ અમદાવાદ માં પણ વાતાવરણ માં પલટા સાથે  પવન પણ જોર પકડી રહ્યો છે.


તૌકતે વાવાઝોડાને કારણે અમરેલીના રાજુલામાં 200થી વધુ વૃક્ષો ધરાશાયી થઇ ગયા હતા જેને કારણે મોટાભાગના રસ્તા બંધ થઇ જતા વાહન વ્યવહાર ખોરવાયો હતો. ગુજરાતમાં વાવાઝોડાની અસર જોવા મળી રહી છે. અમદાવાદમાં છેલ્લા બે દિવસથી વાવાઝોડાને કારણે ધીમી ધારે વરસાદ પડી રહ્યો છે. પાલડી, આશ્રમ રોડ, વાસણા, જુહાપુરા, એસજી હાઇવે,પ્રહલાદનગર સહિતના વિસ્તારમાં વરસાદ પડી રહ્યો છે.


અમદાવાદ જિલ્લામાં બપોર બાદ તૌકતે વાવાઝોડાની અસર જોવા મળશે. અમદાવાદમાં અનેક વિસ્તારોમાં વરસાદને કારણે પાણી ભરાઇ ગયા હતા. તેમજ ગટરો ઉભરાઇ જવાના દ્રશ્યો જોવા મળ્યા હતા. સાબરમતી નદીમાં વાસણા બેરેજના બે દરવાજા ખોલવામાં આવ્યા છે. વાવાઝોડાને પગલે સૌરાષ્ટ્રમાં અનેક ઘરોમાં વિજળી ગુલ થઇ ગઇ હતી અને અંધારપટ છવાઇ ગયો હતો. રાજકોટના આટકોટ, જસદણ સહિતના આસપાસના વિસ્તારમાં વરસાદ પડ્યો હતો જેને કારણે અનેક જગ્યાએ વીજ પુરવઠો ખોરવાઇ ગયો હતો.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube