Cyclone Biparjoy: 5 વર્ષમાં ચોથું ચક્રવાત, અચાનક ગુજરાત તરફ કેમ વધવા લાગ્યા તબાહીના આટલા તોફાન
Biparjoy Cyclone In Gujarat: બિપરજોય વાવાઝોડા પહેલા પણ ગુજરાતે અનેક વખત આવા ચક્રવાતનો સામનો કર્યો છે. ગુજરાત ફરી એકવાર છેલ્લા પાંચ વર્ષમાં ચોથા ચક્રવાતનો સામનો કેમ કરવા જઈ રહ્યું છે તે અંગે વાવાઝોડા અંગે ચર્ચા ચાલી રહી છે. આ અંગે હવામાનશાસ્ત્રીઓએ પોતાનો અભિપ્રાય આપ્યો છે.
અમદાવાદઃ રાજ્યમાં 15 જૂને ખતરનાક વાવાઝોડું બિપરજોય આવવાનું છે. હવામાન વિભાગના અધિકારીઓનું કહેવું છે કે છેલ્લા પાંચ વર્ષમાં ગુજરાતને પ્રભાવિત કરનાર આ ચોથું મોટું વાવાઝોડું છે. આ પહેલાં 2019માં વાવાઝોડા વાયુને કારણે ભૂસ્ખલન થયું અને પછી 2020માં મહારાષ્ટ્રમાં આવનાર નિસર્ગ તોફાને ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તારમાં ભીષણ વરસાદથી નુકસાન પહોંચાડ્યું હતું. વર્ષ 2021માં આવેલા તૌકતેએ દીવ-ઉનાની પાસે એક ભૂસ્ખલન કર્યું, જેનાથી વ્યાપક નુકસાન થયું હતું. ગુજરાતે 1998થી 20 વર્ષમાં ચાર મોટા વક્રવાતનો સામનો કર્યો છે. કંડલામાં ટકરાયેલા સુપર-ચક્રવાતે માનવ જીવન અને સંપત્તિને એવું નુકસાન પહોંચાડ્યું, જેના નિશાન 2018 સુધી જોવા મળ્યા હતા.
જળવાયુ પરિવર્તને ગુજરાતને બનાવ્યું સંવેદનશીલ
નિષ્ણાંતોના મતે વાતાવરણમાં ફેરફારને કારણે ગુજરાત ચક્રવાત માટે સંવેદનશીલ બન્યું છે. ગુજરાતના ભારતીય હવામાન વિભાગના વડા મનોરમા મોહંતીએ જણાવ્યું હતું કે, "અરબી સમુદ્રના ક્ષેત્રમાં ઉષ્ણકટિબંધીય ચક્રવાતમાં વધારો થવા માટે જવાબદાર ઘણા પરિબળો પૈકીનું એક આબોહવા પરિવર્તન છે." હવામાન વિભાગના અધિકારીઓએ જણાવ્યું હતું કે લક્ષદ્વીપ જૂથની આસપાસના ચક્રવાતના ઉદ્દભવથી લઈને ગુજરાત સુધીનો ફનલ આકારનો દરિયાકિનારો એ સૌરાષ્ટ્ર અને કચ્છના દરિયાકાંઠે ચક્રવાતનું એક કારણ છે. એક અધિકારીએ કહ્યું "ભવિષ્યમાં, હિંદ મહાસાગર ક્ષેત્રમાં સરેરાશ સપાટીના દરિયાઇ તાપમાનમાં વધારો થવાને કારણે, રાજ્યમાં વધુ સંખ્યામાં ચક્રવાત આવી શકે છે.
આ પણ વાંચોઃ વાવાઝોડામાં કોઈ ભૂખ્યું નહીં રહે, આવી છે તૈયારી, લાખોની સંખ્યામાં ફૂડ પેકેટ તૈયાર
બિપરજોય માટે યુદ્ધસ્તર પર તૈયારી
સોમવારે રાજ્ય તંત્રએ બિપરજોય માટે યુદ્ધસ્તર પર તૈયારી શરૂ કરી દીધી હતી. આઈએમડીના અધિકારીઓએ લેટેસ્ટ માહિતી આપી કે કચ્છ-પાકિસ્તાન સરહદી ક્ષેત્રના પહેલાના અનુમાનોની તુલનામાં જખૌની પાસે લેન્ડફોલ થઈ શકે છે. અધિકારીઓએ કહ્યું કે, આજે તસવીર વધુ સ્પષ્ટ થઈ જશે. લેટેસ્ટ વિગત પ્રમાણે વાવાઝોડું દ્વારકાથી 290 કિમી દૂર છે.
પીએમ મોદીએ યોજી હતી સમીક્ષા બેઠક
પીએમ મોદીએ રાજ્ય સરકારની સાથે ગુજરાતમાં તોફાનની તૈયારીની સમીક્ષા બેઠક કરી હતી. આ બેઠકમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને વરિષ્ઠ અધિકારીઓ હાજર રહ્યાં હતા. તો રાજ્ય સરકારે પણ સંપૂર્ણ તૈયારી કરી લીધી છે. રાજ્યના આઠ જિલ્લામાં જ્યાં વાવાઝોડાની સૌથી વધુ અસર થવાની છે ત્યાંના 50 હજાર જેટલા લોકોને સુરક્ષિત સ્થળે પહોંચાડી દેવામાં આવ્યા છે. રાજ્ય સરકારના મંત્રીઓએ વિવિધ જિલ્લામાં પહોંચીને કમાન સંભાળી લીધી છે.
વાવાઝોડામાં દ્વારકા મંદિરની બંને ધજા ખંડિત થઈ, ભક્તો નિરાશ થયા
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube