Cyclone Biparjoy Landfall: બિપરજોય વાવાઝોડું ધીમે ધીમે ગુજરાત તરફ આગળ વધી રહ્યું છે. ગુજરાતના દરિયાકાંઠે બિપરજોય વાવાઝોડું ટકરાયું છે એટલે કે ગુજરાતના દરિયા કિનારે લેન્ડફોલની પ્રક્રિયા શરૂ થઈ છે. દરિયા કિનારે ભારેથી અતિભારે પવન સાથે વરસાદ વરસી રહ્યો છે. જ્યારે કચ્છમાં તોફાની વાવાઝોડાની અસર દેખાવાની શરૂઆત થઈ ચૂકી છે. લેન્ડફોલનું કાઉન્ટડાઉન શરૂ થઈ ગયું છે. હવે વાવાઝોડું ગમે ત્યારે ટકરાઇ શકે છે. જોરદાર પવન સાથે તોફાની વરસાદ પણ ગમે તે ઘડીએ કચ્છના કિનારા સાથે ટકરાઇ શકે છે. જેના પગલે તંત્ર દ્વારા સંપુર્ણ તૈયારીઓ પુર્ણ કરી દેવામાં આવી છે. આગામી બે કલાકમાં તે કચ્છના જખૌમાં લેન્ડ ફોલ થાય તેવી શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી છે.



COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

વાવાઝોડાનું બહારનું વાદળોના આવરણથી ઢંકાયેલું માળખું ગુજરાતના દરિયાકિનારે અથડાઈ ગયું છે. ત્યારે તેની અસર પણ દરિયાકિનારાના વિસ્તારોમાં જોવા મળી રહી છે. હવામાન વિભાગની આગાહી પ્રમાણે આજે રાત સુધીમાં બિપરજોય વાવાઝોડું ગુજરાતના દરિયા કિનારા સાથે ટકરાઈ શકે છે. અને આ સમય હોય શકે છે સાંજના 6 વાગ્યાથી રાત્રિના 9 વાગ્યા સુધીનો. અને એટલે જ ગુજરાત માટે આજે સાંજના 6 વાગ્યાથી રાત્રિના 9 વાગ્યા સુધીનો સમય ભારે છે. આજે કચ્છના જખૌ પોર્ટ નજીક  બિપરજોય વાવાઝોડું ટકરાવાનું છે. 


  • ગુજરાતના દરિયાકાંઠે બિપરજોય વાવાઝોડું ટકરાયું--

  • ગુજરાતના દરિયા કિનારે લેન્ડફોલની પ્રક્રિયા શરૂ--

  • દરિયા કિનારે ભારે પવન સાથે વરસાદ શરૂ--

  • કચ્છમાં તોફાની વાવાઝોડાની અસર દેખાવાની શરૂઆત--

  • 15 કિમીની ગતિથી આગળ વધી રહ્યું છે વાવાઝોડું--

  • 125થી 140 કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાશે--

  • મધરાત્રિ સુધી સંપૂર્ણ રીતે ટકરાઈ જશે વાવાઝોડું--

  • કચ્છમાં અત્યારે પવનની ગતિ 60થી 70 કિમી પ્રતિ કલાક--

  • કરાંચીથી માંડવી વચ્ચે આગળ વધી રહ્યું છે વાવાઝોડું-

  • વાવાઝોડાની ઝડપ અત્યારે 60થી 70 કિમી પ્રતિ કલાક--



હાલની સ્થિતિએ વાવાઝોડું કચ્છના જખૌથી 80 કિમી દૂર છે. જ્યારે દેવભૂમિ દ્રારકાથી 130 કિમી દૂર છે.તો કચ્છના નલિયાથી 140 કિમી દૂર  છે. જ્યારે પોરબંદરથી 220 કિમી દૂર  છે. વાવાઝોડું ત્રાટકશે ત્યારે તેની સૌથી વધુ અસર કચ્છ અને તેની આસપાસના જિલ્લા એટલે કે મોરબી, જામનગર, દ્વારકામાં સૌથી વધારે જોવા મળશે. કચ્છ અને આસપાસના વિસ્તારોમાં ભારે નુકસાન થઈ શકે છે. હાલ બિપરજોય વેરી સિવિયર સાયક્લોનિક સ્ટોર્મના સ્વરૂપમાં છે. વાવાઝોડું ટકરાય ત્યારે પવનની ગતિ 120થી 130 કિલોમીટર પ્રતિ કલાક રહી શકે છે. જે બાદમાં વધીને 150 કિલોમીટર પ્રતિ કલાક પણ થઈ શકે છે.


ઉલ્લેખનીય છે કે, વરસાદ અંગે મોટા ભાગના દરિયાઇ કિનારાના વિસ્તારો સાથે ટકરાય તેવી શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. જો કે વાવાઝોડાને કારણે સૌથી વધારે અસર ગીર સોમનાથ, પોરબંદર, જૂનાગઢ, જામનગર અને દ્વારકામાં અત્યારથી જ તોફાની વરસાદ શરૂ થઇ ચુક્યો છે. હવામાન વિભાગના અનુસાર અત્યાર સુધીમાં પોરબંદરમાં 17 મીમી, નાલિયામાં 17 મીમી, ભુજમાં 12 મીમી, કંડલામાં 12 મીમી વરસાદ નોંધાયો છે.