Cyclone Biparjoy: વાવાઝોડામાં કોઈ ભૂખ્યું નહીં રહે, ગુજરાતમાં આવી છે તૈયારી, લાખોની સંખ્યામાં ફૂડ પેકેટ કરાયા તૈયાર
Cyclone Biparjoy: ગુજરાતમાં સંભવિત વાવાઝોડાને ધ્યાનમાં રાખી આશરે 50 હજાર જેટલા લોકોને સુરક્ષિત સ્થળે ખસેડી લેવામાં આવ્યા છે. તંત્રની સાથે સાથે અનેક સામાજિક અને ધાર્મિક સંસ્થાઓ લોકોની મદદ માટે તૈયારી કરી રહી છે. આ સંસ્થાઓ દ્વારા કોઈ ભૂખ્યા ન રહે તે માટે ફૂડ પેકેટ તૈયાર કરવામાં આવી રહ્યાં છે.
અમદાવાદઃ ગુજરાતમાં 15 જૂને સાંજે 5 કલાકે વાવાઝોડું બિપરજોય ટકરાઈ શકે છે. વાવાઝોડાને ધ્યાનમાં રાખીને દરિયાકાંઠાના વિસ્તારો જેમાં ખાસ કરીને જૂનાગઢ, કચ્છ, જામનગર, દ્વારકા, મોરબી અને રાજકોટમાં 50 હજાર જેટલા લોકોનું સ્થળાંતર કરવામાં આવ્યું છે. લોકોને સલામસ સ્થળે ખસેડી દેવામાં આવ્યા છે. આ દરમિયાન લોકોને કોઈ મુશ્કેલી ન પડે તેની તમામ તૈયારી કરી લેવામાં આવી છે. તો અનેક ધાર્મિક અને સામાજિક સંસ્થાઓ દ્વારા ફૂડ પેકેટો તૈયાર કરવામાં આવી રહ્યાં છે.
લોકોના ભોજન માટે ફૂડ પેકેટ તૈયાર કરાયા
રાજ્યમાં વાવાઝોડાના ખતરાને જોતા દરિયાકાંઠાના જિલ્લાઓ ખાસ કરીને સૌરાષ્ટ્રના આઠ જિલ્લાઓમાં 50 હજાર જેટલા લોકોને સુરક્ષિત સ્થળે પહોંચાડી દેવામાં આવ્યા છે. લોકોના જમવા તથા રહેવાની વ્યવસ્થા તંત્ર કરી રહ્યું છે. આ વચ્ચે રાજ્યની અનેક સામાજિક અને ધાર્મિક સંસ્થાઓ પણ આગળ આવી છે. આ ધાર્મિક સંસ્થાઓ દ્વારા લોકો માટે ફૂડ પેકેટ તૈયાર કરવામાં આવી રહ્યાં છે.
વાવાઝોડાની અસરને લીધે સુરતનો દરિયો થયો ગાંડો, ઉછળી રહ્યાં છે મોટા મોજાઓ, જુઓ તસવીરો
આ સિવાય રાજ્યમાં અનેક ધાર્મિક અને સામાજિક સંગઠનો દ્વારા અસરગ્રસ્તો માટે ફૂડ પેકેટ અને અન્ય વ્યવસ્થા કરવામાં આવી રહી છે. અનેક ધારાસભ્યો અને રાજકીય પાર્ટીઓ દ્વારા પણ લોકોની મદદ કરવા માટે સમગ્ર તૈયારી કરવામાં આવી છે. ધારાસભ્યો પણ ફૂડ પેકેટો તૈયાર કરાવી રહ્યાં છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube