હવામાન ખાતાએ આપેલી લેટેસ્ટ માહિતી મુજબ હાલ આ બિપરજોય વાવાઝોડું નબળું પડીને સિવિયર સાયક્લોનમાં ફેરવાયું છે અને ભૂજથી 30 કિમી દૂર છે. સાંજ સુધીમાં સૌરાષ્ટ્ર-કચ્છ પર વધુ નબળું પડીને ડીપ ડિપ્રેશનમાં ફેરવાશે. આ વાવાઝોડાની ગઈકાલે સાંજે ગુજરાતના કાંઠે લેન્ડફોલની પ્રક્રિયા શરૂ થઈ હતી જે મોડી રાત સુધી ચાલી. 


શું રહેશે આજે વાવાઝોડાની સ્થિતિ
હવામાન વિભાગ દ્વારા જે લેટેસ્ટ માહિતી વાવાઝોડા અંગે આપવામાં આવી છે તેમાં ડાયરેક્ટર મનોરમા મોહંતીએ એમ પણ કહ્યું કે આજે બપોરે 12 વાગ્યા સુધીમાં આ વાવાઝોડું સાયક્લોનિક સ્ટ્રોર્મમાં ફેરવાય  તેવી શક્યતા છે. સાંજે ડીપ ડિપ્રેસશનમાં ફેરવાઈ શકે છે. ડીપ ડીપ્રેશન કચ્છ અને રાજસ્થાન બાજુ રહેશે. આ સાથે જ સમગ્ર દિવસ દરમિયાન વાવાઝોડાની શું સ્થિતિ રહેશે તથા રાજ્યમાં ક્યાં વરસાદની શક્યતા રહેશે તે આગાહી પણ કરવામાં આવી. હવામાન ખાતાના ડાયરેક્ટર ડો.મનોરમા મોહંતીએ આ અંગે માહિતી આપતા કહ્યું કે હાલ વાવાઝોડું 12 કિમીની ઝડપે આગળ વધી રહ્યું છે. તેની ઝડપ 85 થી 90 km પ્રતિ કલાક છે. હજુ પવનની ગતિમાં ઘટાડો થશે. 


Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube