અમદાવાદ :'વાયુ' વાવાઝોડાની દિશા બદલાઈ હોવાનું રાજ્ય સરકાર દ્વારા સત્તાવાર રીતે જાહેર કરવામાં આવ્યું છે. હવે વાવાઝોડું વેરાવળને બદલે પોરબંદર તરફ ડાયવર્ટ થયું છે. દિશાની સાથે સાથે સમય પણ બદલાયો છે. હવે વાવાઝોડું સવારને બદલે બપોરે ત્રાટકવાનું છે. 24 કલાક સુધી આ વાવાઝોડાની અસર જોવા મળશે. ત્યારે જુનાગઢ અને પોરબંદરમાં સૌથી વધુ અસર થશે. ત્યારે વાવાઝોડાના લેટેસ્ટ અપડેટ જાણો...


  • COMMERCIAL BREAK
    SCROLL TO CONTINUE READING

    સાબરકાંઠા જિલ્લામાં છેલ્લા 24 કલાકમાં સર્વત્ર વરસાદ નોંધાયો. હિંમતનગરમાં 34 મિમી, વિજયનગરમાં 03 મિમી, વડાલીમાં 18 મિમી, પોશીનામાં 07 મિમી, પ્રાંતિજ 43 મિમી, તલોદ 21 મિમી, ખેડબ્રહ્મા 16 મિમી અને ઈડર 22 મિમી વરસાદ પડ્યો છે. વાવઝોડા સાથે વરસાદ પડતાં પતરા પણ ઉડ્યા, જેમાં કેટલાક પશુઓના પણ મોત થયા છે. પ્રાંતીજના ભાખરીયા વિસ્તારમાં મકાનનું પતરું ઉડીને વાગતા યુવાનનું મોત થયું છે. હિંમત નગરના સહાકારી જિન વિસ્તારમાં આવેલ ડમરુ હોટલમાં કરંટ લાગતા હોટલ કર્મચારીનું મોત થયું છે. પ્રાંતિજના કરોલમાં વીજળી પડવાથી બે પશુના મોત થયા છે. તલોદના ઉજેડીયા પાસેની ફેક્ટરીમાં શોર્ટ સર્કિટથી આગ લાગતા નુકશાન થયું. તલોદના ખેરોલ, પનાપુરમાં ત્રણ તબેલાના પતરા ઉડ્યા. તલોદના જશાજીના મુવાડામાં આઠ ઘરના પતરા ઉડ્યા.

  • વાયુ વાવાઝોડાને પગલે રાજ્યના તમામ બંદરો પર 9 નંબરનું સિગ્નલ લગાવવામાં આવ્યું છે. 9 નંબરનું સિગ્નલ ભયજનક ગણવામાં આવે છે. વાત કરીએ તો અમરેલીના જાફરાબાદમાં પહેલી વખત 9 નંબરનું સિગ્નલ લગાવવામાં આવ્યું છે. જાફરાબાદ બંદર પર હાઇએલર્ટ અપવામાં આવ્યું છે. ફિશરીઝ વિભાગે 9 નંબરનું સિગ્નલ લગાવ્યું છે. તો આ તરફ સોમનાથમાં પણ 9 નંબરનું સિગ્નલ લગાવાયું છે. વેરાવળ પોરબંદર અને ગીર સોમનાથમાં પણ 9 નંબરનું સિગ્નલ લગાવાયું છે. સૌરાષ્ટ્રના તમામ બંદર પર 9 નંબરનું મહાભયજન સિગ્નલ લગાવાયું છે.

  • અમરેલી, પોરબંદર દીવ અને વલસાડ સહિતમાં દરિયાનું રૌદ્ર સ્વરૂપ જોવા મળ્યું છે. દીવમાં મુસાફરોને ન જવા માટેના આદેશ આપવામાં આવ્યા છે. સાથે જ જે મુસાફરો દીવમાં છે તેમને પણ પરત લાવવા માટે ખાસ વ્યવસ્થા કરવામાં આવી છે.

  • રાજ્યમાં એનડીઆરએફની કુલ 52 ટીમ અસરગ્રસ્ત વિસ્તારોમાં 52 માંથી પાંચ ટીમ દીવમાં તૈનાત કરાઈ. પટના અને ચેન્નાઈ આવેલી 12 ટીમો દ્વારકા, અમરેલી, ગીર સોમનાથ, જુનાગઢ, પોરબંદર, જામનગર બાકી ટીમે જામનગર, રાજકોટ અને કચ્છ મોકલવામાં આવી એનડીઆરએફની ૪૭ ટીમ ગુજરાતમાં છે અને પાંચ ટીમમાં તૈનાત કરાઇ છે

  • ઉપલેટામાં વરસાદ શરૂ થતા જ વીજળી ગુલ થઈ. ઉપલેટા, ધોરાજી, જેતપુર શહેર સહિત ત્રણેય તાલુકાઓના વાતાવરણમાં પલટો આવ્યો. વાદળછાયા વાતાવરણમાં ધીમા પવન સાથે ધીમી ધારે વરસાદ શરૂ થયો. વરસાદથી ગરમીમાં રાહત મળતા શહેરીજનોને ઠંડીનો અહેસાસ થયો.