અમદાવાદ :ચાર દિવસ પહેલા વાયુ વાવાઝોડાની દિશા તો ફંટાઈ ગઈ હતી, પણ આજે પરત ફરતા સમયે તે ફરીથી ગુજરાતના દરિયા કાંઠે ટકરાવાનું છે. આજે મધરાતે વાયુ વાવાઝોડું કચ્છના દરિયાકાંઠે ત્રાટકી શકે છે. આ વાવાઝોડું સિવીયર સાયક્લોનીક સ્ટોર્મમાંથી સાયક્લોનિક સ્ટોર્મમાં ફેરવાયું છે. આ સાયક્લોન હવે ડીપ ડિપ્રેશનમાં ફેરવાશે. ત્યારે તેની અસર પોરબંદર, દ્વારકા કચ્છમાં તેની મોટી અસર જોવા મળશે. આ વિસ્તારોમાં વરસાદ પડવાની શક્યતા છે. ત્યારે કચ્છમાં એનડીઆરએફની 3 ટુકડી સ્ટેન્ડ બાય રાખવાના આદેશ આપ્યા છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

‘વાયુ’ને કારણે ગુજરાતના ખેડૂતોને મળી મોટી ખુશી, ખાસ મુહૂર્તમાં કરી શક્યા વાવણી


ફંટાયા બાદ ફરીથી આજે ત્રાટકશે 
ગુજરાતમાં ત્રાટકનારું વાયુ નામનું વાવાઝોડું ફરી પાછું સક્રિય થઈને સૌરાષ્ટ્ર અને કચ્છના કેટલાક વિસ્તારમાં અસર કરે તેવી શકયતા છે. વાવાઝોડું ઓમાન તરફ ફંટાઈ ગયું હતું, પરંતુ ફરી સક્રિય થઈને તા. 17 અને 18 જૂનના રોજ ફરી પાછું સૌરાષ્ટ્ર અને કચ્છ ના કેટલાક વિસ્તારોમાં અસર કરે તેવી શક્યતાઓ છે. વાયુ વાવાઝોડુ આજે મોડી રાત્રે ડિપ્રેશન સ્વરૂપે કચ્છના દરિયા કાંઠે ટકરાશે. આ વાવાઝોડુ ધીમે ધીમે નબળુ પડી રહ્યું છે. આગામી 6 કલાકમાં તે ડીપ ડિપ્રેશનમાં ફેરવાશે. ત્યાર બાદના 6 કલાકમાં ડીપ્રેશનમાં ફેરવાશે. ડિપ્રેશન સ્વરૂપમાં આજે મધ્ય રાત્રિએ કચ્છના નલિયા ખાતે ટકરાશે. હાલમાં વાવાઝોડુ નલિયાથી દક્ષિણ પશ્વિમ 280 કિમી દૂર, દ્વારકાથી દક્ષિણ પશ્વિમ 260 અને ભૂજથી
દક્ષિણ પશ્વિમ 360 કિમી દૂર છે. પ્રતિ કલાક 17 કિમીની ઝડપે વાવાઝોડુ સતત કચ્છ આગળ વધી રહ્યુ છે. ત્યારે સ્થાનિક તંત્ર દ્વારા માછીમારોને હજી પણ દરિયો ન ખેડવાની સૂચના આપવામાં આવી છે. 



આજે સાંજે 7 વાગ્યે વાવાઝોડાની સ્થિતિ



આજે મધ્યરાત્રિએ 3 વાગ્યે વાયુ વાવાઝોડાની સ્થિતિ આવી રહેશે


PM મોદીના જબરા ફેન : સાઈકલ પર નીકળ્યા દિલ્હી જવા...


NDRF ની 3 ટુકડીઓ કચ્છમાં સ્ટેન્ડ બાય 
વાવાઝોડાની અસરને પગલે કચ્છ, પોરબંદર, દ્વારકાનો દરિયો તોફાની થતો હોવાનું જોવા મળી રહ્યો છે. તો આ દરિયાઈ વિસ્તારના વસ્તીમાં પણ લોકોને સતર્ક કરાવી દેવામાં આવ્યા છે. ફરી તોફાનને પગલે NDRFની 3 ટુકડીઓ કચ્છમાં સ્ટેન્ડ બાય રાખવામાં આવી છે. 17 અને 18 તારીખે કોઈ સ્થિતિ ઉભી થાય તો તેને પહોંચી વળવા માટે સતર્ક રહી ને વહીવટી તંત્રે કવાયત હાથ ધરી છે. 


જળયાત્રા Pics : ગંગા પૂજન, જળાભિષેકથી લઈને શું શું બન્યું, જુઓ



દ્વારકામાં દરિયાના મોજા ઉછળ્યા, ભારે પવન ફૂંકાયો
વાયુ વાવાઝોડાની અસરને લઈને દ્વારકાના દરિયામાં ભારે કરંટ જોવા મળી રહ્યો છે. દરિયાના મોજા 10 ફુટ થી ઉંચા ઉછળી રહ્યા છે. તો બીજી તરફ પવનની ગતિ પણ 50 થી 60 ની ઝડપે જોવા મળી છે. જ્યારે આવા વાતાવરણમાં પણ દરિયાકાંઠે સેલ્ફી લેતા યુવાનો નજરે ચઢ્યા છે. 


વાયુ વાવાઝોડા ની દ્વારકા તથા ઓખાના દરિયા કિનારે કરંટ વધતો જઈ રહ્યો છે. દ્વારકાના તમામ બંદરો એલર્ટ પર મૂકાયા છે. તો બેટ દ્વારકા ફેરી બોટ સર્વિસ બંધ પણ યથાવત રાખવામાં આવ્યો છે. દરિયાઈ ટાપુ બેટ દ્વારકાના દરિયામાં વધુ પડતો કરંટ જોવા મળ્યો છે. 


લેટેસ્ટ ન્યૂઝ જાણો, જુઓ LIVE TV