• તેજ પવનને કારણે મોબાઇલ ટાવર ધરાશાયી થતાં ઉના સંપર્કવિહોણું બન્યું હતું

  • મોડી રાત્રે તબાહી સર્જાયા બાદ ઉનામાં NDRF ની ટીમ દ્વારા કામગીરી કરવામાં આવી હતી


ઝી મીડિયા/બ્યૂરો :તૌકતે વાવાઝોડું રાત્રે 9 વાગે ઉના પાસે લેન્ડફોલ થયું છે. તે વખતે તેની ગતિ પ્રતિ કલાક 150 થી 175 કિલોમીટરની ગતિએ પવન ફૂંકાયો હતો. ત્યારે આ સમયે સૌથી ભયાનક સ્થિતિ ઉના અને દીવની હતી. ગીર ગઢડા અને ઉનામાં 8 ઇંચ વરસાદ ખાબક્યો છે, જેથી વાવાઝોડા (gujratcyclone) ની વિનાશકતાને સમજી શકાય. ઉનામાં વિનાશક વાવાઝોડાએ ભારે તારાજી સર્જી છે, જેની તસવીરો પણ સામે આવી છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આ પણ વાંચો : વિનાશ વેર્યા બાદ જાણો ગુજરાતમાંથી ક્યારે વિદાય લેશે તૌકતે વાવાઝોડું... 


દીવ બાદ સીધી અસર ઉનામાં થઈ હતી 
સોમવારે સાંજે દીવમાં વાવાઝોડું (Cyclone Tauktae) ટકરાયા બાદ તેની નજીકના ઉનામાં 6 વાગ્યા બાદ 185 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાયો હતો. આ કારણે ઉનામાં સેંકડો વૃક્ષો, વીજ થાંભલા, અને હોર્ડિંગ્સ ધરાશાયી થવાની ઘટના બની હતી. વૃક્ષો અનેક કાર પર પડતા કારનો કચ્ચરઘાણ નીકળી ગયો હતો. મોડી રાત્રે તબાહી સર્જાયા બાદ ઉનામાં NDRF ની ટીમ દ્વારા કામગીરી કરવામાં આવી હતી. રોડ પર તૂટી પડેલા વૃક્ષો હટાવવામાં આવ્યા હતા. રહેણાંક વિસ્તારોમાં પણ વૃક્ષ ધરાશાયી થયા હતા. જેને હટાવવામાં આવ્યા હતા. 


આ પણ વાંચો : વેરાવળના કાંઠે લાંગરેલી 5 બોટને ગાંડોતૂર બનેલો દરિયો ખેંચીને લઈ ગયો, ફસાયા 8 લોકો  


મોબાઈલ ટાવર ધરાશાયી થયો હતો 
તેજ પવનને કારણે મોબાઇલ ટાવર ધરાશાયી થતાં ઉના સંપર્કવિહોણું બન્યું છે. વાવાઝોડા બાદ ઉનામાં જનજીવન ખોરવાઈ ગયુ છે. અનેક રસ્તાઓ બંધ હોવાને કારણે સવારથી લોકોને પ્રાથમિક જરૂરિયાત મેળવવાથી વંચિત રહેવુ પડ્યુ હતું. ઠેર ઠેર વીજપોલ ધરાશાયી થતાં ગત રાતના 8 વાગ્યાથી વીજળી ડૂલ થઇ ગઇ હતી. 


ઉના, દીવ, વણાંકબારા, દેલવાડા સહિતના આસપાસના વિસ્તારમાં વ્યાપક પ્રમાણમાં વાવાઝોડાની અસર થઇ છે. અનેક ગામો સંપર્કવિહોણા થયાં છે.