ઝી મીડિયા/બ્યૂરો: તૌકતે વાવાઝોડાએ ધારણા કરતા વધુ તબાહી સર્જી છે. માત્ર સૌરાષ્ટ્રના જ જિલ્લાઓ નહિ, પણ મધ્ય ગુજરાત, દક્ષિણ ગુજરાતના જિલ્લાઓમાં પણ તેની અસર દેખાઈ છે. ઠેર ઠેર વૃક્ષો ધરાશાયી થયા છે. મકાનોની છત અને પતરા ઉડી ગયા છે. વીજ પોલ તૂટી પડ્યા છે. તો વાહનોને નુકસાન પહોંચ્યું છે. સંખ્યાબંધ વીજપોલ અને વૃક્ષો ધરાશાયી થયાં છે. વાહનોનો કચ્ચરધાણ નીકળી ગયો છે. ગઈકાલથી ગુજરાતીઓના માથા પર મંડરાઈ રહેલો આ ખતરો હવે ક્યારે જશે તેવુ લોકો વિચારી રહ્યાં છે. ત્યારે તમને જણાવી દઈએ કે, આજે મંગળવારે સાંજ સુધીમાં આ સંકટ દૂર થઈ જશે. સૌરાષ્ટ્રથી શરૂ કરી મધ્ય અને ઉત્તર ગુજરાતમાં તબાહી મચાવીને વાવાઝોડું (gujratcyclone) રાજસ્થાનમાં પ્રવેશ કરશે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આજે રાત્રે બનાસકાંઠા થઈને રાજસ્થાનમાં જશે વાવાઝોડું
હવામાન ખાતાના લેટેસ્ટ અપડેટ મુજબ, વાવાઝોડું નબળુ પડી રહ્યું છે. હાલ 105 કિમી પ્રતિ કલાકની સ્પીડે પવન ફૂંકાઈ રહ્યો છે. જેમ જેમ વાવાઝોડું (Cyclone Tauktae) આગળ વધી રહ્યુ છે તેમ તેમ તે નબળુ પડી રહ્યુ છે. વાવાઝોડું પાટણ શહેરની મધ્યમાં થઇને ગુજરાતના છેક છેવાડે આવેલા બનાસકાંઠા જિલ્લા સુધી જશે. બનાસકાંઠા જિલ્લામાં મંગળવારે બપોરે પ્રવેશ કરશે. તેમજ રાત્રીના 11 થી 12 કલાકની વચ્ચે રાજસ્થાનમાં પ્રવેશ કરશે. એટલે કે આજે રાત્રે ગુજરાત પરથી આ સંકટ દૂર થશે.


આ પણ વાંચો:- મહાદેવે મુસીબતમાંથી ઉગાર્યા, આટલી મોટી આફત સામે સોમનાથ મંદિરની એક કાંકરી પણ ન ખરી


ST વિભાગ દ્વારા 173 રૂટોની બસ સેવા બંધ
જો કે, જેમ જેમ તૌકતે વાવાઝોડું આગળ વધી રહ્યું છે તેમ તેમ બનાસકાંઠા જિલ્લામાં તેની અસર જોવા મળી રહી છે. બનાસકાંઠાના પાલનપુર સહિત અનેક જિલ્લામાં ધીમી ધારે વરસાદ શરૂ થઈ ગયો છે. જિલ્લામાં વરસાદી માહોલ બનતા ઠંકડ પ્રસરી ગઈ છે. જો કે, તૌકતે વાવાઝોડાની તકેદારીના ભાગ રૂપે બનાસકાંઠા ST વિભાગ દ્વારા તમામ રૂટો બંધ કરાયા છે. ST વિભાગ દ્વારા 173 રૂટોની બસ સેવા બંધ કરાઈ છે. 173 રૂના 650 શિડ્યુલ રદ કરાયા છે. વાવાઝોડા દરમિયાન કોઈ નુકસાન ના થયા તે હેતુથી નિર્ણય લેવામાં આવ્યો છે. જો કે, અન્ય કોઈ સૂચના ન મળે ત્યાં સુધી બસો બંધ રાખવામાં આવશે.


આ પણ વાંચો:- તૌકતે વાવાઝોડાની ભારે અસર, ભરૂચ સહિત અનેક જિલ્લામાં સર્જ્યા ખેડૂતોની તબાહીના દ્રશ્યો


કાચા મકાનોમાં રહેતા લોકોને સલામત સ્થળે ખસી જવા કલેક્ટરની અપીલ
તો બીજી તરફ પાટણ જિલ્લામાં પણ તૌકતે વાવાઝોડાને લઇ વહીવટી તંત્ર એલર્ટ છે. પાટણના કલેક્ટરે કંટ્રોલ રૂમની મુલાકાત લીધી છે. કંટ્રોલ રૂમમાંથી સંમગ્ર જિલ્લાની સ્થિતિ અંગે માહિતી મેળવી છે. પાટણ જિલ્લામાંથી પણ આજે સાંજે અથવા રાત્રે તૌકતે વાવાઝોડું પસાર થવાની સંભાવના છે. તે દરમિયાન 20 થી 25 કિલોમીટરની ઝડપે પનવ ફૂંકાશે. પાટણ જિલ્લાના ચાણસ્મા, પાટણ, સિદ્ધપુર અને સરસ્વતી તાલુકામાં 80 થી 100 કિમી ઝડપે પવન ફૂંકાવવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. કાચા મકાનોમાં રહેતા લોકોને સલામત સ્થળે ખસી જવા માટે કલેક્ટર દ્વારા અપીલ કરવામાં આવી છે.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube