Cyclone Tej : ગુજરાત પર વધુ એક વાવાઝોડાનું સંકટ, તેજ પણ બિપોરજોયની જેમ તબાહી લાવશે
Gujarat Weather Forecast : બંગાળની ખાડી અને અરબી સમુદ્રમાં હાલ કોઈ સિસ્ટમ સક્રિય થાય તો તેની અસર ગુજરાતના વાતાવરણ પર થતી હોય છે. અરબી સમુદ્રમાં એક સર્ક્યુલેશન સક્રિય થયું છે અને 21 ઓક્ટોબર સુધીમાં ડિપ્રેશન બને તેવી શક્યતા છે
Ambalal Patel Cyclone Alert Prediction : ગુજરાત પર બિપોરજોય જેવી જ બીજી મોટી આફત આવી રહી છે. હવામાન વિભાગ દ્વારા તેની આગાહી કરવામાં આવી છે. બંગાળની ખાડી અને અરબી સમુદ્રમાં હાલ કોઈ સિસ્ટમ સક્રિય થાય તો તેની અસર ગુજરાતના વાતાવરણ પર થતી હોય છે. અરબી સમુદ્રમાં એક સર્ક્યુલેશન સક્રિય થયું છે અને 21 ઓક્ટોબર સુધીમાં ડિપ્રેશન બને તેવી શક્યતા છે. આ વાવાઝોડાને તેજ નામ આપવામા આવ્યું છે. ભારત દ્વારા જ આ વાવાઝોડાને નામ આપવામાં આવ્યું છે.
અરબ સાગરમાં સોમવારે રાતે એક દબાણ પેદા થઈ શકે છે. જે ચોમાસા બાદના ચક્રવાતમાં પરિણમી શકે છે. આવામાં હવામાન નિષ્ણાતો આગાહી કરી રહ્યા છે કે, અરબ સાગરના દક્ષિણ પૂર્વી ભાગોમાં ચક્રવાતી સ્થિતિ બની રહી છે. આગામી 72 કલાકમાં સમુદ્રના ચરમ દક્ષિણ મધ્ય ભાગોમાં સ્થળાંતરિત થઈ શકે છે. તેમજ નીચા દબાણના ક્ષેત્રમાં આકાર પામી શકે છે. જોકે, આ વાવાઝોડું શું અસર કરશે તેનો હજી અંદાજો લગાવી શકાયો નથી.
બાગેશ્વર બાબા તો અદભૂત છે! અંબાજીમાં માર્બલની ખાણોમાંથી કેવી રીતે પથ્થર નીકળે છે તે જોવા પહોંચ્યા
હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલનું કહેવું છે કે, એક પછી એક મજબુત વેસ્ટન ડિસ્ટર્બન્સ આવી રહ્યા છે. ત્યારે 16 ઓક્ટોબરની સાંજે 17થી 19 ઓક્ટોબરે દેશના ઉત્તરીય પર્વતીય પ્રદેશોમાં જમ્મુ કાશ્મીર, પંજાબ, હરિયાણા, રાજસ્થાન, મધ્યપ્રેદશ તેમજ ગુજરાતના ભાગોમાં કમોસમી વરસાદ થવાની શક્યતા છે. ભારે પવન અને કરા પડવાની શક્યતા રહેશે. બેક ટુ બેક સિસ્ટમ આવશે. 22 ઓક્ટોબર સુધીમાં ગુજરાતના અમુક ભાગોમાં વરસાદની શક્યતા રહેશે. સૌરાષ્ટ્ર, કચ્છ, ઉતર ગુજરાત, મધ્ય ગુજરાતમાં કમોસમી વરસાદની શક્યતા છે.
ગુજરાતના આ ગામના વખાણ કરો એટલા ઓછા : પાણી બચાવવા દરેક ઘરમાં લગાવ્યું જલ મીટર
આગામી પાંચ દિવસ વરસાદ નહિવત
આગામી સમયને લઇ હવામાન વિભાગના ડાયરેક્ટર મનોરમા મોહંતીએ જણાવ્યું કે, આગામી પાંચ દિવસ વરસાદની શક્યતા નહિવત છે. જો કે આગામી 24 કલાકમાં બનાસકાંઠા અને સાબરકાંઠામાં એકાદ જગ્યાએ હળવો વરસાદ રહી શકે છે. તેના સિવાય ગુજરાતના જિલ્લાઓમાં વરસાદની શક્યતા નહીવત છે. પરંતું આગામી પાંચ દિવસ તાપમાનમાં વધારાની શક્યતા દેખાઈ રહી છે. 35-37 ડિગ્રી તાપમાન પાંચ દિવસ દરમિયાન રહી શકે છે. ત્યારબાદ તાપમાનમાં એકાદ ડિગ્રીનો વધારો થઇ શકે છે.
ગુજરાતમાં કમોસમી વરસાદ
ગુજરાતમાંથી ચોમાસાએ વિદાય લઈ લીધી છે, પરંતુ કેટલાક જિલ્લાઓમાં કમોસમી વરસાદ આવી રહ્યો છે. ચોમાસાએ વિધિવત રીતે વિદાય લઈ લીધી છે, જેથી હાલ જે વરસાદ છે તે કમોસમી વરસાદ કહી શકાય. આ વચ્ચે સોમવારે વિસાવદર તાલુકામાં ધોધમાર વરસાદ વરસ્યો હતો. બપોર બાદ અસહ્ય ગરમી અને ઉકળાટભર્યા વાતાવરણ બાદ ધોધમાર વરસાદ વરસ્યો હતો. વિસાવદર તાલુકામાં બે થી ત્રણ ઇંચ વરસાદ ખાબક્યો હતો.
બે ગુજ્જુ મિત્રોએ ગુજરાતની ધરતી પર શક્ય નથી તેવા લાખોના ફૂલની ખેતી કરી
ગુજરાતના પ્રગતિશીલ ખેડૂતે સોશિયલ મીડિયામા જોઈને એવું ફળ ઉગાડ્યુ, લાખોની આવક કરતા થયા