તેજ વાવાઝોડું પણ બિપોરજોયની જેમ બદલી શકે છે રસ્તો! અરબી સમુદ્ર તોફાની બનતા ગુજરાતના બંદરો એલર્ટ પર
Cyclone Tej Alert : અરબી સમુદ્રમાં લો પ્રેશરના કારણે સૌરાષ્ટ્રના બંદરો પર એક નંબરનું સિગ્નલ..મોરબીના નવલખી બંદરે લગાવાયું ભયસૂચક સિગ્નલ..માછીમારોને દરિયો ન ખેડવા સૂચના..
Cyclone Tej Alert Live News : ગુજરાત પર સંભવિત વાવાઝોડા 'તેજ' નો ખતરો મંડરાઈ રહ્યો છે. તેજ વાવાઝોડાની અસર ગુજરાત પર થશે કે નહિ તે કહેવુ બહુ જલ્દી થશે. પરંતુ હવામાન વિભાગના લેટેસ્ટ અપડેટ અનુસાર, વાવાઝોડું ઓમાન તરફ જશે. પરંતું તકેદારીના ભાગરૂપે માછીમારોને દરિયો ન ખેડવાની અપાઈ ચેતવણી અને બંદરો પર 1 નંબરના સિગ્નલ લગાવી દેવાયા છે. અરબી સમુદ્રમાં લોપ્રેસરના લીધે સૌરાષ્ટ્રના બંદરો પર એક નંબરના સિગ્નલ લગાવી દેવાયું છે. મોરબી જિલ્લાના નવલખી બંદરે એક નંબરનું ભય સૂચક સિગ્નલ લગાવવામાં આવ્યું છે. દરિયામાં ભારે પવન ફૂંકાવાની શક્યતાને લઇ માછીમારોને સાવચેત રહેવા અને દરિયો ના ખેડવા સૂચના અપાઈ છે. ગુજરાત મેરિટાઇમ બોર્ડ દ્વારા સાવચેતીના ભાગ રૂપે એક નંબરનું સિગ્નલ લગાવવામાં આવ્યું છે.
હવામાન વિભાગના લેટેસ્ટ આગાહી અનુસાર, આગામી પાંચ દિવસ ગુજરાતમાં વરસાદની શક્યતા નહિવત છે. પરંતું આ સાથે જ ગુજરાત પર એક વાવાઝોડાનો ખતરો મંડરાઈ રહ્યો છે. બિપોરજોય વાવાઝોડું હજી આ વર્ષે જ આવીને ગયું છે. ત્યારે હવે તેજ નામનું વાવાઝોડું અરબી સમુદ્રમાં પેદા થયું છે. હવામાન વૈજ્ઞાનિક અરબ સમુદ્રમાં વિકસિત થવાની સંભાવના છે. તેની તીવ્રતા વિશે હજુ ફિલહાલ સ્થિતિ સ્પષ્ટ નથી. દક્ષિણ પૂર્વ અરબ સમુદ્ર અને નજીકવર્તી દરિયા કિનારે એક સાઈક્લોનિક સર્ક્યુલેશન રચનાત્મક સ્તરની નીચેની દબાણ ક્ષેત્ર બનવાની આશા છે. પરંતુ તેની ગુજરાત પર શું અસર થશે તે હજી સ્પષ્ટ નથી.
ચાલુ ગરબામા 17 વર્ષના કિશોરને આવ્યો હાર્ટએટેક, નાકમાંથી લોહી નીકળ્યું ને ગયો જીવ
આગામી દિવસોમાં વરસાદની નહિવત શકયતા છે. તેમજ રાજ્યમાં તાપમાન યથાવત રહેશે. જોકે સાથે જ અરેબિયન શી માં એક લો પ્રેસર સિસ્ટમ બની રહી છે. 21 તારીખે લો પ્રેસર સિસ્ટમ ડિપ્રેશનમાં પરિણમશે. દક્ષિણ પૂર્વ અને દક્ષીણ પશ્ચિમ મધ્યમા લો પ્રેસર સિસ્ટમ બની છે. 24 કલાક બાદ સિસ્ટમ વધુ મજબૂત બને તેવી શક્યતા છે. ડિપ્રેષન બાદ ડીપ ડિપ્રેશન બનશે તો સિસ્ટમ વાવાઝોડામાં પરિણમશે. જોકે હાલ લો પ્રેસર સિસ્ટમ પર હવામાન વિભાગનું સતત મોનિટરીંગ ચાલુ છે. સાવચેતીના ભાગ રૂપે અરેબિયન સમુદ્રમાં માછીમારોને દરિયો નહિ ખેડવા સૂચના આપી છે.
હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, 'તેજ' ચક્રવાતી તોફાન રવિવાર સુધીમાં ગંભીર ચક્રવાતી તોફાનમાં ફેરવાઈ શકે છે અને દક્ષિણમાં ઓમાન અને યમનના દરિયાકાંઠે ટકરાઈ શકે છે. જોકે, હવામાન વિભાગે આશંકા વ્યક્ત કરી છે કે આ વાવાઝોડું પણ અગાઉના ચક્રવાતી તોફાન બિપરજોયની જેમ પોતાનો માર્ગ બદલી શકે છે.
ગુજરાત તરફ આવતું તેજ વાવાઝોડું કઈ દિશામાં ફંટાશે, હવામાન વિભાગે આપ્યા મોટા અપડેટ