Gujarat Weather Forecast : દેશવાસીઓ કાળઝાળ ગરમીમાં શેકાયા છે. 46.9 ડિગ્રી સાથે ઉત્તરપ્રદેશનું આગ્રા સૌથી ગરમ શહેર બન્યું છે. તો આ વર્ષે પંજાબમાં ગરમીએ 11 વર્ષનો રેકોર્ડ તોડ્યો છે. મધ્યપ્રદેશ, દિલ્લી, રાજસ્થાન, હરિયાણા, ગુજરાત સહિત 9 રાજ્યોમાં 5 દિવસ હીટવેવની આગાહી છે. હજુ 4 દિવસ ગુજરાતીઓને કાળઝાળ ગરમીમાં શેકાવુ પડશે તેવી આગાહી છે. વલસાડમાં 4 દિવસ હીટવેવની હવામાનની આગાહી છે. તો ભાવનગર અને સુરેન્દ્રનગરમાં પણ હીટવેવની આગાહી છે. પોરબંદર અને કચ્છમાં પણ કાળઝાળ ગરમી પડશે. અમદાવાદમાં ઓરેન્જ અલર્ટની હવામાનની આગાહી છે. હાલ દરિયાકાંઠાના જિલ્લાઓમાં ગરમ અને ભેજવાળું વાતાવરણ રહેશે. હવામાન નિષ્ણાત પરેશ ગોસ્વામીની આગાહી અનુસાર, 17 થી 22 મે દરમિયાન રાજ્યમા તાપમાન ઉંચુ જોવા મળશે અને પવન નોર્મલ સ્પીડમાં ઉત્તર પશ્ચિમના ફૂંકાશે.  
 
ત્યારે  વાત કરીએ તો શનિવારે ગુજરાતના 9 શહેરોમાં ગરમીનો પારો 41 ડિગ્રીને પાર પહોંચતાં લોકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે. શનિવારે 45.5 ડિગ્રી સાથે સુરેન્દ્રનગર સૌથી ગરમ શહેર નોંધાયું છે. રાજ્યમાં લોકો કાળઝાળ ગરમીમાં શેકાયા છે. રાજ્યમાં હાલ લઘુત્તમ અને મહત્તમ તાપમાનમાં વધારો થયો છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ગુજરાતના આ શહેરમાં લોકોને ઘરની બહાર ન નીકળવાની અપીલ કરાઈ, અપાયું એલર્ટ


  • સુરેન્દ્રનગરમાં સૌથી વધુ 45.3 ડિગ્રી તાપમાન

  • અમદાવાદમાં 44.3 ડિગ્રી

  • ડીસા 44.4 ડિગ્રી

  • ગાંધીનગરમાં 44.2 ડિગ્રી

  • ભુજમાં 44.5 ડિગ્રી

  • રાજકોટમાં 44.3 ડિગ્રી 

  • અમરેલીમાં 43.2 ડિગ્રી

  • વલ્લભ વિદ્યાનગરમાં 43.3 ડિગ્રી  


દેશના 9 રાજ્યોમાં હીટવેવની આગાહી 
દેશભરમાં કાળઝાળ ગરમીનો પ્રકોપ વધી રહ્યો છે. દેશના અનેક શહેરોમાં તાપમાનનો પારો 45 ડિગ્રીને પાર પહોંચી ગયો છે. મધ્યપ્રદેશ સહિત 9 રાજ્યોમાં 5 દિવસ હીટવેવની આગાહી છે. જેમાં દિલ્લી, રાજસ્થાન, હરિયાણા, ગુજરાતમાં લૂની અસર વર્તાઈ રહી છે. પંજાબમાં મે મહિનાની ગરમીનો 11 વર્ષનો રેકોર્ડ તૂટ્યો છે. ઉત્તરપ્રદેશના આગ્રામાં 46.9 ડિગ્રી ગરમીમાં લોકો શેકાયા છે. રાજસ્થાન, દિલ્હી, હરિયાણા, યુપીમાં ગરમીથી અકળામણ અનુભવાઈ રહી છે. તો બીજી તરફ દક્ષિણ ભારતના રાજ્યોમાં વરસાદની આગાહી છે. 


ફોન લગાવો અને સીઆર પાટીલ સાથે નાસ્તો કરો, ગુજરાતના એક શહેરમાં અપાઈ અનોખી ઓફર


અંબાલાલ પટેલની આગાહી શું કહે છે 
આગાહીકાર અંબાલાલ પટેલે પણ આગાહી કરતા કહ્યું છે કે, તારીખ 17 મેથી ગુજરાતમાં ગરમીનો પ્રકોપ વધશે. 25 મે સુધીમાં મધ્ય ગુજરાતનાં ભાગોમાં તાપમાન 45 ડિગ્રીથી ઉપર જશે. આ દિવસોમાં અમદાવાદમાં 46 ડિગ્રી રહેવાની શક્યતા છે. તો ઉત્તર ગુજરાતનાં ભાગોમાં 43, ઉત્તર સૌરાષ્ટ્રમાં 42 ડિગ્રી રહેવાની શક્યતા છે. 20 થી 22 મે સુધીમાં વાદળવાયુ આવવાની શક્યતા છે. જેમાં કેટલાક ભાગોમાં વરસાદી છાંટા પડી શકે છે. 26 મે થી 4 જૂન વચ્ચે રોહિણી નક્ષત્રનો વરસાદ રહેવાની શક્યતા છે. જેમાં ઉત્તર ગુજરાત, કચ્છ અને સૌરાષ્ટ્રમાં વરસાદ રહેવાની શક્યતા છે. આ દિવસોમાં ગાજવીજ સાથે વરસાદ રહેવાની શક્યતા છે. 


ફરી એકવાર મે મહિનામાં આવશે વરસાદ 
હવામાન શાસ્ત્રી અંબાલાલ પટેલે ગરમીની આગાહી કરતા જણાવ્યું કે, ૧૭ મે થી રાજ્યમાં આકરી ગરમી પડશે. આગામી દિવસોમાં મહત્તમ ઉષ્ણતામાન 45 ડિગ્રી પાર કરી જશે. રાજ્યમાં આકરી લુ સાથે પવન તથા આંધી વંટોળ રહેશે. આમ, વાતાવરણ ડામાડોળ થવાની સ્થિતિ ઉદભવશે. પરંતું આ વચ્ચે 26 મે થી 4 જૂન વચ્ચે રોહિણી નક્ષત્રનો વરસાદ થશે. આંધી વંટોળ સાથે વરસાદ થતા ગરમીમાં રાહત થશે. ૩૦ જૂન સુધી હવામાનમાં પલટો આવતા ગરમીમાં વધઘટ થશે. જેના બાદ 26 મે થી રોહિણી વરસાદ થતા વચ્ચે ગરમી પડશે.


ગુજરાતમાં સ્માર્ટ મીટરના વિરોધ વચ્ચે મોટા સમાચાર, હવે અહીં લગાવાશે મીટર


ચોમાસાની આગાહી
અંબાલાલ પટેલે ચોમાસાની આગાહી કરીને લોકોને ખુશ કરી દીધા છે. ચોમાસુ રાજ્યમાં વહેલું આવવાની શક્યતા હવામાન નિષ્ણાતે વ્યક્ત કરી છે. તેમણે કહ્યું કે, 7 થી 14 જૂન દરમિયાન ગુજરાતમાં ચોમાસું વરસાદની શક્યતા છે. આજથી આદમાન નિકોબાર ટાપુ પર ચોમાસાની ગતિવિધિ શરૂ થઈ ગઈ છે. 24 મે સુધી માં આંદામાન નિકોબાર ટાપુ પર ચોમાસું બેસી જાય છે. 


વાવાઝોડું આવશે 
જોકે, હવામાન નિષ્ણાતે વધુ એક વાવાઝોડાની આગાહી કરી છે. તેમણે કહ્યું કે, બંગાળના ઉપસાગરમાં ચક્રવાત સર્જાઈ શકે છે. દક્ષિણ પૂર્વીય તટો પર ભારે પવન ફૂંકાશે. 28 મેથી ભારતના દક્ષિણ છેડે વરસાદ આવી શકે છે. હવામાન ખાતુ ચોમાસાને લઈ જાણકારી જાહેર કરશે. હિન્દ મહાસાગર ગરમ રહેતા અરબી સમુદ્ર અને બંગાળના ઉપસાગરમાં ચક્રવાત ઉભું થશે. મે મહિનાના અંત અને જૂનની શરૂઆતમાં અરબી સમુદ્રમાં ચક્રવાતની શક્યતા છે. અરબી સમુદ્રમાં ચક્રવાત ગુજરાતને અસર કરશે. 8 જૂનથી દરિયામાં પવન બદલાશે, જેના બાદ 14 જૂન સુધી રાજ્યમાં વરસાદ લાવશે. 17 થી 24 જૂનમાં ભારે ગાજવીજ અને પવન સાથે વરસાદ થઈ શકે. સારા સમાચાર એ છે કે, રાજ્યમાં 2024 ના ચોમાસામાં 106 ટકા વરસાદની શક્યતા અંબાલાલ પટેલે વ્યક્ત કરી છે. 


અંબાલાલ પટેલે તારીખ સાથે કરી વાવાઝોડાની આગાહી, ગુજરાત પર સીધું ત્રાટકશે
 
તંત્ર દ્વારા નાગરિકોને સલાહ 
બપોરે 2થી 4 ઘરની બહાર ન નીકળવા તંત્રએ સલાહ આપી છે. ગરમી વધવાની શક્યતાને પગલે તંત્રએ સચેત તેમજ સાવઘાની વર્તવા સૂચન કર્યું છે. બાળકો, ગર્ભવતી મહિલાઓ અને વૃદ્ધોને ખાસ પુરતા પ્રમાણમાં પાણી પીવાની સલાહ અપાઇ છે. તો લોકોને ઘરે બનાવેલા લીંબુ શરબત, વરીયાળી શરબત જેવા ઠંડક પ્રવાહી પીવા સલાહ અપાઈ છે. તરસ ન લાગે તો પણ જ્યારે પણ શક્ય હોય ત્યારે પૂરતું પાણી પીવા જોઈએ. આ સાથે, નાગરિકોને ઓરલ રીહાઇડ્રેશન સોલ્યુશન (ઓઆરએસ)નો ઉપયોગ કરવું અને લીંબુ શરબત, છાશ / લસ્સી, ફળોના રસ સાથે મિશ્રિત થોડું મીઠું જેવા ઘરે બનાવેલા પીણાં પીવા જોઈએ. પાતળા, ઢીલા, સુતરાઉ કપડાં, આછા રંગના કપડાં પહેરવાની અને સીધા સૂર્યપ્રકાશના સંપર્કમાં આવે ત્યારે છત્રીઓ, ટોપીઓ ટુવાલ અને અન્ય પરંપરાગત માથાના આવરણનો ઉપયોગ કરવું. હવામાનના અપડેટ માટે સમાચાર જોતા રહેવું.


વારાણસીમાં PM મોદીની જીત માટે આ ગુજરાતી નેતાઓેને સોંપાઈ મોટી જવાબદારી